ગાંધીનગર
થરાદની જનતાને આપેલું ક્યુ વચન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂરું કર્યું..?
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે..15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે.
ત્યારે નોંધનીય છે કે 22 નવેમ્બરના રોજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તમે શંકર ચૌધરીને મત આપો, તેમને મોટું પદ આપવાનું કામ અમે કરીશું.જે ભાજપે તેમને ગુજરાત અધ્યક્ષ બનાવીને થરાદની જનતાને આપેલ વચન પૂરું કર્યું છે.
કોણ છે શંકર ચૌધરી
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની અને સૌરાષ્ટ્ર ના દિગજ્જ નેતા કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા.જોકે ગણતરીના મહિનાઓમાં જ ગુજરાત ભાજપના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ 46 એમ એલ એ સાથે બળવો કર્યો અને ગુજરાતમાં કોંગ્રેસના ટેકા થી સરકાર બનાવી..ત્યારે અપક્ષ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શંકરસિંહ વાઘેલા માટે રાધનપુર બેઠક ખાલી કરી હતી.ત્યારે પેટા ચૂંટણી યોજાતા તત્કાલીન મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની સામે ભાજપે વર્ષ 1997માં શંકર ચૌધરીને માત્ર 27 વર્ષની વયે વિધાનસભાની ટિકિટ આપી જોકે શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યપ્રધાન હોવાને લીધે તેઓ રાધનપુરમાં ચૂંટણી જીતી ગયા ..
જોકે ત્યાર બાદ વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ રાધનપુર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2002 ,2007,2012 માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લગાતાર ચૂંટણી જીત્યા જોકે વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે ચૂંટણી હારી ગયા હતા.
ત્યારે આ વખતે ભાજપે રાધનપુરના બદલે થરાદ વિધાનસભા બેઠક પર થી ટિકિટ આપી અને તેઓ ચૂંટણી જીતી ગયા.
વર્ષ 2014માં કેન્દ્ર માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને તેમના અનુગામી તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ બન્યા તેમની સરકારમાં વર્ષ 2014માં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ આનંદીબેન પટેલની વિદાઇ બાદ વર્ષ 2016માં વિજય રૂપાણી ની સરકારમાં આરોગ્ય શહેરી વિકાસ પર્યાવરણ જેવા મહત્વના ખાતાઓના પ્રધાન બન્યા
જયારે સહકાર ક્ષેત્ર માં તેમનું મહત્વનું યોગદાન રહ્યું.જેમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર (બનાસ ડેરી) ના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન. તરીકે સેવાઓ આપી.રહ્યા છે.