ભુપેન્દ્ર પટેલને જમવામાં શુ ગમે છે,, પાટણમાં તેઓ શુ જમ્યા !
પાટણ – ગુજરાત સ્થાપના દિન
પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ સિહ જાડેજાનો આરોપ
સ્થાપના દિવસે સમરસતા ભોજનની આગવી પરંપરાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
સામાન્ય પરિવારોની મહિલાઓએ પોતાના ઘરે બનાવેલું
ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્યમંત્રી અદના સેવકની પ્રતિતી કરાવી
ગુજરાત રાજ્યના ૬૨મા સ્થાપના દિનની ઉજવણીના રાજયકક્ષાના પાટણ જિલ્લા ખાતેના વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ પાટણ જિલ્લાની સામાન્ય પરિવારોની મહિલાઓના હાથે બનાવેલું ભોજન તેમની સાથે બેસીને ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પાટણ જિલ્લાના વિવિધ સમુદાય વર્ગની સામાન્ય પરિવારની મહિલાઓએ મુખ્યમંત્રીશ્રી માટે પોતાના ઘરે અને પોતાના હાથે વિવિધ વાનગીઓ બનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હેત પૂર્વક જમાડ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થાપના દિવસની ઉજવણી દરમ્યાન ‘સમરસતા ભોજન’ની નવી પરંપરાનો પ્રારંભ કરાવતા મહિલાઓના હાથે બનાવાયેલું ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્યમંત્રીએ અદના સેવકની પ્રતિતી પણ કરાવી હતી.
આ ભોજન થાળમાં શિરો, કેરીનો રસ, સુખડી, મગનું શાક, રોટલા, કઢી, દાળ – ભાત, છાશ – માખણ જેવી ૧૩ વાનગીઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ ગુજરાતી વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો.