ગાંધીનગર
શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !
ભાજપનુ ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી વહેલી યોજાવવા ની શક્યતાઓ વચ્ચે બીજેપી ગુજરાત નો ગઢ જાળવી રાખવા માટે રણનીતિ બનાવી દીધી છે..
જેના ભાગ રૂપે કોંગ્રેસ ના મજબૂત ગણાતા ધારાસભ્યો ,સિનિયર આગેવાનો ,કાર્યકરો ને બીજેપી માં જોડવા માટે નો ટાસ્ક સિનિયર નેતાઓ ને જવાબદારી સોંપી દેવાઈ છે.
વાત કરીએ સાબરકાંઠા અને અરવ્લીમાં ચાલતા ભાજપના રાજકિય અરવલ્લી !
સ્વં,ડો,જોષિયારાનુ ભીલોડામાં અજેય પ્રભુત્વ
file photo anil joshiyara
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ હવે 182 સીટો જીતવા માટે ખાસ ઓપરેશનો કરી રહ્યા છે, જેમાં રાજ્યના તમામ એવા જિલ્લાના વિધાનસભા સીટો કે જ્યાં કોગ્રેસનો પ્રભાવ છે
ત્યાના આગેવાનોને ભાજપમાં કઇ રીતે જોડી શકાય તેના માટે શામ દામ દંડ ભેદની નિતિ અપનાવાઇ રહી છે
ત્યારે વાત કરીએ ઓપરેશન સાબરકાંઠા અરવલ્લીની,, જ્યારે ભાજપે કોગ્રેસના સિનિયર ધારાસભ્યો અને આગેવાનોનો સંપર્ક શરુ કરી દીધો છે,,
જેમાં સૌથી પહેલા કોગ્રેસના ભિલોડાના સ્વ, ડો અનિલ જોષિયારાના પરિવારથી કરાઇ છે,
જેમાં ભિલોડા ના ધારાસભ્ય ડો અનિલ જોષીયારા નું કોરોના ની સારવાર દરમ્યાન અવસાન થયું હતું જેની સારવાર નો ખર્ચ રાજય સરકાર દ્વારા ઉઠાવવા માં આવ્યો હતો .. સમાન્ય રીતે ધારાસભ્ય પહેલા સારવારનો ખર્ચ કરવાનો હોય છે,
પછી રિએમ્બેસમેન્ટ કરવામાં આવે છે,, સારવાનો ખર્ચ વધુ હોવાથી સરકારે માનવીય અભિગમ દાખવીને તમામ ખર્ચ ઉપાડી લીધો હતો,
રાજય ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય
સહીત બીજેપી ના સિનિયર નેતાઓ અંતિમ વિધિ માં ઉપસ્થિત રહી ને જોષીયારા ના પરિવારજનો ને દુઃખ માં સધિયારો પણ આપ્યો હતો..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ડો.અનિલ જોષીયારા જીવતા હતા ત્યાં સુધી અનેક વખત તેમને બીજેપીએ અનેક વખત કમલમ પેકેજ ઓફર કરી હતી જોકે તેઓ કોંગ્રેસ પક્ષ ના સિદ્ધાંતો ને વળગી રહી કોંગ્રેસ માં રહ્યા હતા
હવે બીજેપી એ તેમના પુત્ર કેવલ જોષીયારા પર ફોકસ કર્યું છે તેમના પુત્ર ને ભિલોડા વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડાવવા માટે ની ઓફર કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે ..જોકે કોંગ્રેસ પણ
અનિલ જોષીયારા ના પરિવાર ને અળગો થવા દેવા માંગતો નથી ત્યારે ડો.અનિલ જોષીયારા ના પરિવારે નક્કી કરવા નું છે કે કોંગ્રેસ સાથે રહેવું કે પછી બીજેપી ની ઓફર સ્વીકારવી
મહત્વ ની બાબત તો એ છે ભિલોડા વિધાનસભા બેઠક પર વર્ષ 1995 માં બીજેપી ના ઉમેદવાર તરીકે ડો અનિલ જોષીયારા પ્રથમ વખત ચૂંટાયા હતા જોકે તેમના રાજકીય ગુરુ શંકરસિંહ વાઘેલા એ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ
ની સરકાર ને ઉથલાવવા માટે ની યોજના ઘડી કાઢી હતી જેમાં તેમના માટે રાજકીય ગુરુ ને સાથ આપવા કોઈ વિકલ્પ ન હતો .એ વાત તેમણે વર્ષ 2017 માં અહેમદ પટેલ માટે યોજાયેલ રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન સ્વીકારી
હતી,તે સમય દરમિયાન જ્યારે અમે ગાંધીનગરમાં તેમને પુછ્યુ કે તેઓ પોતાના રાજકિયા ગુરુ શંકર સિહ વાધેલા સાથે જવાના છે કે કેમ તો
તેમણે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે અત્યારે ભલે શંકરસિંહ વાઘેલા ને કોંગ્રેસ છોડી ને જવું હોય તો જાય .તેઓ કોંગ્રેસ માં જ રહેશે. તેઓ રાજ્યસભા ની ચૂંટણીમાં અહેમદ પટેલ ની સાથે રહી કોંગ્રેસ ને વફાદાર રહ્યા હતા
.તેઓ તેમની જીવનની અંતિમ ઘડી સુધી કોંગ્રેસ માં રહ્યા
ત્યારે હવે જોવાનું છે કે જોષીયારા ના પુત્ર કોંગ્રેસ ની સાથે રહેશે કે પછી બીજેપી સાથે જશે,
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
ભાજપ માટે જોષિયારાનુ પરિવાર કેમ જરુરી !
