ટૅક & ઑટો

ટ્વિટરે જાહેર કરી નવી અપડેટ, એપ કેમેરાની મદદથી બનાવી શકાશે GIF

Published

on

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે એક નવા અપડેટની જાહેરાત કરી છે. આ અપડેટ પછી, ટ્વિટર યુઝર્સ તેમની ટ્વિટર એપના કેમેરાથી GIFs ફાઈલ બનાવી શકશે. જોકે આ સુવિધા હાલ માત્ર IOS વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે.

 

 

ટ્વિટરના આ નવા ફીચરનો ફાયદો એ છે કે તમે કોઈપણ થર્ડ પાર્ટી એપ વિના ટૂંકા વીડિયોને GIF તરીકે શેર કરી શકશો. આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ક્યારે આવશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 

Advertisement

ટ્વિટરે ટ્વિટ કરીને નવા ફીચર વિશે જાણકારી આપી છે. જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારા ફોનની એપ અપડેટ કરો. હવે એપ ઓપન કરો અને ન્યૂ ટ્વીટ બટન પર ક્લિક કરો

 

હવે ફોટોના આઈકોન પર ક્લિક કરો અને પછી કેમેરા આઈકોન પર ક્લિક કરો. હવે GIF મોડ પર ક્લિક કરો અને બટન દબાવી રાખો અને GIF રેકોર્ડ કરો. હાલમાં ટ્વિટરે સિસ્ટમમાં GIF સેવ કરવાની સુવિધા આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version