ભરત સિહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે કોંગ્રેસના મોવડી મંડળને શુ કહ્યુ !
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરત સિહ સોલંકીના પત્ની રેશ્મા ભરત સિહ સોલંકીએ કોંગ્રેસના કેન્દ્રિય નેતૃત્વને વિનંતી કરી છેકે તેમના પતિ ભરતસિહ સોલંકીને ગુજરાત વિધાનસભાની કોઇ બેઠક પરથી ટિકીટ ન આપવામા આવે,અને જો ટિકીટ આપવામા આવશે તો તેઓ જ્યાં પણ ચૂંટણી લડશે ત્યાં કોંગ્રેસ વિરુધ્ધ પ્રચાર કરશે,તેઓ પોતે કોંગ્રેસના સન્નીષ્ટ કાર્યકર્તા છે,તેઓ કોંગ્રેસના વફાદાર છે,તેમના પતિએ તેમની સાથે અન્યાય કર્યો હોવાથી તેમને ચૂંટણીથી દુર રાખવામાં આવે છે,રેશમા પટેલે એક સંદેશો પણ કોંગ્રેસ મોડવીમંડળને લખ્યો છે,
હું રેશમા ભરતસિંહ સોલંકી
કોંગ્રેસ ના દિલ્હી સુધીના નેતાઓ એ મારી વિનંતી સાંભળી છે. અને મને ફરિયાદ હતી તેવી કોઈ મહિલાઓ ને હજુ સુધી ટિકિટ આપી નથી.
પરંતુ મારા પતિ ભરતસિંહ જો ચૂંટણી લડશે તો હું તેમની સામે લડીને સત્ય ઉજાગર કરીશ. જેમને મારા સસરા ને કાયમ દુઃખી જ કર્યા છે. જેમને પોતાના બાપ નું નથી સાંભળ્યું એ તેમના નામ પર કોંગ્રેસ માં ગોઠવાઈ ને વ્યભિચાર અને ભ્રસ્ટાચાર કરીને મારી જિંદગી બગાડી છે.કોંગ્રેસ ના પ્લેટફોર્મ થકી કોંગ્રેસ ને જ કલંકિત કરી છે.હું તેમને ખુલ્લા કરીશ તો કોંગ્રેસ પાર્ટી ને પણ મોટુ નુકસાન જશે. એટલે મારી વિનતી છે આ વિડિઓ ના માધ્યમ થી કે પાર્ટી તેમને હવે ઘરે પાછા મોકલે.
રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !
કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલ આઈ આઈ એમ અમદાવાદના ચેરમેન બન્યા