ડો,અનિલ જોષિયારાના મૃત્યુ પછી તેમના વિસ્તારમાં તેમના પરિવાર માટે સહાનુભુતિનો માહોલ છે, ત્યારે સરકાર તેમના માટે એક રસ્તાનુ ડો, અનિલ જોષિયારા માર્ગ અને તેમની પ્રતિમા મુકવા માટે વિચારણા કરી રહી છે
સાથે સાથે તેમના પુત્રને વિધાનસભાના ટિકીટ માટે પણ ઓફર કરાઇ છે, ત્યારે તમને જણાવીએ કે ચૂટણીની દૃષ્ટિએ આ સીટ ભાજપ માટે હમેશા કપરી રહી છે,
1962થી 1995 સુધી ભીલોડા સીટ ઉપર બ્રહ્મ સમાજનુ પ્રભુત્વ રહ્યુ છે,
1985 અને 1990માં કોગ્રેસ તરફથી ગુજરાતી ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ચૂંટણી જીત્યા હતા
વર્ષ 1995માં ડો અનિલ જોષિયારા ભાજપમાં થી ચૂંટણી લડ્યા,,અને કોગ્રેસના ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદીને હરાવ્યા હતા,
1998માં ઉપેન્દ્ર ત્રિવેદી અપક્ષ તરીકે ચૂટણી લડ્યા અને વિજેતા થયા,
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર હોવા છતાં ડો,જોષિયારા ભીલોડા સીટ ઉપરથી કોગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા
ત્યાર પછી તેઓ 2007, 2012 અને 2017 સુધી જીવન પર્યંત આ સીટ જાળવી રાખી, અને
ભાજપને આ સીટ ઉપર સફળતા ન મળી,,
બીજેપી વર્ષ 1995 બાદ ભિલોડા બેઠક પર ચૂંટણી જીતી શકી નથી ગઈ વખતે બીજેપી એ આઈ પી એસ અધિકારી પી સી બરંડા ને ઉમેદવાર તરીકે
અજમાવી જોયા જોકે તેઓ ફેઈલ થઇ ગયા
ટાર્ગેટ અશ્વિન કોટવાલ ! ખેડબ્રહ્મા સીટ
file photo અશ્વિન કોટવાલ
વર્ષ 1990માં ખેડબ્રહ્મા બેઠક પરથી રાજ્ય સભા સાંસદ રમીલા બેન બારાના પિતા બેચરભાઇ બારાને
ભાજપે ટિકીટ આપી હતી, રામ મંદિરની લહેર વચ્ચે તેઓએ કોગ્રેસના ઉમેદવાર જગદિશ ડામોને હરાવીને વિધાનસભા પહોચ્યા હતા,
વર્ષ 1995માં ગુજરાતના કોગ્રેસના નેતા અને પુર્વ મુખ્ય પ્રધાન અમર સિહ ચૌધરીએ ભાજપના બેચરભાઇ બારાને હરાવ્યા હતા,,
ત્યાર બાદ 1998માં અમરસિહે ભાજપના વસ્તાભાઇ ગામિતીને હરાવ્યા હતા,
ત્યારે બાદ 2002માં અમર સિહ ચૌધરીને હરાવવા માટે પરિવારવાદમાં ન માનતી ભાજપાએ બેચરભાઇ બારાની દિકરી રમીલા બેન બારાને ટિકીટ આપી, પણ તેઓ હારી ગયા
પણ બીજેપી સત્તામા આવી, અને અમર સિહ ચૌધરી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા,
તેમનુ 2004માં માંદગીથી મૃત્યુ થયુ હતુ,
