ગાંધીનગર

અંજલી મહેતાનુ ગુજરાત સાથે શુ છે નાતો

Published

on

અંજલી મહેતાનુ ગુજરાત સાથે શુ છે નાતો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી મહેતા પોતાના વતન પાટણ પહોચ્યા,

પાટણ ની દીકરી અને તારક મહેતા ફેમ નેહા મહેતા ( અંજલિ મહેતા )સાથે પાટણ નાગરવાડા ખાતે આવેલ તેઓના ઇસ્ટ દેવ હાટકેશ્વર મહાદેવની
પૂજા કરી મંદિરના વિકાસ માટે ચર્ચા કરી.એ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટપટેલ પણ ઉપસ્થિતિ રહ્યા છે, અને શિવલિંગ પુજા કરી
હતી

નેહા મહેતા સફળ ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી ભારતમાં સૌથી લાંબા સમયથી ચાલતી હાસ્યપ્રધાન ટીવી ધારાવાહિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા
ચશ્મા માટે જાણીતા છે. તેણી આ ધારાવાહિકમાં અંજલિ તારક મહેતા તરીકે ભૂમિકા અદા કરી હતી. તેણી સ્ટાર પ્લસ ટીવી ચેનલ પર દર્શાવાયેલ
ધારાવાહિક ભાભી માં શીર્ષક ભૂમિકા અદા કરી હતી.

Advertisement

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

નેહા મહેતાનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે.
તેઓ જન્મ પછી વડોદરા અને અમદાવાદમાં પણ રહ્યા છે. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં
ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય લેખક
અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટેની માસ્ટર્સ ઇન
પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) ડિગ્રી ધરાવે છે અને ગાયક અને નાટક માટેનો ડિપ્લોમા ધરાવે છે.

ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા !

તેઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શોના ઓડિશન કાર્યક્રમમાં આખા
ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા
લાગી. તેણીએ ‘તુ હી મેરા મૌસમ’, ‘હૃદય-ત્રિપુટી’, ‘પ્રતિબિંબ કા પરછાઈ’, ‘મસ્તી મજે કી લાઈફ’ જેવાં અનેક નાટકોમાં કામ કર્યું.
ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ ‘પ્રેમ એક પૂજા’, ‘જન્મો-જનમ’, ‘બેટર હાફ’ જેવાં ગુજરાતી
ચલચિત્રોમાં પણ કામ કર્યું.

અલ્પેશ ઠાકોર ને સાચવવા કેટલાનો લેવાશે ભોગ !

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

Advertisement

નેહા મહેતાએ ગુજરાતી રંગભૂમિ માટે ઘણા વર્ષો કર્યું છે. તેણીએ ભારતીય ટેલિવિઝન કારકિર્દી વર્ષ ૨૦૦૧માં ઝી ટીવી ચેનલની ધારાવાહિક
શ્રેણી ડોલર બહુ થી શરૂ કરી હતી. ૨૦૦૨ થી ૨૦૦૮ના સમયમાં તેણીએ સ્ટાર પ્લસ ટીવીની ધારાવાહિક શ્રેણી ભાભી માટે મુખ્ય ભુમિકા
નિભાવી હતી, જે ભારતની ચોથા ક્રમની સૌથી લાંબી ચાલેલી ટીવી ધારાવાહિક શ્રેણી છે. આ ઉપરાંત તેણીએ તેલુગુ ફિલ્મ ધમ માટે પણ
કામ કર્યું છે, જેમાં તેણીની મુખ્ય ભૂમિકા છે.

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો

જુલાઈ ૨૮, ૨૦૦૮ થી, તેણી સબ ટીવીની ટેલિવિઝન શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતા તરીકે ભૂમિકા ભજવી રહી છે,
જે હાલમાં સૌથી લાંબી ટેલિવિઝન ધારાવાહિક શ્રેણી છે. અંજલિ મહેતા આ શ્રેણીમાં સૂત્રધાર અને મુખ્ય પાત્ર એવા તારક મહેતાની પત્ની છે.
તેણીનું પાત્ર એક યુવાન, વ્યવહારુ અને આધુનિક મહિલા તરીકેનું છે. તેણી એક આહારશાસ્ત્રી છે અને તેના પતિ તારક મહેતાના ખોરાકનું બરાબર
નિયંત્રણ કરે છે.

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version