congress
અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ
અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ભાજપ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ બની ચૂક્યું છે..ત્યારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વડોદરા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે.
તેમણે વધુમાં કહ્યું હતું કે 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તે બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ ન હતી. નરેન્દ્ર મોદી આ અંહકાર રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે AAPને ભાજપની B ટીમ ગણાવતા કહ્યું હતું કે ખેડૂતોના બિલ સિવાયના તમામ કાયદોઓનું આ પક્ષે ભાજપને સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલે ઇન્ડિયન અગેઇન્સ્ટ કરપ્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. UPA સરકારે લોકપાલનો કાયદો બનાવ્યો. પરંતુ, શું કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત ભારતનો વાયદો કર્યો હતો. તેઓ એકપણ પ્રકરણમાં લોકપાલ પાસે ગયા ખરા? આજે કેજરીવાલની સરકારના મંત્રી મની લોન્ડરીંગના કેસમાં જેલમાં બંધ છે. લિકર પોલીસીને લઇને તપાસ થઇ રહી છે, જેથી હંમેશા હું તેમને આર એસ એસ ની B ટીમ કહું છું. AIMIMના ઓવૈસી માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવી ચૂંટણીમાં ઉતરે છે.
પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણઝારાએ બનાવેલા રાજકીય પક્ષ અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીના એક સમયના ખાસ ગણાતા ડી.જી. વણજારાએ પણ રાજકીય પક્ષ બનાવ્યો છે. વણઝારાને ઘણા વાયદા કરવામાં આવ્યા હતા, પણ આ વાયદા પૂર્ણ ન થતાં વણઝારાએ પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો અને ડી.જી.વણઝારાએ પ્રથમ જ નિવેદન આપ્યું કે, 27 વર્ષમાં વિકાસ નથી થયો.
મોરબીની ઘટના અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું કે, મોરબી પુલ દુર્ઘટના ઘટી તેનાથી ચાર કિલોમીટર દૂર ભાજપની મિટિંગ ચાલી રહી હતી. તેમાં ભાજપના મંત્રી, સાંસદ, એસ.પી. કલેક્ટર બધા હાજર હતા. 6:30 વાગ્યે પુલ તૂટ્યો અને 10 મિનિટમાં સ્થાનિક લોકો ત્યાં રેસ્ક્યૂ માટે પહોંચી ગયા. પરંતુ, એકપણ પોલીસકર્મી ત્યાં હાજર ન હતો. એક કલાક સુધી ભાજપની મિટિંગ ચાલતી રહી અને ત્યાર બાદ તેઓ ત્યાં પહોંચ્યા. આ બનાવમાં બનેલી SITનું ગેજેટ નોટિફિકેશન પણ આજ સુધી જાહેર નથી થયું. પુલના સમારકામ કરનાર કંપનીના માલિક સામે પણ કેસ દાખલ નથી કરવામાં આવ્યો. આજ સુધી મૃતકોની યાદી પણ જાહેર નથી કરાઇ.