અમદાવાદ
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !
નડિયાદ વિધાનસભા બેઠકનુ શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર
ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ
ગુજરાતમાં ચૂંટણીને લઇને તૈયારીઓ છે,,ત્યારે નેતાઓ હવે ટિકીટ મળે તે માટે દાવેદારો નોધાવી રહ્યા છે,,ત્યારે વાત સરદાર વલ્લભભાઇ પટેલના મોસાળ એટલે કે નડિયાદની કરીએ તો
આ બેઠક પાટીદારોનો ગઢ રહ્યો છે, અહી 1962થી લઇને 2017 સુધી પાટીદાર ઉમેદવાર જ ચૂટણી જીતતા રહ્યા, પક્ષ કોઇ પણ હોય ઉમેદવાર પાટીદાર જ જીતતા રહ્યા છે,,
નડિયાદ બેઠકના ઇતિહાસની વાત કરીએ
વર્ષ 1962માં સ્વતંત્ર પક્ષના મનમોહન દેસાઇએ કોંગ્રેસના ચૂની ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1967માં કોંગ્રેસના બાબુ ભાઇ જશભાઇ પટેલે સ્વતંત્ર પક્ષના મનમોહન દેસાઇને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના બાબુ ભાઇ દેસાઇએ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના બાબુ ભાઇ જશભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1975માં કોંગ્રેસના દિનશા પટેલ વિજય થયા
વર્ષ 1980માં જનતા પાર્ટીના દિનશા પટલે કોંગ્રેસ પટેલ હસમુખ ભાઇને હરાવ્યા
વર્ષ 1985માં જનતા પાર્ટીના દિનશા પટેલને કોંગ્રેસના મધુ ભાઇ દેસાઇને હરાવ્યો
વર્ષ 1990માં જનતા દળના દિનશા પેટલે કોંગ્રેસના કિર્તી દેસાઇને હરાવ્યા
વર્ષ 1995માં કોંગ્રેસે દિનશા પટેલે ભાજપના મહેસ પટેલને હરાવ્યા
વર્ષ 1996ના પેટા ચૂટણીમાં કોંગ્રેસના ધિરેન દેસાઇએ ભાજપના દુર્ગાબેન જેસ્વાણીને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના પંકજ દેસાઇએ કોગ્રેસના ધિરેન દેસાઇને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના પંકજ દેસાઇએ કોંગ્રેસના દિનશા પટેલને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના પંકજ દેસાઇએ કોંગ્રેસના સુરેન્દ્ર દેસાઇને હરાવ્યા
વર્ષ 2012માં ભાજપના પંકજ દેસાઇએ કોંગ્રેસના જીતેન્દ્ર પટેલને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના પંકજ દેસાઇએ કોંગ્રેસ જીતેન્દ્ર પટેલને હરાવ્યા,,
નડિયાદનો ઐતિહાસિક ફેક્ટ
નડિયાદ વિધાનસભા બેઠકથી બાબુભાઇ જશભાઇ પટેલ પણ ચૂટણી લડ્યા હતા, તેઓ પાછળથી ગુજરાતના મુખ્ય પ્રધાન પણ બની ચૂક્યા હતા,
દિનશા પટેલનો રેકોર્ડ વર્ષ 1972થી 1982 સુધી તેઓ નડિયાદ નગર પાલિકાના સભ્ય રહ્યા,તેઓ વર્ષ 1975થી 1996 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા,,તેઓ માર્ગ મકાન મંત્રી અને સંસદીય બાબતોના પ્રધાન રહ્યા
