ગાંધીનગર

લગ્ન નોધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ

Published

on

રાજય સરકારનો મહત્વનો નિર્ણય લગ્ન નોધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ

ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે

ડિજિટલ ગુજરાત અંતર્ગત આ પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટીફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારીત ખરી નકલ ઓનલાઈન મેળવી શકશે.આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજીયાત પણે બંધ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. રાજય સરકારના આ મહત્વના પ્રજાલક્ષી નિર્ણયથી મોટી સંખ્યામાં નાગરિકોને લાભ મળશે

ઉલેખનીય છે કે ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ ૧૮૭૨ હેઠળ નોંધણી થયેલ અસલ લગ્ન સર્ટીફિકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટીફીકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version