પીઢ ફોટો જર્નાલિસ્ટ ગૌતમ મહેતાની જૈફ વયે નિધન-પત્રકારોએ આપી શ્રધ્ધાંજલી
પીઢ ફોટો જર્નાલિસ્ટ ગૌતમ મહેતાનું અવસાન થયુ છે, એક લેેજન્ડ તસ્વીરકાર આખરે તસ્વીરમાં સમાઇ ગયા,,ગુજરાત સહિત દેશભરના પત્રકારોએ તેમના માટે શોકની લાગણી વ્યક્ત કરી છે અને પોતાના અનુભવો સોશિયલ મિડીયમાં શેયર કર્યા છે,ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ,કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી તો એઆઇએમઆઇએમના સાબિર કાબલીવાલાએ પણ દુખ વ્યક્તુ છે,
સીનિયર પત્રકાર અજય નાયકે લખ્યુ છે કે
ઓહ…..
ટાઈમ્સમાંથી આવ્યા હતા એટલે જૂનો પરિચય હતો. બાઈક પર ક્યાં ક્યાં જતા….ભાજપ ઓફિસની નીચે પ્રકાશના ગલ્લે પારલે જી ખાતા ઘણીવાર જોયા હતા.
એક વખતસપ્તક દરમિયાન પંડિત શિવકુમાર શર્મા, પંડિત શંભુ મહારાજ, પં. વિશ્વમોહન શર્મા, પં. હરિપ્રસાદ ચૌરસિયા વગેરેના ઈન્ટરવ્યૂની સિરીઝ કરેલી. બધી ગોઠવણ એમણે જ કરેલી. શાહીબાગ પં. નંદન મહેતાના બંગલે, હોલીડે ઈન( એ સમયે) વગેરે સ્થળે મુલાકાત કરેલી. અદભૂત વ્યક્તિત્વ..🙏💐
સંદેશ અખબારના પત્રકાર સંજય વિભાકરે લખ્યુ છે કે
સ્વર્ગસ્થ ગૌતમભાઈ મહેતા નખશીખ પ્રમાણિક અને ઉમદા વ્યક્તિત્વના માલીક હતા કામ પ્રત્યેની તેમની ધગસ અદભુત અને અકલ્પનીય હતી મોડી રાત્રે બે વાગ્યે કહ્યું હોય કે વહેલી સવારે પાંચ વાગ્યે તેઓએ ક્યારેય સ્થળ પર જઈને ફોટોગ્રાફી કરવાની ના પાડી નથી કોઈ રિપોર્ટર ફોન કરે અથવા તો સોર્સમાંથી તેમને જાણવા મળે એટલે તુરંત જ ઘટના સ્થળે પહોંચી જતા હતા ભૂતકાળમાં તેમને ફ્રેક્ચર થયું હતું અને બાઈક ચલાવી શકતા ન હતા એ સમયે તેઓ રીક્ષા લઈને ફોટોગ્રાફી કરવા જતા હતા તેઓ ક્યારેય કોઈનું પાણી પણ પિતા ન હતા. માત્ર કામ સિવાય કોઈ જ વાત કરતા ન હતા આવો પત્રકાર કે ફોટોગ્રાફર આખા દેશમાં કદાચ ક્યાંય જોવા નહીં મળે ગૌતમભાઈ ના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના
ટીવી 18 ગ્રુપના જનક દવેએ લખ્યુ છે કે
મને યાદ છે મોડાસા માં બ્લાસ્ટ થયો હતો વરસાદ પડી રહ્યો હતો હું મોડાસા જવા નીકળ્યો હતો અને રસ્તા માં મૈં ગૌતમ ભાઈ ને બાઈક (કદાચ લ્યુના હતું )પર જોયા મૈં ગૌતમ સર ને કહ્યું લ્યુના મૂકી દો કાર માં સાથે ચાલો.
