આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં જન સંવાદ તથા જોઇનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની આમ જનતા સાથે સાથે બીજી પાર્ટી ના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇન્દ્રનીલ રાજગુરુ
દિવસે ને દિવસે પ્રામાણિક લોકો જોડાવાથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની રહી છેઃ ઇન્દ્રનીલ રાજગુરુ
આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતાને 10 લાખ રૂપિયાનો ફાયદો: કૈલાશદાન ગઢવી
ભાજપે હંમેશા ભ્રષ્ટાચાર જ કર્યો છે પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટી એ સુશાસન સ્થાપિત કરી બતાવ્યું છે: કૈલાશદાન ગઢવી
અંજાર/ગુજરાત
આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં એક જન સંવાદ તથા જોઇનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ, કિસાન સંગઠન પ્રમુખ રાજુભાઈ કરપડા સહીત કચ્છ જિલ્લાના સંગઠનના નેતા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના પદાધિકારી તથા કાર્યકર્તાઓ સમેત 172 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાથે લોજપા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સત્તાર મંજોઠી તેમના સેંકડો કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી હંમેશા બીજી પાર્ટીમાં રહેલા ઈમાનદાર લોકો નું સ્વાગત કરે છે. આજે ગુજરાતમાં બીજી પાર્ટીમાં રહીને પ્રજાલક્ષી કામ ન કરી શકનાર ઈમાનદાર લોકો માટે આમ આદમી પાર્ટી પહેલી પસંદ બની ગઈ છે.
આ તમામ મહાનુભાવો એક મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. કેમકે, આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે સૌને સાથે આગળ લઈને ચાલવાનું કાર્ય કરે છે. ત્યારબાદ દરેક મહાનુભાવો ને સન્માનપૂર્વક ટોપી અને ખેસ પહેરાવીને સંપૂર્ણ હૃદય થી આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ અને કિસાન સંગઠન પ્રમુખ રાજુભાઈ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી માં સ્વાગત કરવામાં આવ્યું.
આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ જનસભાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને જનતાનો પણ સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ધીરે ધીરે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ અને ધર્મના લોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જી ની રાષ્ટ્રીય નીતિ થી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
દિલ્હી અને પંજાબને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે અને અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવીને જાહેરાત કરી દીધી છે કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતના લોકોને પણ મફત વીજળી મળી શકે છે, આ વાત આખા ગુજરાતમાં આગની જેમ પ્રસરી ગઈ છે. આજે ગુજરાતની જનતા પણ અનુભવી રહી છે કે માત્ર આમ આદમી પાર્ટી જ લોકોની સેવા કરવાનું કામ કરી રહી છે. તેથી આ કારણોસર લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીએ જનસભાને સંબોધતા કહ્યું કે, ગુજરાતની જનતાને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જનહિતના કાર્યોથી પ્રભાવિત થઈને વધુ સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી, ભ્રષ્ટ ભાજપ કરતા ગુજરાતમાં દસ ઘણું વધારે આપવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતા ના એક મત ની કિંમત 10 લાખ રૂપિયા છે. તમારો એક મત તમને 10 લાખ નો ફાયદો કરાવી શકે છે.
આમ આદમી પાર્ટી ના દરવાજા હંમેશા ભણેલા ગણેલા ને ઈમાનદાર લોકો માટે ખુલ્લા જ છે. લોકકલ્યાણ માટે કાર્ય કરવા વાળા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટી હંમેશા આવકારે છે. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી તેનું પ્રમાણ દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા ગુજરાત ના લોકો જ છે.
ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !