congress
અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ

અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે. દિગ્વિજયસિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ભાજપ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ બની ચૂક્યું છે..ત્યારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વડોદરા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અહંકાર તો રાવણનો પણ અંહકાર નહોતો રહ્યો ત્યારે નરેન્દ્ર મોદી તમારો પણ નહીં રહે.
તેમણે વધુમાં કહ્યું હતું કે 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તે બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ ન હતી. નરેન્દ્ર મોદી આ અંહકાર રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે AAPને ભાજપની B ટીમ ગણાવતા કહ્યું હતું કે ખેડૂતોના બિલ સિવાયના તમામ કાયદોઓનું આ પક્ષે ભાજપને સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલે ઇન્ડિયન અગેઇન્સ્ટ કરપ્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. UPA સરકારે લોકપાલનો કાયદો બનાવ્યો. પરંતુ, શું કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત ભારતનો વાયદો કર્યો હતો. તેઓ એકપણ પ્રકરણમાં લોકપાલ પાસે ગયા ખરા? આજે કેજરીવાલની સરકારના મંત્રી મની લોન્ડરીંગના કેસમાં જેલમાં બંધ છે. લિકર પોલીસીને લઇને તપાસ થઇ રહી છે, જેથી હંમેશા હું તેમને આર એસ એસ ની B ટીમ કહું છું. AIMIMના ઓવૈસી માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવી ચૂંટણીમાં ઉતરે છે.
પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણઝારાએ બનાવેલા રાજકીય પક્ષ અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીના એક સમયના ખાસ ગણાતા ડી.જી. વણજારાએ પણ રાજકીય પક્ષ બનાવ્યો છે. વણઝારાને ઘણા વાયદા કરવામાં આવ્યા હતા, પણ આ વાયદા પૂર્ણ ન થતાં વણઝારાએ પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો અને ડી.જી.વણઝારાએ પ્રથમ જ નિવેદન આપ્યું કે, 27 વર્ષમાં વિકાસ નથી થયો.
મોરબીની ઘટના અંગે દિગ્વિજયસિંહે જણાવ્યું કે, મોરબી પુલ દુર્ઘટના ઘટી તેનાથી ચાર કિલોમીટર દૂર ભાજપની મિટિંગ ચાલી રહી હતી. તેમાં ભાજપના મંત્રી, સાંસદ, એસ.પી. કલેક્ટર બધા હાજર હતા. 6:30 વાગ્યે પુલ તૂટ્યો અને 10 મિનિટમાં સ્થાનિક લોકો ત્યાં રેસ્ક્યૂ માટે પહોંચી ગયા. પરંતુ, એકપણ પોલીસકર્મી ત્યાં હાજર ન હતો. એક કલાક સુધી ભાજપની મિટિંગ ચાલતી રહી અને ત્યાર બાદ તેઓ ત્યાં પહોંચ્યા. આ બનાવમાં બનેલી SITનું ગેજેટ નોટિફિકેશન પણ આજ સુધી જાહેર નથી થયું. પુલના સમારકામ કરનાર કંપનીના માલિક સામે પણ કેસ દાખલ નથી કરવામાં આવ્યો. આજ સુધી મૃતકોની યાદી પણ જાહેર નથી કરાઇ.
congress
ભાજપના રાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય હિમ્મતસિંહ પટેલ

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેરોજગારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે.
હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ સરકારના વારંવાર પેપરલીંકના અત્યંત ગંભીર અને ગુનાહિત કારનામા સામે વિરોધ વ્યક્ત કરવા તા. ૭ ફેબ્રુઆરી મંગળવારે સવારે ૧૧-૦૦ કલાકે ગાંધી આશ્રમ, સાબરમતીથી કોચરબ આશ્રમ, પાલડી અમદાવાદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલે જણાવ્યું હતુ કે પંડિત જવાહરલાલ નહેરુએ શ્રી ભગવદ ગીતાના ૮માં અધ્યાયના ૨૨ સંસ્કૃત શ્લોકના ઉતારાર્ધ ‘યોગક્ષેમ વહામ્યહમ્’ એટલે કે તમારી સુરક્ષા અમારી જવાબદારીના નેમ સાથે ૧૯ જુન ૧૯૫૬એ લાઈફ ઈન્સ્યોરન્સ એક્ટ લાવી તા.૧ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ એલઆઈસી જેવી સરકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસી ને રૂપિયા 33,060 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનું દેવું છે.
કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે. તારીખ ૦૬ ફેબ્રુઆરી,૨૦૨૩ને સોમવારના રોજ રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શનમાં જોડાશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણીઓ છે કે, (૧) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ અથવા હિડનબર્ગના અહેવાલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ (૨) એલઆઈસી અને એસબીઆઈ અન્ય બેંક દ્વારા અદાણી ગ્રુપમાં થયેલ રોકાણો અંગે સંસદમાં ચર્ચા અને રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા.
તાજેતરમાં ભાજપ સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલા અસહ્ય વધારાને પાછો લેવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલે જણાવ્યું હતુ કે જંત્રીમાં વધારાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયને કારણે સામાન્ય મધ્યમવર્ગના લોકોનું ઘરનું ઘર લેવાનું સ્વપ્ન દોહ્યલું બન્યું છે. પ્રજા વિરોધી આ નિર્ણયથી દસ્તાવેજો, સ્ટેમ્પ ડ્યુટી સહિતની કામગીરીમાં બમણો વધારો થશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેંટના કન્વીનર ડો. મનીષ દોશી, કો.કન્વીનર હેમાંગ રાવલ, પ્રવક્તા હિરેન બેંકર, અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.
amc
પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું..

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું..
બહેરામપુરા વોર્ડના સ્વર્ગસ્થ કોર્પોરેટર યુસુફભાઈ અજમેરીના નિધન બાદ તેમના ધર્મ પત્ની હમીદાબેન યુસુફભાઈ અજમેરીની દયનિય સ્થિતિને લઇ અહેવાલ પ્રકાશિત થતા તેની પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે તેની ગંભીર નોંધ લઇ ને તેઓએ તાત્કાલિક તેની મદદ કરવા માટે બહેરામપુરા વોર્ડના ભાજપના કાર્યકરોને સૂચના આપી હતી ત્યારબાદ બહેરામપુરા વોર્ડના હોદેદારોએ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર યુશુફ અજ્મેરીના પત્નીને રૂબરૂ મળીને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રોકડ સહાય કરી હતી..મહત્વ પૂર્ણ બાબત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર નો પરિવાર હોવા છતાં પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે માનવતા દાખવીને એક ઉત્તમ ઉદાહરણ લોકો માટે પૂરું પાડ્યું છે..
પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી
જૈનો દ્વારા 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલીનું કરાયું આયોજન
congress
નિશિત વ્યાસે અનોખી રીતે જન્મદિવસની કરી ઉજવણી

પ્રદેશ કોંગ્રેસના નેતા નિશિત વ્યાસે તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી ને સમાજને પ્રેરણા આપી હતી.તેઓ તેમના જન્મદિવસ નિમિતે ગાંધીનગરમાં સેક્ટર 28માં આવેલ સમર્પણ મુકબધિર શાળાના બાળકો સાથે ઉજવણી કર્યા બાદ તેમને ભોજન પીરસ્યું હતું.આમ કરી ને તેઓએ સમાજને એક નવી રાહ ચીંધી છે.તેમની સાથે શહેર જિલ્લાના કોંગ્રેસના હોદેદારો,બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