delhi
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને શું કહ્યું
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને શું કહ્યું
ચીનમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નિષ્ણાતો દ્વારા ચેતવણી ઉચ્ચારવામા આવી રહી છે કે આગામી ત્રણ મહિના સમગ્ર વિશ્વ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.જેને લઈને ભારત સરકાર પણ સક્રિય બની ગઈ છે..કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.
સાથે સાથે ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. આજે મળેલી નીતિ આયોગની બેઠક પછી ભારત સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત જેમને પણ બૂસ્ટર ડોઝ બાકી છે તે પણ વહેલીતકે લઈ લેવાની અપીલ કરી છે.