અમદાવાદ

ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોના ચૂટણી પ્રવાસની શુ છે ફળશ્રુતિ – હાર્દીક પટેલને શુ કહ્યુ કાર્યકરોએ

Published

on

ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોના ચૂટણી પ્રવાસની શુ છે ફળશ્રુતિ – હાર્દીક પટેલને લઇને શુ કહ્યુ કાર્યકરોએ

બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !

ભારતિય જનતા પાર્ટીએ અઠવાડિયા દરમિયાન ધારાસભ્યો અને નેતાઓને 182 વિધાનસભા બેઠકોના પ્રવાસની જવાબદારી સોપી હતી,જેનો રિપોર્ટ આ નેતાઓએ હાઇકમાન્ડને સોપી દીધો છે,
સુત્રોની માનીએ તો આ રિપોર્ટ ઉત્સાહજનક નથી, કારણ કે ભાજપે આ પ્રવાસના માધ્યમથી રાજનીતિક ચૂંટણી સર્વે કરાવ્યો હતો,જેમાં કયા પ્રકારની ખામીઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છે, તે સિવાય
સી કેટેગરીની બેઠકોમાં કયા પ્રકારની મુશ્કેલી છે,,તેને લઇને પણ રિપોર્ટ તૈયાર કરાયો છે,તો કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીની અસર વિધાનસભામાં કેવી છે તેનુ પણ વિસ્તારથી આ રિપોર્ટમા ચર્ચા કરાઇ છે,,

નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજ્યમાં ભાજપ સિવાય પણ અન્ય પક્ષો તન તોડ મહેનત કરી રહી છે,, પોતાની સ્થિતિ મુજબ રણનિતિ બનાવી રહી છે,,ત્યારે ભાજપે પોતાના પ્રધાનો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓને
182 સીટો ઉપર પ્રવાસ કરવાની જવાબદારી સોપી હતી, ખાસ કરીને જે બેઠકો અત્યારે ભારતિય જનતા પાર્ટી પાસે નથી,ત્યાના સમિકરણો કેવી રીતે બદલી શકાય અથવા તે બેઠક ભાજપ કઈ રીતે જીતી શકે તેને લઇને
ખાસ રિપોર્ટ તૈયાર કરવાનું હતુ, ખાસ કરીને આદિવાસી વિસ્તારો,, મુસ્લિમ અને શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસુચિત જાતિ બહુલ વિસ્તારોમાં કઇ રીતે ભાજપ જીતી શકે,, તે સિવાય જે વિસ્તારોમાં ભાજપની સ્થિતિ સારી નથી,સાથે તેવા બુથો જેમાં
ભારતિય જનતા પાર્ટીને મત પણ નથી મળતા, અથવા મળે છે તો ખુબ ઓછા મળે છે તેવા બુથોને ભાજપની તરફેણમાં કઇ રીતે કરી શકાય, તે સિવાય સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓની નારાજગી કયા કારણોથી છે,
વિધાનસભામાં પક્ષના સંગઠનમાં કઇ રીતે જુથબંધી,, ભાજપના ધારાસભ્યોની કામગીરી કેવી છે, તેને લઇને સ્થાનિક કાર્યકર્તાઓમાં કેવી લાગણી છે, મોધવારી, સ્કુલ ફીમાં વધારો, બેરોજગારી, સ્થાનિક કક્ષાઓ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્થાનિક અને રાષ્ટ્રિયમુદ્દાઓને લઇને પણ મતદારોમાં કેવી લાગણી છે, સરકારની યોજનાઓ અગે શુ સ્થિતિ છે, આવી તમામ બાબતોને લઇને રિપોર્ટ તૈયાર કરવાયા છે,

ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ


ભાજપના આંતરિક સુત્રોની માનીએ તો 150થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યુ છે,ત્યારે ભાજપના મંત્રીઓ ધારાસભ્યોએ જુદી જુદી બેઠકોમાં જઇને રુબરુ સમિક્ષા કરી હતી, મતદારોથી માંડી કાર્યકરો સાથે મુલાકાત કરીને બેઠક પ્રમાણે આંતરિક જુથવાદ અને અસંતોષની સ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો છે,ગુજરાતમાં સામાજીક ઉપરાંત જાતિગત સમિકરણ સહિત રાજકીય સ્થિતિનો ચિતાર મેળવીને 182 બેઠકોનો રિપોર્ટ પ્રદેશ હાઇકમાન્ડને સોપી દેવાયો છે,
કહેવાય છે કે રિપોર્ટ ઉત્સાહ જનક નથી, કારણ કે અનેક વિધાનસભા બેઠકોમાં તો કાર્યકર્તાઓ સ્થાનિક ધારાસભ્યોને બદલવાની માંગ કરી છે,,તો સરકારી કામોને લઇને ધારાસભ્યો સાંભળતા ન હોવાની વ્યાપક ફરિયાદો મળી છે,
ઘણી જગ્યાએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ કરતા વધુ આક્રમક છે,, તો કેટલીક જગ્યાએ ધારાસભ્યોની નબળી કામગીરીથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે,કેટલાકે તો મોંધવારી ઓછી કરવાની વાત પણ પ્રધાનોને કહી છે
ઘણી જગ્યાએ મહિલા કાર્યકરોએ પણ સ્કૂલોની ફી વધારાને લઇને સરકારે નિશ્ચિત નિયમ બનાવવાની વાત કહી છે,બેરોજગારીના પ્રશ્ને પણ યુવાનો નારાજ હોવાનો રિપોર્ટ થયો છે, તો ઘણી જગ્યાએ હાર્દીક પટેલને ભાજપમાં લેવાની ક્યાં જરુર હતી
તેવા સવાલો પણ કાર્યકરોએ પ્રધાનોને પુછ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાની ફરિયાદ પણ સ્થાનિક કાર્યકરોએ નેતાઓને કરી છે, આદિવાસી વિસ્તારોમાં નારાજગી જોવા મળી છે,,

Advertisement

આમ ભાજપેના આતંરિક સર્વેમાં કાર્યકરોની નારાજગી, મોધવારી, હાર્દીક પટેલનો ભાજપમાં પ્રવેશ, સ્થાનિક જુથબંધી,સ્થાનિક ધારાસભ્યોની નિષ્ક્રિયતા અને આમ આદમી પાર્ટીની વધુ સક્રિયતા જેવી બાબતો સામે આવી છે,આમ હવે હાઇકમાન્ડ
આ રિપોર્ટ ઉપર પોતાની આગામી રણનિતિ બનાવશે, જેમાં રોડ શો, કાર્યકર્તાઓની નારાજગી દુર કરવા માટે પગલા લેશે,, તો હાલના ધારાસભ્યોની જગ્યાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન અન્ય ઉમેદવારોને સ્થાન આપવી જેવા પગલા લેશે,,તેમ તો હાલ લાગી રહ્યુ છે,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version