ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન
ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ થશે મતદાન
ગુજરાતવિધાનસભા ની બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે 48 કલાક બાકી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે..હવે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક કરી ને મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે બીજા તબક્કામાં ની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.રાજયની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે
બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.સહિતના જિલ્લાઓમાં મતદાન થશે
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે સમગ્ર ગુજરાતમાં આ વખતે બીજેપી કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ત્રિકોણીયો જંગ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે..જેને લીધે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ કોને ફાયદો થશે કોને નુકશાન થશે તેતો ચૂંટણી ના પરિણામો બતાવશે આપ ઉપરાંત એ આઈ એમ આઈ એમ પણ ગુજરાતમાં લઘુમતી અને દલિતોના પ્રભાવ વાળા વિસ્તારમાં ચૂંટણીઓ લડી રહી છે જેને કારણે કોંગ્રેસ અને આપ ના ઉમેદવાર ને નુકશાન થઇ શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે..