વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઈ રહેલી ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફૂટબોલની સેમિફાઈનલ મેચ દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી, જેના કારણે ફૂટબોલનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું
અસામાજિક તત્વોએ પોતાના હાથમાં જે વસ્તુ હાથ લાગી તે વસ્તુઓથી ફૂટબોલના ખેલાડીઓને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરાની MS યુનિવર્સિટીમાં ફુટબોલ મેચ રમાઈ રહી હતી તે દરમિયાન અસામાજીક તત્વો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી.
ત્યારે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ મુકપ્રેક્ષક બની આ સમગ્ર ઘટનાનો તમાસો જોઈ રહી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં ફુટબોલના ખેલાડીઓને અસામાજિક તત્વોએ ખેલાડીઓને ગડદાપાટુનો પણ માર માર્યો હતો.
જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે પોલીસ પણ આ ઘટનાને કાબૂમાં લઈ શકી ન હતી. આ બનાવના યુનિવર્સિટી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના અંગે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે