અમદાવાદ
લધુમતી મતો તોડવા બીજેપીનુ શુ છે પ્લાન બી ! કારોબારીમાં રહી ચર્ચા કે કોની ટીકીટ કપાશે !
અમદાવાદની 16 વિધાનસભા સીટો જીતવા શુ છે બીજેપીનું પ્લાન બી ! કારોબારીમાં રહી ચર્ચા કે કોની ટીકીટ કપાશે !
અમદાવાદ શહેર ભારતિય જનતા પાર્ટીની કારોબારી યોજાઇ,,કારોબારીમાં અમદાવાદની 16 સીટ જીતવા માટેની રણનિતિ ઉપર ચર્ચા થઇ, 2022ના વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે માઇક્રો પ્લાનિંગ કર્યુ છે,
ભાજપ આ વખતે શહેરની મુસ્લિમ બહુલ વિસ્તારમાં લધુમતી અને એસ સી વોટ બેંકમાં ભાગલા પડાવવા માટે રણનિતિ બનાવી છે, સુત્રોની માનીએ તો આના માટે તેઓ ઔવૈસીની પાર્ટી અને કેજરીવાલની પાર્ટીનો ઉપયોગ કરી શકે છે
એટલે કે એકથી વધુ અપક્ષ ઉમેદવારો અથવા અન્ય પક્ષના ઉમેદવારો ઉભા રાખીને ભાજપ જીતનો રસ્તો કાઢવાનો પ્લાન ઉપર કામ કરી રહી છે,
ભાજપની શહેર કારોબારીમાં શહેરની તમામ સીટો જીતવા માટે એક સુરમાં નારા લગાવાયા,, પણ ભારતિય જનતા પાર્ટીને ખબર છે કે જો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક જીત હાસલ કરવુ હશે તો મહાનગરોની તમામ વિધાનસભા સીટો જીતવી પડશે, જેમાં અમદાવાદ જેવા મહાનગરમાં કોંગ્રેસ પાસે ચાર સીટ છે, જેને 2022માં કોઇ પણ રીતે હાસલ કરવા માટે ભાજપ કામ કરી રહ્યુ છે, જેના માટે પક્ષે બે અલગ અલગ પ્લાન બનાવ્યા છે, પ્લાન એ પ્રમાણે માઇનસ બુથોને પ્લસ કરવાની કામગિરી કરાશે,યોગ્ય પ્રચારની રણનિતી,આઇટી સેલના માધ્યમથી માહોલ બનાવવાની રણનિતી, યુવાનોને મહત્તમજોડીને પોતાના પક્ષમાં માહોલ બનાવાશે, જ્યારે ચાર સીટો એવી છે જ્યાં 2017માં ભાજપને નુકશાન વેઠવુ પડ્યુ હતું, બાપુનગર, દાણીલિમડા, જમાલપુર ખાડીયા અને દરિયાપુર જેવા વિધાનસભા બેઠકોને જીતવા માટે પ્લાન એ ની સાથે પ્લાન બી ઉપર કામ કરવુ પડશે, કારણ કે અન્ય સીટો ઉપર તો વડા પ્રધાન નરેન્દ્રમોદીના નામ ઉપર ભાજપ જીતી શકે છે, પણ ચાર સીટો ઉપર
કોંગ્રેસના ધારાસભ્યોની કામગીરી સાથે લધુમતી અને એસસી મતદારોનો ગઠજોડ એવો છે કે અહી ભાજપને જીત હાંસલ કરવામાં ખુબ મુશ્કેલી પડી શકે છે,
ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ
ખાસ કરીને ચારેય વિધાનસભા બેઠકો પૈકી બાપુનગરને બાદ કરતા ત્રણ વિધાનસભા બેઠકોમાં નેગેટીવ બુથોને પ્લસ કરી શકાય તેવી સ્થિતિ નથી,સાથે અહી ભાજપના પ્રચાર અભિયાનની કોઇ ખાસ અસર થતી નથી, જેથી ભાજપ આ વિસ્તારોમાં
બ્લાન બી અમલ કરશે, જેમાં દરિયાપુર,દણીલિમડા,અને જમાલપુર ખાડીયા સીટ ઉપર ભાજપ અનેક લધુમતી અને એસ સી ઉમેદવારોને અપક્ષ તરીકે ઉતારી શકે છે તે સિવાય AIMIM અને AAPના ઉમેદવારોને પણ મદદ કરીને મતોમાં વિભાજન
પાડીને ભાજપ તરફી લાભ લઇ શકે છે,
ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !
અમદાવાદમાં કેટલાની કપાશે ટીકીટ
ભાજપ પાસે અમદાવાદ શહેરમાં હાલ 16 પૈકી 12 બેઠકો છે, જેમાં ઘાટલોડિયા, વેજલપુર.વટવા એલિસબ્રિજ, નારાણપુરા નિકોલ નરોડા, ઠક્કર બાપાનગર, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી અને અસારવા બેઠક પર ભાજપનો કબ્જો છે,
ત્યારે વેજલપુર, એલિસબ્રિજ, નારાણપુરા, નરોડા, મણિનગર અને ઠક્કર બાપાનગર જેવા સીટો ઉપરથી ઉમેદેવારોના ટીકીટ ભાજપ નો રિપીટ થિયરી હેઠળ કાપી શકે છે, ત્યારે કારોબારીમાં કાર્યકર્તાઓમાં ચર્ચા પણ રહી કે નવા ઉમેદવારો
પૈકી કેટલા નવા ઉમેવદારોની ભાજપ ટીકીટ કાપે છે,,અને કેટલા નવાને ટીકીટ મળે છે, આમ કારોબારીમાં અનેક દાવેદારો અંગે પણ કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઇ ગયો છે,