અમદાવાદ
પ્રાથમિક સદસ્યો ને જોડવા માટે ભાજપે કઈ પદ્ધતિ અપનાવી
પ્રાથમિક સદસ્યતા અભિયાન ના ભાગ રૂપે અમદાવાદ મહાનગર પાલિકા ના પૂર્વ નેતા મયુર દવે ની ઉપસ્થિતિ માં અમદાવાદ ના ખાડિયા ચાર રસ્તા ખાતે, બીજેપી દ્વારા રીક્ષા ચાલકો ને બીજેપી સાથે જોડવા માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રીક્ષા ચાલક ભાઈઓને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવાના તથા ભાજપના સદસ્યતા અભિયાનના બેનર રીક્ષાના હુડ પર લગાવવા ઉપરાંત સ્ટીકર લગાડવાનો કાર્યક્રમ યોજાયો હતો .આ કાર્યક્રમમાં કાર્યકર્તા, હોદેદારો, કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા