એન્ટરટેનમેન્ટ

મહિલા કોન્ડોમ વેચશે તો શુ થશે- જુઓ કોમેડી ફિલ્મ જનહિતમા જારી-ટ્રેલર થયુ લોન્ચ

Published

on

મહિલા કોન્ડોમ વેચશે તો શુ થશે- જુઓ કોમેડી ફિલ્મ જનહિતમા જારી-ટ્રેલર થયુ લોન્ચ-

પ્યાર કા પંચનામા ફેમ એક્ટ્રેસની કોમેડી ફિલ્મ ‘જનહિત મેં જારી’નું ટ્રેલર લોન્ચઃ નુસરત કોન્ડોમનું વેચાણ કરતી દેખાઇ

Advertisement

પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂ કી સ્વીટી ફેમ ટેલેન્ટેડ અભિનેત્રી નુસરત ભરુચાની વિચિત્ર નામ ધરાવતી આગામી ફિલ્મ જનહિત મેં જારીનું ટ્રેલર લોન્ચ થઇ ગયું. હળવી કોમેડીની વાર્તાવાળી આ ફિલ્મનું ટ્રેલર જોતા હસવુ તો છૂટે છે. પરંતુ હાલ સાઉથની ફિલ્મોની આંધી વચ્ચે નુસરતની ફિલ્મ પ્રેક્ષકોનું કેટલું મનોરંજન કરશે અને કેટલી સફળ થશે, તે તો સમય જ કહેશે. કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લના મેકર્સે ‘જનહિત મેં જારી’ ફિલ્મ બનાવી છે.

‘જનહિત મેં જારી’નું ડિરેક્ટશન જય બસંતુ સિંહે કર્યું છે જ્યારે ફિલ્મના લેખક રાજ શાંદિલ્ય છે. ફિલ્મની વાર્તા કંઈક એ પ્રકારે છે કે એક યુવતી પોતાનું ઘર ચલાવવા માટે કોન્ડોમ પણ વેચી શકે છે.

‘જનહિત મેં જારી’ના ટ્રેલરમાં એક ડાયલોગ છે કે જેમાં એક્ટ્રેસ નુસરત ભરૂચા એવું કહેતા સાંભળવા મળી રહી છે કે….

‘તમે આંગળી ઉઠાવો, હું અવાજ ઉઠાવીશ. ભારતમાં દર વર્ષે ઘણાં મોટા પ્રમાણમાં ગર્ભપાત થાય છે. જેથી ઘણી છોકરીઓ પોતાનો જીવ ગુમાવે છે. પુરુષો માટે કદાચ આ માત્ર એક જરૂરિયાત હશે પણ મહિલાઓ માટે આ જરૂરી છે.’

‘જનહિત મેં જારી’ નાના શહેરમાં વસતી એક મધ્યમવર્ગીય નીતિ નામની યુવતીની વાર્તા છે જે સામાજિક બંધન હોવા છતાં ઘર ચલાવવા માટે બધી જ નીતિઓને કોરાણે મૂકી કોન્ડોમનું વેચાણ કરવા મજબૂર થાય છે. આ કામ માટે નીતિને ઘણાં વિરોધનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં નુસરત ભરૂચા સામે અનુદ સિંહ જોવા મળશે. તેમજ એક્ટર વિજય રાઝ, ટીનુ આનંદ, બ્રિજેન્દ્ર કાલા સહિતના કલાકારો પણ ‘દેખાશે. આમ તો મોટાભાગના કલાકારો બહુ જાણીતા નથી, છતાં ટ્રેલરમાં તેમની મહેનત દેખાઇ રહી છે. ફિલ્મમાં જોવાની રહેશે.

કોરોના વાયરસની મહામારી દરમિયાન નુસરત ભરૂચાએ કહ્યું હતું કે…

મેં કેટલાંક પ્રોજેક્ટ માટે ફી ઘટાડી છે કારણકે મને ખબર છે કે ઈન્ડસ્ટ્રી આર્થિક રીતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ સમયે અમે બધા ફિલ્મને બનાવવા માટે બહાદુરીભર્યુ પગલું લઈ રહ્યા છે. કોસ્ટ અને બજેટ ઘટાડ્યા બાદ મેકર્સ મારી પાસે આવ્યા હતા અને હું ફી ઘટાડવા માટે તૈયાર થઈ ગઈ હતી’.

Advertisement

નુસરત છેલ્લે અમેઝોનની હોરર વેબ ફિલ્મ છોરીમાં દેખાઇ હતી. જે ગત વર્ષે નાના પડદે જોવા મળી હતી. છોરીમાં નુસરતનું પરફોર્મન્સ અદભૂત હતું. અગાઉ તેણે 2009 જય સંતોષી મા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેને ખરી ઓળખ પ્યાર કા પંચનામા અને પ્યાર કા પંચનામા2 થી મળી હતી. પછી સોનુ કી ટીટૂ કી સ્વીટીમાં પણ તે છવાઇ ગઇ હતી. હવે તે હુડદંગ, અક્ષયકુમારની રામસેતુમાં દેખાશે. બંને ફિલ્મો આ વર્ષે જ રજૂ થશે. જ્યારે આવતા વર્ષે તેની ફિલ્મ સેલ્ફી પણ આવવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version