એમણે સવિનય ના કહી અને એટલું કહ્યું તમે જલ્દી પહોંચો તો માહિતી લઈ રાખજો હું આવું જ છું પાછળ.
થોડા સમય બાદ એ પણ મોડાસા પહોંચ્યા મસ્જિદ સુધી નો રસ્તો પૂછ્યો ફોટોગ્રાફ લઈ મોડાસા બસ સ્ટોપ પાસે જ્યારે અમે બાઇડ લઈ રહ્યા હતા ત્યાં સુધી માં એ આવી પણ ગયા.
અમદાવાદ થી મોડાસા સુધી બાઈક લઈ એક ફોટોગ્રાફ માટે આવવું એ એમનું પેશન હતું.
ત્યાર પછી ઘણા વર્ષો સુધી ગૌતમ સર જોડે સમાચાર ને લઈ વાતચીત થતી હતી.
તબલાં એમનો શોખ હતો.
એવું પણ સાંભળ્યું હતું કે ગુજરાત સમાચાર મેનેજમેન્ટ એ બધા ને બાઈક આપવાનું નક્કી કર્યું તો એમણે એનો અસ્વીકાર કર્યો હતો અને પોતાના પૈસે એ બાઈક લઈ આવ્યા હતાં.
આ અંગે કોઈ વધુ જણાવી શકે. મારી પાસે આટલી જ માહિતી છે.
ભગવાન એમની આત્મા ને શાંતિ આપે.
વરિષ્ઠ પત્રકાર ગૌતમ પુરોહિતે પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે તેઓએ લખ્યુ છે કે
અખબારની ઓફિસ ખુલી પણ ના હોય, તેઓ ચોકીદાર પાસે બેસી રહેતા હતા. મોડી રાત્રે ઓફિસ બંધ થયા પછી તેઓ ઘરે જતા હતા.
તેમની એક આદત હતી કે તમામ રિપોર્ટરને ઇવેન્ટ બાબતે પૂછતા અને પછી ફોટો પાડવા જતા હતા. ગુજરાતી લખતાં આવડતું ન હોવા છતાં તેઓ ફોટોલાઇન જાતે લખતા. પારલે-જી એમનું ફેવરેટ…
ગુજરાત સમાચારમાં જોડાયા પહેલાં તેઓ ટાઇમ્સમાં ક્રાઇમ રિપોર્ટર અને ફોટોગ્રાફર હતા…
ભગવાન એમના આત્માને શાંતિ આપે….
સિનિયર પત્રકાર હિરેન ઉપાધ્યાયે લખ્યુ છે કે
કચ્છ માં ઉલ્કા પડી હતી તેવો મેસેજ મળતા તે લ્યુના લઈ ભુજ પહોંચી ગયા હતા..
વરિષ્ઠ ટીવી પત્રકાર હિરેન રાજ્યગુરુએ લખ્યુ છે કે
ગૌતમ કાકાને તબલા વગાડવાનો શોખ હતો…. મોડી રાત સુધી પોતાના ઘરમાં એકલા એકલા તબલા વગાડતા હતા…. આ વાત મે કેટલાક સિનિયર પાસેથી સાંભળેલી એક વાર હિંમત કરીને કાકાને પૂછ્યું કાકા ઘરે મોડી રાત સુધી તબલા વગાડો છો ??? જવાબ એટલો જ મળ્યો હતો કે, તમારે કંઈ કામ હતું ??
