ઇડરિયા ગઢની ચાવી ભાજપ કોને આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વચ્ચે ભાજપમાં ઉમેદવારોની હારમાળા જોવા મળી રહી છે, ઇડરમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનુ
માનવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના એસસી નેતાઓએ ઇડરનો ગઢ કબ્જે કરવા માટે કવાયત કરી રહ્યા છે, તાલુકા પંચાયતના સભ્યથી લઇને ભાજપના પ્રદેશ
કક્ષાના એસસી નેતાઓ ઇડરથી ગાંધીનગર પહોચવા માંગે છે, સામાન્ય કાર્યકર્તાથી લઇ મોટા નેતાઓને પણ ઇડરિયા ગઢની ચાવી જોઇએ છે, ત્યારે ભાજપના મોવડીમંડળના
આશિર્વાદ કોને મળશે,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
ઇડરનુ ચૂંટણીલક્ષી ઇતિહાસ
વર્ષ 1962માં કોંગ્રેસના ગોવિંદ ભાઇ ભામ્ભીએ સ્વતંત્ર પાર્ટીના માનાભાઇ ભામ્ભીને હરાવ્યા હતા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એમ આર ભુમ્ભીએ કોંગ્રેસના જે એ ભુમ્ભીને હરાવ્યા હતા
વર્ષ 1972માં કોગ્રેસના માનાભાઇ ભામ્ભીએ નેશનલ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના નિરુભાઇ સોલંકીને હરાવ્યા હતા
વર્ષ 1975માં નેશનલ કોગ્રેસ ઓર્ગેનાઇઝેશનના સોનેરી કરસન દાસે કોગ્રેસના લલ્લુ ભાઇ પરમારને હરાવ્યા હતા
વર્ષ 1980મા ઇન્દિરા કોંગ્રેસના એલ ડી પરમારે જેએનપી જેપીના કરસનદાસ સોનેરીને હરાવ્યા હતા
વર્ષ 1985માં જેએનપીના કરસનદાસ સોનેરીએ કોંગ્રેસના માનાભાઇ ભામ્ભીને હરાવ્યા હતા
વર્ષ 1990માં જનતાદળના કરસનદાસ સોનેરીએ કોગ્રેસના લલીત પરમારને હરાવ્યા હતા
વર્ષ 1995માં ભાજપના રમણલાલ વોરાએ કોંગ્રેસના કરસનદાસ સોનેરીને હરાવ્યા
વર્ષ 1998માં ફરીવાર ભાજપના રમણલાલ વોરાએ કોંગ્રેસના કરસનદાસ સોનેરીને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના રમણલાલ વોરાએ કોંગ્રેસના છગન ભાઇ પરમારને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના રમણલાલ વોરાએ કોગ્રેસના મણીલાલ વાઘેલાને હરાવ્યા હતા
વર્ષ 2012માં ભાજપના રમણલાલ વોરાએ કોંગેસના રમણલાલ સોલંકીને હરાવ્યા હતા
વર્ષ 2017માં ભાજપના હિતુ કનોડિયાએ કોગ્રેસના મણીલાલ વાધેલાને હરાવ્યા હતા
ઐતિહાસિક ફેક્ટ
ઇડર વિધાનસભા બેઠક કોંગ્રેસ વર્ષ 1980માં જીત્યુ હતું, કોંગ્રેસને ઇડરની જનતાએ 42 વરસથી કાઢી મુકી છે
વર્ષ 1980માં કોંગ્રેસના લલ્લુભાઈ ધનાભાઈ પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
વર્ષ 1962માં કોંગ્રેસના ગોવિંદભાઈ ભામભી ચૂંટણી જીત્યા
વર્ષ ૧૯૯૫માં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા પ્રથમ વખત ઇડરમાં જીત્યા
રમણલાલ વોરા બેંકના કર્મચારી હતા, બેંકમાંથી અમિત શાહે નોકરી છોડાવીને રાજકારણમાં લાવ્યા,
વર્ષ 1995 બાદ વરસ 1998 ,વર્ષ 2002 ,2007 ,2012 પાંચ વખત રમણલાલ વોરા ઇડર બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા
2014માં રમણલાલ વોરાને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની ઓફર કરાઇ,, જો કે તેઓ ગુજરાતના લોકોની સેવા કરવા માંગતા હતા,જેથી તેઓ દિલ્હી ન ગયા,
2017માં રમણ વોરા ઇડર ના બદલે ભાજપે તેમને દસાડા બેઠક પર ચૂંટણી લડવા મોકલ્યા,, જ્યાં તેમની હાર થઇ તેમને કોંગ્રેસના નૌશાદ સોલંકીએ હરાવ્યા હતા,