તેમની ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી થતાત્રી રમીલા બેન બારાને ટિકીટ આપી અને તેઓએ
કોગ્રેસના વૈશાલી બેન ગામિતીને હરાવ્યા હતા,
વર્ષ 2007માં કોગ્રેસ અદિવાસી યુવા નેતા અશ્વિન કોટવાલે ખેડ બ્રહ્મા બેઠક પરથી ભાજપના રમીલા બેન બારાને હરાવી દીધા,,
2012માં અશ્વિન કોટવાલે ભાજપના ભોજા ભાઇ મકવાણાને હરાવ્યા હતા,,
જ્યારે 2017માં ભાજપે આ સીટ કબ્જે કરવા માટે ફરી વાર બેચરભાઇ બારાના પરિવારના આશરે ગયુ,, અને રમિલા બેન બારાને ટિકીટ આપી,,
જોકે અશ્વિન કોટવાલની નેતાગિરી ભાજપનુ પરિવારવાદ ન ચાલ્યુ, બારા હારી ગયા,,
છતાં ભાજપે બેચર ભાઇ બારાના પરિવારનુ સન્માન કર્યુ,,અને રમિલા બેનને રાજ્ય સભાના મેમ્બર બનાવીને દિલ્હી મોકલ્યા,,
કારણ હતુ કે આદિવાસી નેતાઓને ડેવલપ કરીને ભાજપ આદિવાસી વિસ્તારોમાં પોતાની રાજકીય પકડ મજબુત કરી શકે જોકે રમિલા બેન બારાને દિલ્હી મોકલ્યા છતાં પણ અદિવાસી મતદારોનુ દિલ જીત્યા શક્યા નથી
પરિણામે હવે ગુજરાત ભાજપની નેતાગિરીને કોગ્રેસના દંડક અશ્વિન કોટવાલમાં આશાનું કિરણ દેખાય છે, એટલા માટે જ બીજેપીના નેતાઓએ અશ્વિન કોટવાલનો સંપર્ક સાધ્યો હોવાનુ મનાય છે,
મોડાસાના કોગ્રેસી ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરનુ પણ ભાજપ કરશે ઓપરેશન !
file photo rajendra thakore
મોડાસા વિધાનસભા સીટની વાત કરીએ તો વર્ષ 1975માં ભારતિય જનસંધના ઉમેદવાર અરજણ ભાઇ પટેલે કોગ્રેસના અંબાલાલ ઉપાધ્યાયને હરાવ્યા હતા
અને પ્રથમ વખત આ સીટ જનસંધની થઇ હતી,
તે પછી 20 વરસ બાદ 1995માં ભાજપના દિલિપ સિહ પરમારે બીએસપીના મોહમદ યુસુફને હરાવ્યા હતા, તે પછી 1998, 2002, 2007 સુધી સીટ ભાજપે જાળવી રાખી
2012માં કોગ્રેસના રાજેન્દ્ર સિહ ઠાકેરે દિલિપ સિહ પરમારને હરાવ્યા હતા, ફરીવાર પછી ભાજપ આ સીટ જીતી ન શકી,, અને ફરી કોગ્રેસના રાજેન્દ્ર સિહ ઠાકોરે ભાજપના
ભીખુ સિહ પરમારને હરાવ્યા હતા,
કોગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ઠાકોરે સેવાકાર્ય થકી કોગ્રેસનુ સ્થાન મજબુત કરી દીધુ છે, આવી સ્થિતિમાં ભાજપને 2022માં પણ હાર દેખાય છે,, એટલા માટે
રાજેન્દ્ર સિહ ઠાકોરને ગાંધી પેકેજ આપીને પણ ભાજપમાં લાવીને જીત નિશ્ચિત કરવા માંગે છે,,તેઓ સુત્રો કહી રહ્યા છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ભાજપ માટે બાયડ કેમ જરુરી !
