ભાજપના દિગજ્જ નેતા રહેલા જયનારાયણ વ્યાસ સિદ્ધપુરમાં કોંગ્રેસ ના ઉમેદવાર નો પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા
સમગ્ર ગુજરાત માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું સિદ્ધપુર હવે રાજકીય આટાપાટાનું કેન્દ્ર બન્યું છે. આ વખતે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને પૂર્વ કોંગ્રેસી એવા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત વચ્ચે સીધો મુકાબલો છે.ત્યારે નોંધનીય બાબત તો એ છે કે અત્યાર સુધી ભાજપના ઉમેદવાર રહેલા જયનારાયણ વ્યાસ ને ભાજપે ટિકિટ આપી નથી ત્યારે જૈફ વયે તેઓ હવે કોંગ્રેસ ના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે.ત્યારે જોવાનું છે કે સિદ્ધપુરમાં જનતા કોની પર ભરોસો મુકશે.