ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ઉમેદવારોના વ્યાપક હિતમાં શું નિર્ણય કર્યો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દવારા લેવાનાર જુનીયર ક્લાર્ક અને વહીવટ હિસાબની ભરતી માટે લેખિત પરીક્ષાનું 8 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવેલ હતું.જોકે એજ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અન્ય પરીક્ષાનું આયોજન કર્યું હોવાથી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ની તારીખ બદલવાનો નિર્ણય કર્યો છે.હવે 29 જાન્યુઆરી રવિવાર ના રોજ સવારે 11 થી 12 દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.ઉમેદવારો બંને સ્પ્ર્રઘાત્મક પરીક્ષામાં ભાગ લઇ શકે તે માટે પંચાયત સેવા પસંદગી મંડળ સ્વરા નિર્ણય કરાયો છે જેની તમામે નોંધ લેવી.