તે વર્ષ 1996માં ખેડા લોકસભા બેઠક પરથી ચુંટાયા હતા,વર્ષ 1998માં તેઓ ફરી લોકસભા જીત્યા,,વર્ષ 1999માં પણ જીત્યા હતા, , વર્ષ 2004માં પણ તેઓ લોકસભા સીટ જીત્યા,,આ દરમિયાન તેઓ કેન્દ્રમાં રાજ્યકક્ષા મંત્રી રહ્યા હતા,
2009માં પણ તેઓ લોકસભા જીત્યા હતા, તેઓ ચાલુ સાંસદ હોવા છતાં ગોધરાકાંડ બાદ યોજાયેલા ગુજરાત વિધાનસભાની 2002 ચૂટણી લડ્યા,,જો કે તેમના એક સમયે કહેવાતા માનસ પુત્ર પંકજ દેસાઇ સામે તેઓ હારી ગયા હતા,
નડિયાદમાં એક સમયે પંકજ દેસાઇ, ચિતરંજન બ્રહ્મભટ્ટ અને ધિરેન દેસાઇ દિનશા પેટલના ત્રિપુટી તરીકે ઓળખાતા હતા, જો કે વર્ષ 1996માં દિનશા પટેલ ખેડા લોકસભા બેઠક પરથી વિજેતા બન્યા બાદ નડિયાદની રાજનીતિમાં ઘરખમ ફેરફાર
આવ્યો, ત્યારે નડિયાદ વિધાનસભા બેઠક પરથી દિનશા પટેલે રાજીનામુ આપ્યુ, અને પેટાચુટણીમાં પોતાના અનુગામી તરીકે તેઓએ ધિરેન દેસાઇની પસંદગી કરી,,જેની સાથે તેમની ત્રિપુટી તુટી ગઇ,, પંકજ દેસાઇએ ભાજપનો માર્ગ પકડ્યો,જ્યારે
ચિતરંજન બ્ર્હ્મભટ્ટ શંકર સિહ વાધેલાની પાર્ટી રાષ્ટ્રિય જનતા પાર્ટીમાં સામેલ થયા,, અને ચૂટણી લડ્યા, તે સમયે નડિયાદ બેઠક પરથી ધિરેન દેસાઇ વિજેતા બન્યા,
રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના દાવેદારો
પંકજ ભાઇ દેસાઇ,,ધારાસભ્ય
અપુર્વ ભાઇ પટેલ-એપીએમસી ચેરમેન
વિપુલ પટેલ- જિલ્લા ભાજપ પ્રમુખ
રાજન દેસાઇ- ઉપાધ્યક્ષ-જિલ્લા ભાજપ
જાહ્નવી બેન વ્યાસ- પ્રદેશ મંત્રી-
મનિષ દેસાઇ, પુર્વ કારોબારી ચેરમેન નગરપાલિકા,,
સંજય દેસાઇ, નગર પાલિકા પુર્વ પ્રમુખ
દેવાંગ પટેલ, ઇફ્કોવાલા,, વ્યવસાયી
જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો
હાર્દીક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ
જીતેન્દ્ર પટેલ (આઝાદ) છેલ્લા બે ટર્મથી હારેલા ઉમેદવાર
આમ તો ભાજપમાં નડિયાદ વિધાનસભા બેઠક માટે અનેક દાવેદારો છે, જોકે વર્ષ 1998થી ચૂંટાતા પંકજ દેસાઇ ભાજપમા ઉમેદવાર તરીકે ફાઇનલ માનવામાં આવે છે, તેઓ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીક માનવામાં
આવે છે, તેઓ હાલ ગુજરાત વિધાનસભાં મુખ્ય દંડક તરીકે ફરજ બજાવે છે, મહત્વની વાત એ છેકે મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત સમગ્ર મંત્રી મંડળને ઘર ભેગુ કરી દેવામાં આવ્યુ, ત્યારે તેમને ખાસ કિસ્સામાં મુખ્ય દંડક તરીકે ચાલુ રાખવામા આવ્યા છે
એ જ બતાવે છે કે તેમનુ ગુજરાત ભાજપમાં તેમનુ મહત્વ દર્શાવે છે,જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો પાચ ટર્મથી ચુંટાતા પંકજ દેસાઇ કોગ્રેસને મજબુત ઉમેદવાર મળતો નથી, જેથી કોંગ્રેસમાં દાવેદારોનો પ્રમાણ ઓછુ છે,
વિશ્વની એક એવી યુનિવર્સિટી જ્યાં નાનાં બાળકોને અપાય છે પ્રવેશ