વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોચ્યા માદરે વતન- થયુ ઉષ્મા ભર્યુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકાર્યા હતા.