ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન અમિત શાહ ઉનાઈ માતાજી ના દર્શને પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન અમિત શાહ ઉનાઈ માતાજી ના દર્શને પહોંચ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતનો ગઢ જાળવી રાખવા માટે કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉનાઈ માતાજી ના ચરણો માં આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતાત્યારે નોંધનીય છે કે ગુજરાતમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી એ ઉભો કર્યો છે.ત્યારે બીજેપી હિન્દુત્વ થકી ગુજરાતમાં ફરી એક વાર સત્તા કબ્જે કરવા માટે મેદાનમાં ઉતરી છે..ત્યારે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીની મફતિયા યોજના પર ભરોસો કરશે કે પછી હિન્દુત્વ પર ભરોસો યથાવત રાખશે તેતો ચૂંટણી ના પરિણામો બતાવશે