અંબાજી જતા પદયાત્રીઓ ના મોત ને લઇ રાજય સરકારે શું જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી આ પદયાત્રીઓના પરિવાર જનોને સાંત્વના પાઠવી છે
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકને રૂપિયા ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.
ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે
તેમણે આ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની જરૂરી સારવાર વ્યવસ્થા કરવાની પણ અરવલ્લી જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે