મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા ?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ની અધ્યક્ષતામાં 16 અને 17 એમ દિવસ માટે રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળનાર છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત રાષ્ટ્રીય કારોબારીના સભ્યો ભાગ લેનાર છે..જેમાં વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઇ સમીક્ષા કરાશે.તેમજ ગુજરાતમાં ભવ્ય વિજય બદલ ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલએન અભિનંદન આપવામાં આવશે.સાથે સાથે ચાલુ વર્ષે યોજાનાર રાજસ્થાન સહીત 9 રાજ્યોની ચૂંટણીઓની તૈયારીઓ અને રણનીતિને લઇ કેન્દ્રીય નેતૃત્વ માર્ગદર્શન આપશે..આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,ગુજરાત ભાજપ ના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ઉપસ્થિત રહેનાર છે..મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હીના બે દિવસના પ્રવાસે હોવાથી તેઓ ગાંધીનગરમાં મુલાકાતીઓ કે ધારાસભ્યોને મળી શકશે નહીં.