લુ લાગે તો શુ કરશો,તંત્રે બહાર પાડી કઇક આવી ગાઇડ લાઇન !
રાજ્યમાં જે રીતે ગરમી વધી રહી છે તેનાથી હિટવેવની સંભાવના વર્તાઇ રહી છે
ગરમીનો પારો 40 ડીગ્રીને પાર થઇ ગયો છે, હવે હજુ પણ વધી શકે છે,
ત્યારે ગુજરાત સરકારના હેલ્થ વિભાગે ખાસ ગાઇડલાઇન બહાર પાડી છે
ગાઇડ લાઇનની માનીએ તો
ગરમી આગામી દિવસોમાં વધશે જેથી નાગરિકોને સાચવવાની સલાહ આપવામાં આવી છે

લુ લાગશે તો શુ થશે.
શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો
ખુબ તરસ લાગવી
ગભરામણ થવી
ચકકર આવવા
શ્વાસ ચઢવો
હૃદયના ધબકારા વધી જવું

લુ થી બચવા શુ કરવું
ગરમીમાં બહાર જવાનુ ટાળો
ખુલતા, સફેદ, સુતરાઉ કાપડ પહેરવા
નાના બાળકો, અસક્તો, વૃધ્ધો
પુષ્કળ પ્રવાહી પીવુ જોઇએ,,શક્ય હોય તો લીંબુ પાણી પીવુ જોઇએ
લીલા કપડાથી શરીર લુંછવું. માથુ ઢાકી રાખવું
ગરમીમા ભુખ્યા ન રહેવું
આમ આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કલેક્ટર્સને બેનર, હોર્ડિગ્સ અને પત્રિકાઓ વિતરણ કરવા માટે પણ સુચનાઓ આપી છે,