વ્યારાના કપુરા ગામે રહેતી આદિવાસી મહિલા ઇન્દુબેન ગામીત મૂળ ખેતી સાથે સંકળાયેલ છે, પરંતુ વારસાઈમાં તેમની જમીન નામ માત્ર હોવાથી તે માંડ માંડ પોતાના પરિવારનું જીવન નિર્વાહ વર્ષો પહેલા ચલાવતા હતા, પરંતુ આ વાત ભૂતકાળ બની ગઈ છે, હવે ઇન્દુબેન સ્વમાનભેર જીવી રહ્યા છે, તેમણે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી આયુર્વેદીક હેર ઓઇલ બનાવાની તાલીમ લીધી હતી, અને તેઓ હવે જાતે 21 જેટલી વીવિધ ઔષધિઓ થી તૈયાર કરેલ હેર ઓઇલ બનાવે છે, જેની માંગ હવે વિદેશોમાં પણ રહે છે.
આ મહિલાની પ્રગતિ જોઈ અન્ય 78 જેટલી મહિલાઓ પણ તાલીમ લઇ પગભર થઈ.
વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં તાલીમ મેળવીને આ મહિલા એ તેના ઘર અને આસપાસના ગામો માંથી ઔષધિઓ લાવીને હેર ઓઇલ તૈયાર કરે છે , જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તેમને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે આ હેર ઓઇલ વેચવાને માટે મદદરૂપ થઇ રહ્યા છે..સાથે આ મહિલાની પ્રગતિ જોઈ અન્ય 78 જેટલી મહિલાઓ એ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી તાલીમ લઈ તેઓ પણ પગભર થઈ રહ્યા છે.
ઇન્દુબેન પગભર થઈ લાખોની કમાણી કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપબની રહ્યા છે.
જૈફ વયે પહોંચેલા આદિવાસી સમાજ માંથી આવતા ઇન્દુબેન નિરક્ષર છે, પરંતુ કંઈક અલગ કરવાની ઘેલછા તેમના માં પહેલેથી હોવાને કારણે તેમને કૃષિ ક્ષેત્રના એવોર્ડ પારિતોષિક મળી ચુક્યા છે, ઓછી જમીન હોવાને લઈને તેમણે પશુ પાલન ની સાથે હેર ઓઇલ બનાવવાનો વિચાર કર્યો અને સતત અને સખત પ્રયત્નો બાદ આજે ઇન્દુબેન પગભર થઈ લાખોની કમાણી કરી રહ્યા છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે..