અમદાવાદ
આનંદી બેન પટેલ અને અમિત શાહની શુ છે ગુજરાત માટે રણનિતી !
આનંદી બેન પટેલ અને અમિત શાહની શુ છે ગુજરાત માટે રણનિતી !
ગુજરાતમા આનંદી બેન પટેલ અને અમિત શાહની ગુજરાતમા એક સાથે હાજરી જોવા મળી,, એક તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ જનસંધના સ્થાપક રહેલા એ કે પટેલ અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી, તો કેન્દ્રિય
ગૃહ પ્રધાન અમિતશાહ બુથના કાર્યકર્તાઓના ઘરે જઇને પરિવારો સાથે મુલાકાત કરીને ભાજપ માટે રાજ્યમાં સારો માહોલ ઉભુ કરી રહ્યા છે,
સ્વર્ગસ્થ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સમગ્ર દેશમાં ભાજપનો કારમો પરાજય થયો હતો, એ વખતે ભાજપને દેશમાં માત્ર બે બેઠકો પ્રાપ્ત થઇ હતી, ત્યારે મહેસાણામાં ડો એ કે પટેલ લોકસભા સીટ જીતી દિલ્હી પહોચ્યા હતા,
તેવો વર્ષ 1984, 1989,1991,1996,1998 અને પછી રાજ્ય સભામાં પણ તેઓ સભ્ય તરીકે રહ્યા છે તેઓ 1975માં તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે,,તો બાજપેઇ સરકારમાં તેઓ કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચુક્યા છે, તેમના પુત્ર અતુલ પટેલ
પણ કલોલથી ધારાસભ્ય રહી ચુક્યા છે,આમ ભાજપની ભાષાં કહીએ તો આવા નેતાઓને કમલ પુષ્પની ઉપાધી અપાઇ,, અને આવા નેતાઓ દેશભરમાં અલગ યાદી બનાવાઇ છે, અને તેમનો સંપર્ક કરવામાં આવે,,અને સરકારની કામગીરીની
માહિતી પણ આપવામાં છે તેમના પણ મંતવ્યો લેવામા આવે છે, અને તેમના ઘરે જઇને સન્માન પણ કરાય છે, તેવામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલે પણ ગુજરાત આવીને એ કે પટેલના પરિવારને મળીને શુભેચ્છા મુલાકાત લીધી હતી,
તેઓએ ડો એ કે પટેલ સાથે આરોગ્ય અને શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી, સાથે તેમના પરિવારજનો સાથે ભોજન પણ લીધુ હતું
તો બીજી તરફ બે દિવસ માટે કેન્દ્રિય પ્રધાન અમિત ભાઇ શાહ પણ ગુજરાતની મુલાકાતે હતા, આ દરમિયાન તેઓએ પણ ગુજરાતની મુલાકાત લીધી,વિવિધ વિકાસ પ્રકલ્પોનો ઉદ્ઘાટન કર્યો,, અને ભારતિય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના નિવાસ સ્થાને
જઇને આવા પરિવારોનો મુલાકાત કરી હતી,ઉલ્લેખનિય છે કે ભાજપે ખાસ કરીને વિવિધ યોજનાઓ હેઠળ સિનિયર અને સન્નિષ્ઠ કાર્યકર્તાઓની સ્થિતિ જાણવા માટે તેમનુ સ્ટેટસ વિસ્તારમા્ વધારવા માટે યોજનાઓ બનાવી છે,,જેમાં સ્થાનિક નેતાઓથી
માંડીને કેન્દ્રિય નેતાઓ આવા પરિવારોની મુલાકાત લઇને જુસ્સો વધારી રહ્યા છે,, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે સૂચના આપી રહ્યા છે,