ટૅક & ઑટો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી Waterproof Smartwatch, ફૂલ ચાર્જમાં ચાલશે 7 દિવસ સુધી; જાણો બધુ જ
છેલ્લા લૉન્ચના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં, Ambraneએ તેના સ્માર્ટ વોચના પ્રભાવશાળી પોર્ટફોલિયો- ‘FitShot Surge’માં એક એક્સટેન્શન ઉમેર્યું છે. આ સ્માર્ટવોચ ભારતીય ઉપભોક્તાને અવિશ્વસનીય રીતે વાજબી કિંમતે તકનીકી રીતે શ્રેષ્ઠ સામાન પ્રદાન કરવાના બ્રાન્ડના ઉદ્દેશ્ય સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. આ સ્માર્ટવોચ ફ્લિપકાર્ટ પર 365 દિવસની વોરંટી સાથે 1999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટવોચ રોઝ પિંક અને જેડ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
Ambrane FitShot Surge Specifications
FitShot Surgeમાં 1.28-ઇંચની ફૂલ ટચ સ્ક્રીન છે, જેમાં IPS LCD સર્ક્યુલર LucidDisplayTM અને 2.5D OGS કર્વ્ડ ગ્લાસ સ્ક્રીન છે જે સ્ક્રેચ-રેઝિસ્ટન્ટ પાન્ડા ગ્લાસ સાથે આવે છે. સ્માર્ટવોચમાંમાં SpO2, બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, કેલરી, સ્લીપ, પેડોમીટર, બ્રેથ ટ્રેનિંગ અને સ્ટ્રેસ મોનિટરિંગ જેવી અદ્ભુત સ્વાસ્થ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
Ambrane FitShot Surge Features
સ્માર્ટ નોટિફિકેશન, 8 ટ્રેનિંગ મોડ, ટાઈમર, એલાર્મ, સ્ટોપવોચ, વેધર, રીમાઇન્ડર સાથે સ્માર્ટ વોચ રોજિંદા પ્રવૃત્તિઓને સરળ બનાવે છે. તેમાં રિમોટ કેમેરા અને મ્યુઝિક કંટ્રોલ ક્ષમતાઓ પણ છે. સ્માર્ટવોચમાં 75+ વિશિષ્ટ વોચફેસ હશે.
Ambrane FitShot Surge Battery
આ સ્માર્ટવોચની બેટરી લાઇફ 7 દિવસની છે, તેથી દરરોજ રાત્રે ચાર્જ કરવાની જરૂર નથી. તે બે બિલ્ટ-ઇન ગેમ્સ સાથે પણ આવે છે. તેના થિયેટર મોડની સાથે યુઝર વાઈબ્રેટને બંધ કરી શકે છે.