જવાબમાં સવાલ હતો એટલે મે વધુ ચર્ચા કરી ન હતી
ભગવાન તેમના આત્માને શાંતિ આપે 🙏🏻
વીટીવીના પત્રકાર બળદેવ મેરે લખ્યુ છે કે
લાસ્ટ ટાઈમ કાકા મને ડાકોર જતા પદયાત્રી ના કવરેજ માં હાથીજણ માં મળ્યા હતા તે ટાઈમે પણ રીક્ષા માં આવ્યા હતા ત્યારે પણ ચા પાણી નાસ્તા ની ના પડતાં ને એ મારી કાકા જોડે છેલ્લી મુલાકાત હતી 😢
સિનિયર ફોટોગ્રાફર ધર્મેન્દ્ર કુંપાવતે લખ્યુ છે કે
ગૌતમભાઈ મહેતા ધામમાં પધાર્યા છે ત્યારે તેમની આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. ગૌતમભાઈ ની યાદ જ્યારે તેઓ ગાંધીનગર આવતા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરતા હતા અને વાઈટ કલરની એમ્બેસેડરમાં આવતા અને મને ફોન કરતા ધર્મેન્દ્રભાઈ ક્યાં છો? હું ગાંધીનગર આવું છું આપણે એક જગ્યાએ ફોટો પાડવા જવું છે મારી જોડે આવશો તમે ત્યારે હું કહેતો આ ગૌતમભાઈ આવો હું ચોક્કસ આવીશ આ મારી યાદો છે એમની સાથે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે ઓમ શાંતિ
પત્રકાર સંજય દવેએ લખ્યુ છે કે
વેજલપુર વિસ્તારમાં રહેતાં,વર્ષો સુધી બજાજ ની બાઈક રાખી હતી,ખૂબ ઓછા વ્યક્તિઓ સાથે અને ખૂબ ઓછું બોલતાં,પોતાની અંગત લાઈફ વિશે ખૂબ ઓછા લોકોને ખબર પડવા દીધી હશે તેવા,અને એક અંગત જિંદગી જીવી જાહેર ફોટોગ્રાફી કરીને વિદાઈ લેનાર ગૌતમ.મહેતા (કાકા) વિશે કોઈ વધુ જાણતું હોય તો એક “યાદાંજલી” તરીકે મૂકશો….!! તેમનો ફોટો પણ ખૂબ ઓછા લોકો સાથે હશે….!!
SIT માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર.મોદી આવ્યા હતાં ત્યારે SIT નાં બિલ્ડિંગ પાસે તેમનું બાઈક મૂકવા બાબતે ગૌતમ કાકા ગુસ્સે થયેલા અને અંતે સિક્યુરિટી એ તેમને ત્યાંજ બાઈક મૂકવા દીધેલું….તે વખતે ગાંધીનગર કવરેજ કરતાં બધા મિત્રો ને આ પ્રસંગ યાદ હશે….!🙏
વિશાલ શાહ નામના પત્રકારે લખ્યુ છે કે
છેલ્લે એક વાર કેમેરા બેગ બહાર રાખીને ટોઇલેટમાં ગયા અને એટલી વારમાં કોઈ લેન્સ ચોરી ગયું. એ વખતે અત્યંત દુઃખી થઈને બાળક જેવું વર્તન કરવા લાગ્યા હતા.
અને કોઈ જગાએ ફોટોગ્રાફી કરવા ઊભા હોય ત્યારે કોઈ વ્યક્તિ એડ્રેસ પૂછવા આવે તો એને શાંતિથી સમજાવે. પેલો મુંઝાય તો પૂછે કે પૈસા નથી? એવું કહીને એક વાર એક વ્યક્તિના હાથમાં 500 રૂપિયાની નોટ મૂકી દીધી હતી. કોઈ માંગનારા આવે તો તરત જ 100-200 રૂપિયા હાથમાં મૂકી દે. એક વાર કોઈએ પૂછ્યું આ વિશે તો કહે, આપણે કેટલા પૈસાની જરૂર પડે રોજ?
