અમદાવાદ

15 દિવસમાં 50 લાખ હિન્દુઓને જોડશે VHP

Published

on

15 દિવસમાં 50 લાખ હિન્દુઓને જોડશે VHP : 10 હજાર ગામડાઓ સુધી પહોચશે હિતચિંતક અભિયાન.

6 નવેમ્બરથી શરૂ થતા હિતચિંતક અભિયાન થકી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના ૧૦ હજાર ગામડાઓમાં પહોંચીને 50 લાખ હિન્દુઓને જોડશે. VHPના કેન્દ્રીય નેતા શ્રી કૌશિકભાઈ મહેતાએ જણાવ્યું હતું કે 2024માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થશે, 6 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ષષ્ઠી પૂર્તિના અવસર પર દેશભરમાં હિંદુઓ સુધી પહોચવા માટે વિશ્વ હિન્દુ પરિષદનું રાષ્ટ્રવ્યાપી હિતચિંતક અભિયાન ચલાવશે, જે અંતર્ગત ગુજરાતભરમાં પણ આ અભિયાન સર્વસ્પર્શી બનાવવા માટે વિહિપના કુલ 25 હાજરથી વધુ કાર્યકરો કામે લાગશે. ઉત્તર ગુજરાત પ્રાંતના ૩ હજાર ગામ, સૌરાષ્ટ્ર પ્રાંતના ૪ હજાર ગામ, અને મધ્ય ગુજરાતના ૩ હજાર ગામ સુધી પહોંચી 50લાખ હિંદુઓ સુધી પહોચવાનું લક્ષયાંક પૂર્ણ કરશે.
આ અભિયાનથી અમે સમાજના દરેક વર્ગ , જાતિ, પંથ , સંપ્રદાયનો સંપર્ક કરીશું અને તેમને રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડીશું.
અભિયાનમાં ખાસ વર્ગના લોકોને જોડવા માટે વિશેષ સંપર્ક પણ કરવામાં આવશે. આ અંતર્ગત તમામ પ્રકારની સેલિબ્રિટીઓ સહીત પ્રભુદ્ધ નાગરિક જેમ કે ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ભૂતપૂર્વ ન્યાયાધીશો, ગાયકો, અભિનેતાઓ, રમતવીર વગેરેને પણ જોડવામાં આવશે.
વીએચપીના કેન્દ્રીય નેતા કૌશિકભાઈ મહેતાએ કહ્યું કે હિતચિંતક અભિયાનની ટોળીનું લક્ષ્ય ગુજરાતના 10 હજાર ગામડાઓ સુધી પહોંચવાનું અને 50 લાખ હિતચિંતક બનાવવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત લોકોને વીએચપીના કાર્યો વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે.


હિત ચિંતક અભિયાનનો ઉદ્દેશ્ય VHPના વિવિધ આયામો દ્વારા ચાલતાં સેવાકાર્યોને વિસ્તારવાનો અને લોકો સુધી પહોચાડવાનો છે. તે ઉપરાંત વધુ ને વધુ વંચિત સમાજને સેવા કાર્ય સાથે જોડવા, સનાતન સંસ્કારોને નવી પેઢી સુધી પહોંચાડવા, ગાયોનું રક્ષણ, સામાજિક સમરસતા, મહિલા સશક્તિકરણ, કુટુંબ પ્રબોધન , પર્યાવરણ સંરક્ષણ અને મઠ-મંદિરોની સુવ્યવસ્થિત વ્યવસ્થા તેમજ હિંદુ સમાજને સંગઠિત કરી સુરક્ષાનો ભાવ જગાડવા માટેની સંકલ્પ ભાવના કેળવવીએ પણ અભિયાનનો ઉદ્દેશ્ય છે.

સિનિયર નેતાઓએ પોતાના અંગત સંબધો સાચવવા માટે નિરીક્ષકો પાસે પેનલ માં નામો મુકાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version