ઇન્ડિયા

શુ છે love અને lust વચ્ચે અંતર, જાણો નિષ્ણાંતો શુ કહે છે

Published

on

શુ છે love અને lust વચ્ચે અંતર, જાણો નિષ્ણાંતો શુ કહે છે

આજના યુવાનોની સહન શક્તિ ઘટી હોય એ સીધું પ્રતિત થાય છે. પ્રેમમાં એક ન થઇ શકવાને કારણે નાની ઉંમરમાં થતી આત્મહત્યા એ ચોંકાવી દેનાર બાબત છે. એ ઉંમર જ્યાં આવેગિક, શારીરિક ફેરફારો થતા હોય તેને પ્રેમ સમજી જાતને તેમાં જ ઓતપ્રોત કરવાની ઘટનાઓ હવે જાણે સામાન્ય થઈ ગઈ છે. તાજેતરમાં પ્રેમમાં મળેલ દગા ને લીધે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોય એવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તરુણાવસ્થા અને કિશોરાવસ્થામાં કે જે હજુ ખુદની જાતને સમજવાની ઉંમર છે ત્યાં તેઓ પ્રેમ કરી જીવનને બરબાદ કરવા તરફ વળે છે. તો ખાસ કિશોરો અને તરુણએ સમજવું ખૂબ જરૂરી છે પ્રેમ અને આકર્ષણ વચ્ચે બહુ મોટો તફાવત છે. આ ઉંમરે થતા હોર્મોનલ પરિવર્તન ને કારણે વિરોધી જાતિ પ્રત્યે આકર્ષણ થવું સ્વાભાવિક છે પણ એ આકર્ષણ ને પ્રેમ માની બધું લૂંટાવી દેવામાં મૂર્ખામી જ છતી થાય છે.

પ્રેમ અને વાસના વચ્ચે તફાવત દર્શવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા બંસી અને ડો.ધારા આર.દોશી દ્વારા કરવામાં આવ્યો જે ક્યાંક તરુનો અને કિશોરોને પોતાની જાતને સમજવા ઉપયોગી થઈ પડશે.

પ્રેમ અને આકર્ષણ
આજના આ હરિફાઈના અને દોડધામના યુગમાં સતત બીજાથી આગળ નીકળી જવાની હોડમાં આપણે આ ‘પ્રેમ’ ને સમજ્યા જ નથી. લાભ અને શોષણ અથવા ફોસલાવી પટાવીને બીજા પાત્ર પાસે પોતાનું કામ કઢાવવું આવો પ્રેમ ઊભો થઈ રહ્યો છે. છોકરાં છોકરીઓ ૪-૫ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ રાખે અને દરેકને કહે હું તને ચાહું છું… અને પછી એમનું ભવિષ્ય જૂઓ. આ સમજ ખોટી છે. જ્યારે માત્ર શારીરિક આકર્ષણ અથવા વૈભવ જોઈને કોઈને ચાહો ત્યારે અંત પણ ખરાબ જ હોવાનો કારણકે અહીં પાયામાં સ્વાર્થ રહેલો છે. ટકે છે માત્ર નિસ્વાર્થ પ્રેમ.
વાસનાના અને આકર્ષણના લક્ષણો:

#વિજાતિય વ્યક્તિ સાથે માત્ર ઉત્કટ સેક્સમાં જ રસ ધરાવે છો અને તેથી વધુ કંઇ જોઈતું નથી.
# સાથી સાથે કોઈ વાસ્તવિક લાગણીઓ, વાતો શેર કરવામાં રસ જ નથી.
# સતત ખોટું બોલી માત્ર જાતિય વાસનાઓ સંતોષવી
# પ્રેમતો ગમે ત્યારે ગમે એની સાથે થઈ જાય એમ કહી પોતાના આવેગો વ્યક્ત કરવા
# વાતચીત ત્રાસજનક લાગવી
# લગ્ન વગર જાતિય સંબધો સ્થાપવા
# પોતાની જરૂરિયાત હોવા મુજબ વારંવાર કોઈ વિજાતિય પાત્ર શોધવું
# પોતાની કમ્ફર્ટ સ્થિતિમાંથી બહાર ન નીકળવું
# જુઠ પકડાઈ ગયા પછી પણ વર્તનમાં પરિવર્તન ન આવવું
# સતત કોઈ વિજાતિય પાત્રના સંપર્કમાં રહેવું અને તેની સાથે ઉત્તેજક અને જાતિય વાતો કરી ફોસલાવવના પ્રયત્નો કરવા
# તારા વગર નહિ રહી શકું એવું ઘણા લોકોને કહી પોતાની જાળમાં ફસાવવા
# પહેલી નજરનો પ્રેમ સમજી સંપૂર્ણ શરીર સોંપી દેવાની ઘેલછા.
# સબંધોનું દરેક પાસું જાતીય સંબધો તરફ જ વળેલું જોવા મળતું હોય
# લસ્ટમાં માત્ર શારીરિક જરૂરિયાતો અગત્યની જોવા મળે છે. બેડરૂમ સુધીનો આ સંબધ હોય છે. શારીરિક સુંદરતા તરફ વધુ આકર્ષણ જોવા મળે છે
# વ્યક્તિ પોતાની જાતને પરફેક્ટ અને ખૂબ લાગણીશીલ બતાવવના પ્રયત્નો કરે છે
# ઢોંગી વર્તન જોવા મળે છે

Advertisement

પ્રેમનો અનુભવ કરનાર કિશોરો અને તરુનોએ સમજવું જરૂરી:

આ બધી બાબતો આકર્ષણ માં રહેલ હોય છે. પ્રેમ એ આ બધાથી ઉપર હોય છે. કિશોરાવસ્થામાં અને તરુણાવસ્થા માં થતું જાતીય આકર્ષણ પ્રેમ નથી માત્ર એક તરવરાટ છે જે મન અને શરીરમાં અનુભવાય છે. આ એ ઉંમર છે જ્યાં તમારે તમારી જાતને ઓળખવાની છે. તમારી જાતને સમજવાની છે નહીં કે પ્રેમમાં પડવાની. દરેક ગાડી બંગલા ધરાવનાર પ્રેમી કે પ્રેમિકા ન હોય. પિક્ચરમાં જોવા મળતો પ્રેમ એ માત્ર કલ્પના છે. વાસ્તવિકતા કઈક અલગ છે.પ્રેમમાં સમર્પણ હોય માત્ર શરીરનું નહિ તેમાં ઘણી બાબતો સમજવી જરૂરી છે. હકીકતમાં, આજનો પ્રેમ સાચો પ્રેમ ઓછો વાસના અથવા વાસનાનો વધારે છે, અને આ પ્રકારનો સંબંધ એક હેતુ પૂરો થયા પછી સમાપ્ત થાય છે. વાસના પર બનેલો સંબંધ તણખા જેવો હોય છે, જે નાનો લાગે છે અને આગ લાગ્યા પછી તરત જ બુઝાઈ જાય છે. બીજી બાજુ પ્રેમ એકબીજાને સ્પર્શ કર્યા વગર લાંબા સમય સુધી ચાલે છે.વાસના અસ્થાયી છે જ્યારે પ્રેમ વધુ કાયમી અને સ્થિર છે. તમારી શારીરિક જરૂરિયાતો ને પ્રેમ સમજવાની ભૂલ ન કરો. કેરિયર બનાવવાની ઉંમરમાં જીવન પૂરું ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version