વરિષ્ઠ પત્રકાર આશિષ અમિને લખ્યુ છે કે
ગૌતમભાઈના પિતા મહેશભાઇ હું જ્યારે સમભાવ દૈનિકમાં કામ કરતો ત્યારે સંપર્કમાં આવ્યા હતા. પરંતુ પિતા પુત્ર વચ્ચે ક્યારેય સંવાદ થતો જોયો નહતો. મહેશભાઈ પણ શાંત પ્રકૃતિ ના સરળ ઈન્સાન હતા… રહસ્યમય કથાઓ લખતાં એની સામે ગૌતમભાઈ તજતરરાર અને પોલીસ પહોંચે એ પહેલાં એ ઘટના સ્થળે પહોંચી ગયા હોવાના અનેક કિસ્સાઓ મેં જોયા હતાં. એ અશરફ સૈયદ અને કિશોર કામદારને ખુબ આદર આપે…
ગૌતમભાઈ એમના પિતાને બસ સ્ટેન્ડ પર જુએ તો પણ બેસાડીને લઈ જાય નહીં.. ઘણાં ઓછા લોકોને એમના લ્યુના પર બેસવાનો મોકો મળ્યો હતો એ પૈકી હું પણ ખરો…. વર્કોહોલીક એવા કે આપણે પ્રિન્ટમાં વાર્ષિક સાત રજા હોય તો પણ ગૌતમભાઈ ઓફિસમાં હોય….
ગુજરાત સમાચારમાં હતો ત્યારે ગોધરાકાંડ વખતે શેઠને સૂચન કરીને બાઈક અપાવ્યું હતુ… જ્યોર્જ ફર્નાન્ડિસ ના કાફલામાં અડફેટે આવતાં અકસ્માત થયો પછી વખતોવખત એમની સ્વાસ્થ્ય બગડતું રહ્યુ હતું….
એમની સાથે જનાર ભુખ્યો રહે એવું કહેવાતું પણ એ મારી સાથે નાસ્તો કરતાં….
ૐ શાંતિ 🙏
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે લખ્યુ છે કે
.ગૌતમભાઈ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં રિપોર્ટર હતા. ત્યારે 1 વર્ષ સુધી હક્કો માટે લડત ચાલતી તેમાં તેઓ સૌથી આગળ હતાં.
પત્રકાર કેતન જોશીએ લખ્યુ છે કે
ગૌતમભાઇને શ્રદ્ધાંજલિ…. કામથી કામ રાખનાર વ્યક્તિ… સ્પોટ ઉપર કાયમ સમયે પહોંચવાનું અને કામ કરીને નીકળી જવાનું. સ્પોર્ટ્સ રિપોર્ટિંગને પગલે ઘણી વખત ગ્રાઉન્ડ પર મળવાનું થતું. પરંતુ ઓછા બોલા અને કામની વાત કરીને નીકળી જવાનું અને બીજું કે બીજા પર ડિપેન્ડ બહુ ઓછા રહેતા…દરેક સ્થાને જાતે જ પહોંચવાનો આગ્રહ તેમનામાં વધુ જોવા મળતો.
ઇન્ડિયા ટીવીના વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપુરે લખ્યુ છે કે
ये लेट 90s की घटना है, भीलड़ी के पास बड़ा रेल हादसा हुआ और गौतम भाई. अपनी लूना पर ही हादसे के स्पॉट पर पहुंच गए, मैंने उनसे ज्यादा कर्मठ और डेडिकेटेड प्रोफेशनल अपने पुरे कैरियर में अब तक नहीं देखा
प्रभु उनकी पुण्य आत्मा को शांति प्रदान करें
એ સિવાય ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિવેક ઓઝા,મુન્નવર પતંગવાળા, દેવેન્દ્ર પટેલ, રાજીવ પટેલ,એબીપીના રોનક પટેલ, ભૌમિક વ્યાસ, આજ કાલ અખબારના નયના દોશી.વિરેન મહેતા, મલ્હાર વોરા, હિરેન રાવલ, અને પંચાત ટીવીના હિતેન્દ્ર બારોટ અને અનિલ પટેલ સહિત સમગ્ર ટીમ સ્વર્ગિય ગૌતમ ભાઇ મહેતાને શ્રધ્ધાંજલી આર્પે છે