file photo jasu bhai patel
બાયડ સીટના મતદારો ખુખ જાગૃત છે,, તેઓ વિચારધારામાં નહી પણ ધારાસભ્યની કામગિરીમાં માને છે,,
બાયડ સીટનુ રાજકીય ઇતિહાસ જોઇએ તો અહી કોઇ ચોક્કસ રાજકીય પાર્ટીનો પ્રભાવ રહ્યો નથી
અહીથી અપક્ષ, ઇન્દિરા કોગ્રેસ,સ્વતંત્ર પક્ષ,ભાજપ અને કોગ્રેસના ઉમેદવારો જીતતા રહ્યા છે
વર્ષ 1990માં ભાજપના ચંદ્રભાણ સિહ સોલંકીએ કોગ્રેસના રામસિહ સોલંકીને હરાવ્યા હતા,, ભાજપ પ્રથમ વખત જીત્યુ
જ્યારે 1995માં કોગ્રેસના રામ સિહ સોલંકી જીત્યા હતા,,અને ભાજપના ચંદ્રભાણ સિહ હાર્યા હતા,
વર્ષ 1998માં ભાજપના ડો મહેન્દ્ર પટેલે કોગ્રેસના રામ સિહ સોલંકીને હરાવ્યા હતા,
વર્ષ 2002માં રામ સિહ સોલંકીએ ભાજપના ડો મહેન્દ્ર પટેલને હરાવ્યા
2007માં ભાજપના ઉદેસિહ ઝાલાએ કોગ્રેસના રામસિહ સોલંકીને હરાવ્યા હતા
2012માં પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાના પુત્ર મહેન્દ્ર સિહ વાધેલાએ કોગ્રેસમાં થી ચૂંટણી લડ્યા અને ભાજપના ઉદેસિહ ઝાલા ઘર ભેગા થઇ ગયા
2017માં કોગ્રેસના ધવલ સિહ ઝાલાએ ભાજપના અદેસિહ ચૌહાણને હરાવ્યા હતા,
રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઇરાની વર્ષ 2019માં લોકસભાની ચૂટણીમાં ચૂંટાતા તેમણે
રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું રાજ્ય સભાની બે બેઠકો ખાલી પડતા પેટા ચૂંટણીની ચૂટણીની જાહેરાત થઇ,,ત્યારે બન્ને બેઠકો માટે
કેન્દ્રિય ચૂંટણી પંચે બે અલગ અલગ જાહેરનામા બહાર પાડ્યા હતા, જેનો કોગ્રેસે વિરોધ પણ કર્યો હતો, જોકે ચૂંટણી પંચે માન્ય ન રાખ્યુ
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
રાજ્યસભા ચૂંટણીમાં બાયડનો ખેલ !
અલગ અલગ જાહેરનામા હોવાના કારણે ભાજપની સભ્ય સંખ્યા 99 હતી, બીજેપીના બન્ને ઉમેદવારો એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત હતી
તેમ છતાં સમાજના નામે રાજનિતિ કરીને આગળ આવેલા કોગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલ સિહ ઝાલાએ
કોગ્રેસ સાથે વિશ્વાસઘાત કરીને ભાજપના બન્ને ઉમેદવારોને મતની જરુર ન હોવા છતા મત આપીને વિજય બનાવ્યા હતા
પણ આ વાત રાધનપુર અને બાયડના મતદારોને પસંદ ન આવી અને ત્યારે ભાજપ તરફથી પેટા ચૂટણી લડેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિહ ઝાલાને એવી રીતે ઠેકાણે પાડ્યા કે તેમનુ હજુ
સુધી બન્નેનુ ઠેકાણુ નથી, એક સમયે અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે મુખ્ય પ્રધાનની ઓફિસની બાજુમાં બેસીસુ– પણ હવે તેમનુ દુર દુર સુધી ઠેકાણુ પડતું નથી,
પેટા ચુટણીમાં અલ્પેશ ઠાકોર રધુ દેસાઇએ હરાવ્યા હતા, જ્યારે બાયડમાં ધવલ સિહ ઝાલાને જશુભાઇ પટેલે હરાવ્યા હતા,
પણ હવે ભાજપના નિશાના ઉપર જશુભાઇ પટેલ પણ આવ્યા છે,,
સુત્રોની વાત સાચી માનીએ તો જશુભાઇ પટેલને સાબર ડેરીના ચેરમેન તરીકે ઓફર કરાઇ છે,,એટલે જો તેઓ કમલમ પેકેજ સ્વિકારે તો તેમને ડેરીના ચેરમેન પદ અપાય પણ
2022માં તેમને ટિકીટ નહી અપાય,સુત્રોની માનીએ તો હાલના સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ ચંદ્રકાંત પાટીલના વિશ્વાસુ છે, જેથી તેમનુ રાજીનામુ સરળતાથી લઇ શકાય છે,
જો ભાજપ અહી જશુભાઇ પટેલને ટિકીટની કમિટમેન્ટ આપશે તો ધવલ સિહ ઝાલા આડા ફાટી શકે છે, અને અપક્ષમાં લડીને ભાજપનો રાજકીય ખેલ બગાડી શકે છે,
આપ અને ભાજપ વચ્ચે જામતુ ટ્ટીટર યુધ્ધ ! કોગ્રેસ થઇ સાઇડ ટ્રેક !
Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV
Pingback: કયા નેતાને પત્ની પડી ભારે ! – Panchat TV
Pingback: ગુજરાતમાં ચૂંટણી આવે છે ! – Panchat TV
Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel