અમદાવાદ
કેજરીવાલના પોસ્ટર્સને લઇને આપના નેતાએ શુ કહ્યું !
કેજરીવાલના પોસ્ટર્સને લઇને આપના નેતાએ શુ કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ફરી એક વાર હિન્દુત્વને લઇને ચર્ચાઓ શરુ થઇ ચૂકી છે, આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિપક્ષ કોગ્રેસ કરતા સત્તાધારી ભારતિય જનતા પાર્ટીના ટક્કર આપી રહી છે, તેવુ ચિત્ર ઉભી થયુ છે, ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર સમગ્ર રાજ્યમાં લાગ્યા છે, આ પોસ્ટર્સ હિન્દુ હિત રક્ષક સમિતી કર્ણાવતી મહાનગર દ્વારા લગાવાયા છે, જેને લઇને આમ આદમી પાર્ટીના નેતા ઓમ પ્રકાશ તિવારીએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે, તેઓએ કહ્યુ છે કે આ ભારતિય જનતા પાર્ટીના ઇશારે અરવિંદ કેજરીવાલને હિન્દુ વિરોધી ચિતરવામાં આવ્યા છે, ગુજરાતમાં ભાજપ હાર ભાળી ગયુ છે, એટલા માટે તેને આવા પ્રકારના પોસ્ટર્સ લગાવવાની જરુર પડી છે, ભાજપ ગમે તેટલા અરવિંદ કેજરીવાલને હિન્દુ વિરોધી ચિતરવાનો પ્રયત્ન કરશે, પણ ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સાથે રહેશે, અને ગુજરાતમા આપની સરકાર બનશે,,
ગુજરાતના દિગ્ગજ નેતાએ વેપારીને આપી ધમકી પૈસા માગ્યા છે તો ઉપાડી લઇશું !