અમદાવાદ
હાર્દીક પટેલનું ભાજપમાં ભવ્ય સ્વાગત બાદ શું- હાર્દીકે ટ્ટીટર ઉપર કેમ ભાજપ લીડર તરીકે નથી કર્યો ઉલ્લેખ
હાર્દીક પટેલનું ભાજપમાં ભવ્ય સ્વાગત બાદ શું- હાર્દીકે ટ્ટીટર ઉપર કેમ ભાજપ લીડર તરીકે નથી કર્યો ઉલ્લેખ
ભાજપમાં હાર્દીક પટેલનું ધામ ધુમથી સ્વાગત કરાયું,પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિત પુર્વ ડેપ્યુટી સીએમ નિતીન પટેલે હાર્દીક પટેલને આવકાર્યો,,
પણ એનુ મતલબ એ નથી કે ભાજપના પાટીદાર સહિતના નેતાઓની નારાજગી દુર થઇ છે, સાથે જે રીતે હાર્દીકે પોતાના ટ્ટીટર એકાઉન્ટ્સ ઉપર હજુ પણ
ભાજપના નેતા તરીકે કોઇ સ્ટેટસ લખ્યું નથી,,તેનાથી લાગે છે કે હજુ હાર્દીક પટેલ કોઇ હોદ્દા મળવાની રાહ જોઇ રહ્યા છે, સાથે સો,મિડીયા ઉપર
હાર્દીક પટેલ વિરુધ્ધ રોષ પણ જોવા મળ્યું.ત્યારે ભાજપના નારાજ નેતાઓ પણ હાર્દીક પટેલને ઠેકાણે પાડવા માટે રણનિતી અમલમાં મુકી છે,,
હાર્દીક પટેલ કોંગ્રેસમાંથી નારાજ થઇને ભાજપનો કેસરિયો ધારણ કરી દીધો છે.હાર્દીક પટેલે રેલી કરીને કમલમ પહોચ્યા, જ્યાં સંતો અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ
તેમને આવકાર્યા, કેસરીયા રંગની ટોપી પણ પહેરાવવામાં આવી, તો હાર્દીક પટેલે બે પ્રકારના પુસ્તકો સ્ટેજ ઉપરના નેતાઓને આપ્યો, એક તો સરદાર વલ્લભ ભાઇ પટેલના નામની પુસ્કત અપાઇ ,તો બીજી પુસ્તક ગીતા આપવામા આવી હતી
ત્યારે પાર્ટીનો આદેશ હોવાથી હાર્દીકથી નારાજ નેતાઓ કચવાતા મને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા, નામ નહી લખવાની શરતે કહ્યુ હતું કે હવે હાર્દીકને ખબર પડશે કે ભાજપમાં કેવી રીતે નેતાગીરી થાય છે,
ચૂંટણી લડીને જીતી બતાવે,ભુતકાળમાં શંકર સિહ વાધેલાને ગોધરામાં લોકસભાની ચૂંટણી દરમિયાન અનુભવ છે, અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલા જેવા પુર્વ કોંગ્રેસી ધારાસભ્યોને પણ અનુભવ થઇ ચુક્યો છે,
એલ જી હોસ્પિટલમાં ખાનગી સિક્યુરીટી સુપરવાઇઝરે મુસ્લિમ યુવતિ પાસે સેક્સની કરી માંગ- પોલીસમાં થઇ રજુઆત
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
ઉલ્લેખનિય છે કે હાર્દીક પટેલને ભાજપમાં જોડાયાના કલાકો વિતી ગયા છે,, તેઓએ ભાજપમાં સહર્ષ જોડાવાના ફોટા તો મુક્યા છે, પણ પોતાના ટ્ટીટર સ્ટેટસમાં કોઇ ભાજપ નેતા તરીકે સુધારો કરવાની તશ્દી લીધી નથી,તો શુ તેઓ કોઇ
હોદ્દાની રાહ જોઇ રહ્યા છે, કારણ કે ભાજપના સુત્રો કહે છે કે તે તેમને અત્યારે કોઇ જવાબદારી આપશે નહી,,કારણ કે તેઓ રામ સેતુમાં જેમ ખિસકોલીએ આળોટીને મદદ કરી હતી,,તે રીતે હાર્દીક પટેલ પણ અન્ય કાર્યકર્તાઓની જેમ
કામ કરશે, અત્યારે જવાબદારી સોપાય તો હાર્દીક સામે લડેલા અને માર ખાધેલા પાટીદાર નેતાઓમાં ભડકો થઇ શકે છે, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને નુકશાન કરી શકે છે, કેટલાકે તો
પાર્ટીના શિર્ષ નેતૃત્વને રજુઆત કરી છે કે જો હાર્દીક પટેલને ટીકીટ અપાશે તો ફાયદો થવાના બદલે પાર્ટીને 8 થી 10 બેઠકો ઉપર નુકશાન થઇ શકે છે..
પાટીદાર સેના ગુજરાતના પ્રમુખ જય પટેલ મોન્ટુએ હાર્દીક પટેલને પત્ર લખીને કહ્યુ છે કે તમે ભલે ભાજપમાં જોડાયા એનો કોઇ વાંધો નથી, પણ પાટીદાર અનામત આદોલન દરમિયાન યુવાનો સામે થયેલા તમામ કેસો પાછા
ખેચી લેવામાં આવે,,બીજી પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવામા આવશે, આ બન્ને વાતો ઉપર તમારુ અને ભાજપનુ શુ સ્ટેન્ડ છે તે ક્લીયર કરજો,,
ભાજપ સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરે છે,,તો તમે પણ એનો ભાગ બની ગયા હશો,,ક્યારે અમને એવી અપેક્ષા નહતી અને તમે આવુ પગલુ ભરશો, કેમ કે મારા જેવા પાસમાં કેટલાયે નિષ્પક્ષ યુવાનોને તમારા ઉપર ભરોસો હતો
તમે તો તમારુ વિચારીને ભાજપમાં જતા રહ્યા,,હવે અમારા જેવા નિષ્પક્ષ યુવાનોના ભવિષ્યનુ શું તમે આ બધા યુવાનો સામે ના જોયું તમે તમારા ભવિષ્યનું જોયું, ત્યારે અમને મોટુ વિશ્વાસધાત થયાનુ લાગ્યું, શુ તમારા ભાજપમાં જવાથી
મોટરા સ્ટેડિયમનુ નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવશે