ગાંધીનગર
મોરબી પુલ તૂટવાની ઘટનાની સુપ્રિમ કોર્ટેના સીનીયર જજની દેખરેખ હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ કરાવવા માંગ કરતા વીરજી ઠુંમર
મોરબી પુલ તૂટવાની ઘટનાની સુપ્રિમ કોર્ટેના સીનીયર જજની દેખરેખ હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ કરાવવા માંગ કરતા વીરજી ઠુંમર
મોરબીમાં પુલ તૂટી પડવાથી સજાૅયેલ ગમખ્વાર દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે તેઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ધારાસભ્ય અને પૂવૅ સાંસદ વિરજીભાઇ ઠુમ્મરે કહ્યું હતું કે હ્દય કંપાવી નાંખનાર આ ગમખ્વાર દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે સુપ્રિમ કોર્ટેના સીનીયર જજની દેખરેખ હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવી જોઈએ અને પ્રાથમિક દ્રષ્ટિએ પ્રશાસકીય અને સ્થાનિક લોક પ્રતિનિધિથી માંડીને સત્તામાં ઉચ્ચ સ્થાને બેઠેલા જે કોઇની જવાબદારી બનતી હોય તેઓ પોતાની નૈતિક જવાબદારી ન સ્વીકારે તો તેઓને પદભ્રષ્ટ કરવા અને સાથોસાથ દાખલારૂપ સજા કરવા વડાપ્રધાન ને અપીલ કરું છું.
ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે વડાપ્રધાનની બેજવાબદારીભરી કાયૅશૈલી ઉપર આકરાં પ્રહારો કરતાં વધુમાં જણાવ્યું છે કે ગત્ વષેૅ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંગાળમાં અત્યંત જજૅરીત અને ખખડધજ પુલ તૂટી પડવાની ઘટનાને રાજકીય માઇલેજ મેળવવા બિનજરૂરી બહુ મોટું રાજકીય સ્વરૂપ આપવાની નિરથૅક કુચેષ્ટામાં દેશમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા અને નિષ્કલંક મુખ્યમંત્રીની છાપ ધરાવતાં કુ. મમતા બેનરજીને ગાળો ભાંડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇ કસર ન છોડી ન હતી પરંતુ પશ્ચિમ બંગાળના સદનસીબે વડાપ્રધાન ની નિમ્નકક્ષાની રાજનીતિને પશ્ચિમ બંગાળની શાણી જનતાએ ભાજપ જોરદાર જાકારો આપ્યો હતો એ વાતની યાદ દેવરાવતાં ધારાસભ્ય ઠુમ્મરે વડાપ્રધાન ને પોતાના હોમ સ્ટેટમાં કાળજું કંપાવી દે એવી ગમખ્વાર દુર્ઘટના બની છે તે બાબતે એક ટવીટ કરી જણાવ્યું હતું કે મોરબી જિલ્લા કલેકટરના કહેવા પ્રમાણે તેઓ આ કામ ઓરેવા ગ્રુપને આપવા માંગતા ન હતા પરંતુ ગાંધીનગરથી ફોન આવતા તેમની ફરજ પડી હતી જો કલેક્ટર સાચા હોય તો તેમને તાત્કાલિક અસરથી ડિસ્મિસ કરવાની માગણી કરી હતી કેમ કે કલેક્ટરને પોતાનો સિવિલ કોડ છે તેની ઉપર કોઈને પણ માનવા બંધાયેલા નથી અને ફોન થી માનીને જો તેમણે આવી કામગીરી સોંપી હોય તો તેમને કલેક્ટર તરીકે કાર્યવાહી કામગીરી કરવાનો કોઈ અધિકાર નથી તેથી દાખલા રૂપ આવી સજા કરવી જોઈએ જેથી મોડેલ સ્ટેટ ગુજરાતમાં કોઈ અધિકારી સિવિલ કોડ નો ભંગ ન કરે નહિતર ગુજરાતને મોડલ સ્ટેટ કહેવાનું બંધ કરવું જોઈએ ભાજપની ભષ્ટ સરકાર નું રાજ્ય કહેવું જોઈએ કલેકટર શ્રી સાચા હોય તો ફોન કરનાર કોણ છે તેની તપાસ થવી જોઈએ તે ગુજરાતની જનતા જાણવા માંગે છે જવાબદાર લોકોને દાખલારૂપ સજા કરવા પગલાં ભરવા માંગે છે કે કેમ? કે પછી મગરના આંસુ સારી જાણે કે કંઇ બન્યું જ નથી એમ ઢાંકપિછોડો કરી જવાબદારોને છાવરવા મૌન સેવ્યું હોય તેમ લાગ્યા વગર રહેતું નથી તેમ ધારાસભ્ય વિરજીઠુમ્મરે અંતમાં જણાવ્યું હતું.