LAW
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીઓ ને શું ભેટ આપી
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અત્યારે વિદેશ પ્રવાસે છે ત્યારે તેમના સ્થાને ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરી પાસે ચાર્જ છે તેઓ એ ચાર્જ સંભળાતા ની સાથે અમદાવાદ શહેર ની પોલીસ ના પ્રશ્નો ને હલ શરૂઆત કરી દીધી છે સંવેદનશીલ સ્વભાવ માટે જાણીતા અજય ચૌધરી પાસે મહિલા પોલીસ કર્મચારીઓ તેમની પાસે પોતાના પ્રશ્નો ની રજુઆત કરે છે ને ઝડપ થી તેમના પ્રશ્નો નો નિકાલ કરી ને તેઓ સંવેદનશીલ અધિકારી હોવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે..
કોઈ મહિલા પોલીસ કર્મચારી એ કહ્યું મારા બાળકો નાના છે તો કહ્યું મને શારીરિક તકલીફ છે , મહિલા પોલીસ કર્મચારી પોતાની તકલીફ લઈને કમિશનર પાસે પહોંચી
શહેરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીને મદદ કરવા નવતર પ્રયોગ , શહેરની મહિલા અધિકારીઓએ મહિલા કર્મચારીઓની તકલીફ સાંભળી
પોલીસ કમિશનર પાસે ગયેલી મહિલા પોલીસને ટુક સમયમાં મદદ મળશે
રક્ષા બધનનો તહેવાર આવી રહ્યો છે.ત્યારે દરેક બહેનો પોતાનાં ભાઈ પાસે પોતાની તકલીફ લઈને જાય છે અને ભાઈ તેને ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપતા હોય છે ત્યારે અમદાવાદ માં પોલીસ માં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ અધિકારી દ્વારા ખાસ ગિફ્ટ આપશે .સમગ્ર અમદાવાદ શહેરમાંથી મહિલા પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનર, મહીલા આઈ પી એસ અધિકારીઓ પાસે પહોંચી હતી.જેમણે પોતાની આરોગ્ય ને લગતી સમસ્યા વિશે રજૂઆતો કરી તો કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના બાળક સાથે પણ પહોંચી હતી.જેમને ટુક સમયમાં તેમની સમસ્યા દૂર કરી આપવાની તૈયારી પોલીસ કમિશનર દર્શાવી છે.તેમણે વધુ માં કહ્યું હતું કે તેમને રક્ષાબંધનની ગિફ્ટ આપવાનો પ્રયાસ કરીશું.
અમદાવાદ શહેરમાં 24 કલાક 365 દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાની ફરજ બજાવે છે આ પોલીસ ફોર્સની અંદર મહિલા પોલીસ કર્મચારીની પણ મહત્વની ભૂમિકા આ પોલીસ ફોર્સ ની અંદર મહિલા પોલીસ કર્મચારીની પણ મહત્વની ભૂમિકા છે મહિલા પોલીસ કર્મચારી પોતાના પરિવારને બાજુ પર રાખીને પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે. તત્પર હોય છે કોરોના હોય કે કોરોના હોય કે કોઈ રમખાણ થયા હોય મહિલા કર્મચારીઓ ત્યાં પણ હાજર જ હોય છે આ તમામ તકલીફોની વચ્ચે હવે કેટલીક મહિલા કર્મચારીઓને શારીરિક અને પારિવારિક સમસ્યાઓના કારણે વારે મુશ્કેલીનો સામનો કરવો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે પોલીસ અધિકારીઓએ નક્કી કર્યું છે કે મહિલા કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને સાંભળી અને તેને ઝડપથી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવે જે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા બુધવારે ખાસ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ મહિલા અધિકારીઓએ ભેગા મળીને કોન્સ્ટેબલ થી લઈને સામાન્ય મહિલા પોલીસ કર્મચારીઓને સાંભળ્યા હતા જેમની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કર્યો હતો
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સમક્ષ મહિલાએ ક્વાર્ટર્સ ફાળવવા બાબતે , બીમારી ઘરથી દૂર પોલીસ સ્ટેશન અને અન્ય સમસ્યાઓ જણાવતા તેમને પોલીસ સ્ટેશન બદલવા તેમજ ઝડપથી ક્વાર્ટર્સ ફાળવવા કે તેમને જરૂર હોય તે વિસ્તારમાં મકાન ફાળવવા માટે તૈયારી બતાવી હતી
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી એ જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેઓ હંમેશા ફરજ માટે તત્પર રહે છે તે બહેનોને રક્ષાબંધનની ગિફ્ટ સ્વરૂપે તેમની સમસ્યાઓ ફાળવી કરવા પ્રયાસ કર્યો છે