અમદાવાદ
રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !
રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા ભરત સિહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચે પત્ર યુધ્ધ શરુ થઇ ગયુ છે, રેશ્મા પટેલે એક પત્ર મિડીયામા સો.મિડીયામાં ફરતો કર્યો છે,
જેમાં તેઓએ ભરત સિહ સોલકી અને પુર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનો સામાજીક બહિષ્કાર કરવા પાટીદાર સંગઠનોને અપીલ કરી છે,
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
રેશ્મા પટેલે જે પત્ર લખ્યો છે,,તે મજુબ જોઇએ તો
હું પાટીદાર સમાજની દિકરી રેશ્મા બેન ભરતસિંહ સોલંકી, અને પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ની પુત્રવધુ, મારા સસરા અને સાસુ ના સ્વર્ગવાસ થયા પછી, મારા પતિ ભરત સિંહ સોલંકી એ તમામ સામાજિક મર્યાદાઓ અને સંસ્કારો ને છોડી ને મન માની કરવાનું શરૂ કરી દીધું છે. પોતાની પ્ર -પપુત્રી જેવડી દીકરી સાથે પ્રેમ ના નામે વ્યભિચાર કરી ત્રીજી દિકરી ની ઝીંદગી બરબાદ કરવા ઘેલા થયા છે.
આપ સહુ ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટઓ ના વડીલો, સજ્જનો અને આગેવાનો ને, સામાજિક પરંપરા અને મર્યાદા તેમની આ કુટેવો ને પ્રોત્સાહન ના આપવા અને એમનો બહિષ્કાર કરવા વિનંતી કરું છું.
કાયદો કાયદા નું કામ કરશે. પણ સામાજિક રૂઢિ મુજબ અને આપણી ભારતીય સંસ્કૃતિ ની લગ્નન બંધન વ્યવસ્થા ની ઐસી તૈસી કરનાર મારા પતિ ભરત સિંહ સોલંકી અને તેમના દરેક કાર્ય માં સ્વાર્થ ખાતર હા ભરનાર મારા દિયર અમિત ચાવડા ને કોઈ પણ સંસ્થા માં પ્રવેશ આપી સ્વાગત કરી નહીં પંપળવા હું આપ સજ્જનો ને વિનંતી કરું છું.
કળિયુગ ના આ જમાના માં અર્જુન બનીને આપ શ્રેષ્ટિ ઓ મને આશ્વાસન આપો તેવી આપની બેન, દિકરી તરીકે હું નમ્ર અરજ કરું છું.
🙏રેશ્મા ભરત સોલંકી 🙏
નોંધ : હું ટૂંક સમય માં તમામ ધાર્મિક સંસ્થા ઓ અને સામાજિક સંસ્થા ઓ ના વડા ઓ ને મળીશ. અને મારા પતિને સુધારીને ઘરે પાછા વાળવા અપીલ કરીશ 🙏🙏
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