ગુજરાતમાં માસ્ક ક્યારે મરજિયાત થશેઃ હજુ થોભો અને રાહ જુઓ….
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
અમદાવા
ગુજરાતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર પણ આથમણે જઈ ચૂકી છે. તેમાંય મહારાષ્ટ્ર અને દિલ્હીમાં
માસ્ક મરજિયાત કરવાનો નિર્ણય થતા ગુજરાતમાં પણ આ સવાલ ઉઠ્યો છે કે રાજ્યમાં માસ્કને ક્યારે વિદાય અપાશે.
કારણ ગુજરાતમાં માસ્ક વિના જાહેરમાં ફરનારા પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. આજદિન સુધીમાં સરકાર પાસે
પણ તેના દંડ પેટે કરોડોની રકમ આવી ચૂકી છે.

મહાનગર મુંબઈ અને દિલ્હીવાસીઓને મોંઢા પર ફરજિયાત માસ્ક પહેરવાની પળોજણમાંથી મુક્તિ મળી ચૂકી છે,
ત્યારે ગુજરાત સરકાર અને શાસક પાંખના બોલકા નેતાઓ હજુ પણ માસ્ક હટાવવાની દિશામાં ફરમાન જારી
કરવા માટે હા અગાઉની જેમ જ કેન્દ્રના માર્ગદર્શનની પ્રતિક્ષામાં હોઈ હાલ તો પ્રજાને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે.
રાજ્યમાં હાલ સામે આવી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ એક હાથના આંગળીના વેઢા જેટલા પણ નોંધાઈ રહ્યા નથી.
દેશમાં પણ તેના વળતા પાણી થવાની સાથે સાવ અંકુશમાં આવી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. એથી કેન્દ્રએ એપેડેમિક એક્ટ
ઉઠાવી લીધો છે તેની સાથે ગાઈડલાઈનમાં પણ અઢળક છુટછાટો આપી દેવાઈ છે. પરંતુ માસ્કને ફરજિયાત રાખવો કે મરજિયાત કરવો
તેનો નિર્ણય કરવાની સત્તા જે તે રાજ્ય સરકારને સુપરત કરી છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક 150થી નીચે આવી
ચૂક્યો છે, તો વેક્સિનેશનનું કામ પુર્ણ થવાના આરે છે. ત્યારે હાલ કાળઝાળ ગરમીના દિવસોમાં ગુજરાત સરકાર પણ પ્રજાને
માસ્કમાંથી વહેલી તકે મુક્તિ અપાવે તેની કાગડોળે વાટ જોઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓ અને
નેતાઓ ગળુ ખોંખારીને નક્કર વાત કરવાના બદલે દબાતા સૂરે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બદલાશે ત્યારે જ માસ્કને
વિદાય અપાશે એટલે કે મરજિયાત કરાશે, તેમ કહી રહ્યા છે.