USFDAની ટીમ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ત્રિ-દિવસીય મુલાકાતે
………….
લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં
આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ કરશે
…………..
યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આગામી તા. ૧૭, ૧૮ અને મે-૨૦૨૨ દરમિયાન ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ત્રિ-દિવસીય મુલાકાતે આવનાર છે. આ ટીમ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન સાથે લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ કરશે એમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા જણાવાયું છે.
કોશિયાએ ઉમેર્યું કે, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ગુજરાત એફડીસીએ) વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટિસિસનું એકબીજા સાથે આદાન પ્રદાન કરે છે. આ બંન્ને રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે કરવામાં આવતી કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગેની ચર્ચા કરશે. જેના થકી બંન્ને સંસ્થાઓના અધિકારીઓના નોલેજમાં વધારો થશે અને લોકોને ઉતમ સ્વાસ્થ્ય પુરૂ પાડવામાં મદદગાર પૂરવાર થશે.
આ મુલાકાત દરમિયાન FDCA ગુજરાત અને USFDAના અધિકારીઓ ડ્રગ ઇન્સ્પેક્શન લાઇફસાઇકલ: સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરશે અને યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇન્સ્પેકશનમાં ગુજરાત FDCAના અધિકારીઓ ભાગ લેશે તે અંગે ચર્ચા વિચારણા થશે.
કોશિયાએ ઉમેર્યું કે, અગાઉ USFDAના અધિકારીઓની આ ટીમે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે દરમિયાન આરોગ્ય મંત્રી દ્વારા ગુજરાત તથા દેશની ખ્યાતનામ ફાર્મસી કોલેજ એલ.એમ.ફાર્મસી કોલેજ, અમદાવાદ તથા સરકારી આયુર્વેદ હોસ્પીટલ અને કોલેજ, કોલવડાની મુલાકાત લેવાનું સૂચવાયું હતું. જેના અનુસંધાને તા. ૧૯ મે ના રોજ આ બંન્ને સંસ્થાઓની મુલાકાત USFDAના અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
આ ટીમ USFDA-ગુજરાત FDCA રેગ્યુલેટરી ફોરમ યોજાશે જેમાં, સૌપ્રથમ વાર USFDAના ૧૨ સભ્યો અને ત્રિ-દિવસીય મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન USFDAના ડૉ. સારહ મેક્મુલન, USFDA; ડૉ. નાટાલી મીકેલસન, એક્ટીંગ ડેપ્યુટી ડાયરેક્ટર; ડૉ. ફીલીપ ન્યુએન, એક્ટીંગ આઇઆરએસ તથા અન્ય સભ્યો ભાગ લેનાર છે. ગુજરાત FDCA ના ડ્રગ અને ફૂડ ના સીનીયર અધિકારીઓ અને ડ્રગ્ઝ ક્ન્ટ્રોલર, ઇન્ડિયા દ્વારા પ્રતિનિયુકત ૪ ડ્રગ્ઝ ઓફિસર ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ દરમિયાન બ્રુસ રોજ, કન્ટ્રી ડાયરેક્ટર સૌપ્રથમ વાર ગુજરાત FDCAની મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ “FDCA ગુજરાત-USFDA રેગ્યુલેટરી ફોરમ” બંન્ને સંસ્થાઓ વચ્ચે નોલેજ શેરીંગ, ટ્રેનિંગ, કેપેસીટી બિલ્ડિંગ અને ઇનફોર્મેશન શેરીંગ કરવાના હેતુ અર્થે રચના કરવામાં આવી છે. જેની પ્રથમ બેઠક ૧૨મી માર્ચ, ૨૦૧૯ના રોજ, કમિશનર, FDCA, ગાંધીનગરની કચેરી ખાતે ડૉ. લેટિટિયા રોબિન્સન, કન્ટ્રી ડાયરેક્ટર સાથે યોજાઈ હતી. તેના ભાગરૂપે ટેકનિકલ એડવાન્સમેન્ટ અને અન્ય કાયદાકીય સંબંધિત માહિતીની ચર્ચા માટે બંને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે ત્રિમાસિક બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતુ.
USFDAની ટીમ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની ત્રિ-દિવસીય મુલાકાતે