વર્ષ 2017માં ગુજરાતી ફિલ્મના અભિનેતા અને પૂર્વ ધારાસભ્યના પુત્ર હિતુ કનોડિયાના ઇડર બેઠક પર જીત્યા
અગાઉ હિતુ કનોડિયા 2012માં કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા
વર્ષ 1967માં એ સ્વતંત્ર પક્ષના એમ આર ભામ્ભી એ કોંગ્રેસ ના ગોવિંદ ભાઈ ભામ્ભી ને હરાવ્યા
માના ભાઈ ભામ્ભી સ્વંત્રત પક્ષ અને કોંગ્રેસ માંથી ચૂંટણી લડી એમ એલ એ રહયા છે
સામાજીક અને ન્યાય બાબતોના પૂર્વ પ્રધાન કરસનદાસ સોનેરી વર્ષ ૧૯૭૫ 1985 1990 એમ ત્રણ વખત એમ એલ એ તરીકે ચૂંટાયા
તેઓ સ્વતંત્ર પક્ષ જે એન પી અને જનતા દળ માંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા
પૂર્વ સામાજિક શિક્ષણ બાબતોના પ્રધાન રહી ચૂકેલા વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે જે રેકોર્ડ સુધી કોઈ તોડી શક્યું નથી
ઇડરિયા ગઢના કેટલા પહેરેદાર
હિતુ કનોડિયા ધારાસભ્ય ઈડર
રમણ વોરા પૂર્વ પ્રધાન
રાજેશ પરમાર સાબરકાંઠા જિલ્લા એસસી મોરચા પ્રમુખ
ભગવાનદાસ પરમાર પૂર્વ ઉપ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા
મુકેશ સોલંકી પૂર્વ ઉપ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા ભાજપ
દશરથ પરમાર ચેરમેન સાબરકાંઠા જિલ્લા પંચાયત સામાજીક અને ન્યાય બાબતોની સમિતિ
મનીષ શાહ તાલુકો પંચાયત સભ્ય ઈડર
શિવરામભાઈ સભ્ય તાલુકા પંચાયત ઈડર
વર્ષાબેન વણકર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય
જયંતીભાઈ શ્રીમાળી ઉપપ્રમુખ એસી મોરચો ભાજપ એસ.કે
જગદીશભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ હિંમતનગર પાલિકા
કાંતિભાઈ પરમાર વડાલી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન
દેવજીભાઈ વણકર. તાલુકા પંચાયત પ્રમુખ ઈડર
શામળભાઈ ચેનવા પૂર્વ પ્રદેશ મંત્રી એસી
પાર્થ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય સાબરકાંઠા
હિતુ કનોડીયાને વડગામ,દસાડા અને દાણીલિમડામાાં લડાવી શકે છે ભાજપ
હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મના મોટા ગજા કલાકાર છે, ગુજરાતની જનતાના હૃદયમાં તેઓ રાજ કરે છે, પરિણામે ભાજપ તેમના લોકપ્રિયતાને એન્કેસ કરવા માટે
તેનો પ્રયોગ મોટા કરી શકે છે, સુત્રો માને છે કે જીગ્નેશ મેવાણીને વડગામમાં જો કોઇ ટક્કર આપીને હરાવીને શકે તો તે માત્ર હિતુ કનોડિયામાં રાજકીય તાકાત છે, જેથી ભાજપ જીગ્નેશ મેવાણીને
રાજકીય રીતે અજ્ઞાત વાસમાં મોકલવો હોય તો હિતુ કનોડિયા ટ્રમ્પકાર્ડ સાબિત થઇ શકે છે, આવી બીજી સીટ દાણીલિમડા છે, જ્યાં પુર્વ અન્નનાગરિક પુરવઠા પ્રધાનના પુત્ર અને ગુજરાત વિધાનસભામાં
કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર દબદબો છે, જ્યાં કોંગ્રેસને હરાવવી ભાજપ માટે મોટો પડકાર છે, તે સિવાય દસાડા સીટ પર કોંગ્રેસના નૌશાદ સોલંકીને હરાવવુ પણ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા
સમાન સાબિત થાય છે,,ત્યાંથી પણ હિતુ કનોડિયાને ભાજપ ચૂટણી લડાવવા વિચારી શકે છે,
રે જોવાનુ એ છેકે ઇડરમાં હવે જુના જોગીઓને તક મળે છે કે પછી ભાજપ નવ યુવાનોને તક આપે છે,