કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગૌરવ યાત્રામાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે..27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભાજપ માટે સૌથી મોટો પડકાર કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી બની છે..ગુજરાતમાં ભાજપના શાસનના પાયાને હચમચાવી દેવા માટે આમ આદમી પાર્ટી રાત દિવસ એક કરી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ કેન્દ્રીય પ્રધાનો ગુજરાતના ગઢને જાળવી રાખવા માટે મચી પડ્યા છે.સમગ્ર ગુજરાતમાં પાંચ ઝોન માં ગુજરાત ગૌરવ યાત્રા નો જે પી નડ્ડા ના હસ્તે આરમ્ભ કરી દેવાયો છે..ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક સંસદ સભ્ય અને કેન્દ્રીય ગૃહ ઉપરાંત સહકારિતા પ્રધાન અમિત શાહ ગૌરવ યાત્રાનું નેતૃત્વ કરશે..તેઓ સમગ્ર ગૌરવ યાત્રા દરમ્યાન ઝાંઝરકા થી ઉનાઈ સુધી જોડાશે
તારીખ : 13 એક્ટોબર 2022
કાર્યક્રમ 1
સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન મંદિર દર્શન તેમજ પૂજન
સમય: સવારે 10:30 કલાકે
સ્થળ: ઝાંઝરકા, જી. અમદાવાદ
કાર્યક્રમ 2
ઝાંઝરકા ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે
સમય: સવારે 11:30 કલાકે
સ્થળ: ઝાંઝરકા, જી. અમદાવાદ
કાર્યક્રમ 3
ઉનાઈ માતાના મંદિર ખાતે દર્શન-પૂજા
સમય: બપોરે 01:30 કલાકે
સ્થળઃ ઉનાઈ, જી. નવસારી
કાર્યક્રમ 4
ઉનાઈથી ગૌરવ યાત્રા પ્રસ્થાન કરાવશે તેમજ વિશાળ જનસભાને સંબોધિત કરશે
સમય: બપોરે 02:00 કલાકે
સ્થળઃ ઉનાઈ, જી. નવસારી
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !