વિરમગામ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે તેમના મત વિસ્તારના વીકાસના કાર્યો વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં લેવા માટે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને લેખિતમાં રજુઆત કરી છે તેઓએ વધુમાં રજુઆત કરી છે કે વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવને ડેવલપ કરવામાં આવે સાથે ગરીબો માટે નવા આવાસ બનાવવામાં આવે જેથી તેઓ સમાજના બીજા લોકોની જેમ સારી રીતે જિંદગી જીવી શકે