અમદાવાદ

માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ

Published

on

માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ

ગુજરાત વિધાનસભા ચૂટણીને લઇને જ્યારે તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે વિધાનસભા બેઠક પ્રમાણે હવે ઉમેદવારો પણ દાંવા આજમાવી રહ્યા છે,, ખાસ કરીને ભાજપની સરકાર બનાવશે તેમ લાગી રહ્યુ છે, ત્યારે
ભાજપમાં ઉમેદવારોની સંખ્યા ખાસ્સી જોવાઇ રહી છે,વાત માતર વિધાનસભા બેઠક પર 2002થી ભાજપનો કબ્જો છે, ત્યારે આ બેઠક ઉપર આ વખતે ભાજપ હાલના ધારાસભ્ય કેસરી સિહને રિપીટ કરવા માંગતી નથી, જેના કારણે અનેક દાવેદારો હાલ મૈદાનમાં છે

બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !

માતર બેઠકનું ઇતિહાસ જોઇએ તો

Advertisement

વર્ષ 1992માં કોંગ્રેસના ફજલ અબ્બાસ જમિનદાર તૈયબઅલીએ સ્વતંત્ર પક્ષના ગોપાલ દાસ દેસાઇને હરાવ્યા

વર્ષ 1967માં કોંગ્રેસના ગંગા બેન વાધેલાએ સ્વતંત્રના ડી પી મકવાણાને હરાવ્યા

વર્ષ 1972માં કોંગ્રેસના ગંગા બેન વાધેલાએ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના પ્રાણ શંકર જોશીને હરાવ્યા

વર્ષ 1975માં કોંગ્રેસના ગોરધન પટેલે, બીએલડીના નવીન પટેલને હરાવ્યા

વર્ષ 1980માં કોંગ્રેસ આઇના પરસોત્તમ પટેલે ભાજપના રવજી પટેલને હરાવ્યા

Advertisement

વર્ષ 1985માં કોંગ્રેસના મુળરાજ સિહ પરમારે જનતા પાર્ટીના ધીરુ ચાવડાને હરાવ્યા

વર્ષ 1990માં જનતા દળના ધીરુ ચાવડાએ કોંગ્રેસના મુળરાજ સિહ પરમારને હરાવ્યા

વર્ષ 1995માં અપક્ષ મુળરાજ સિહ પરમારે કોંગ્રેસના ધીરુ ભાઇ ચાવડાને હરાવ્યા

વર્ષ 1998માં કોંગ્રેસના ધીરુ ચાવડાએ ભાજપના કેડી જેસ્વાણીને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના રાકેશ રાવે કોંગ્રેસના ધીરુ ભાઇ ચાડવાને હરાવ્યા,

Advertisement

વર્ષ 2007ના ભાજપના દેવુસિહ ચૌહાણે કોંગ્રેસના નરહરી અમિનને હરાવ્યા

વર્ષ 2012માં ભાજપના દેવુ સિહ ચૌહાણે કોંગ્રેસના સંજય પટેલને હરાવ્યા

વર્ષ 2014માં ભાજપ કેસરી સિહ સોલંકીએ કોંગ્રેસના કાળીદાસ પરમારને હરાવ્યા

વર્ષ 2017માં ભાજપના કેસરી સિહ સોલંકીએ કોંગ્રેસના સંજય પટેલને હરાવ્યા,,

નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !

રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર, ચર્ચામાં કેમ છે ગુજરાત !

Advertisement

ઐતિહાસિક ફેક્ટ

માતર વિધાનસભા બેઠક પર વર્ષ 1962માં મુસ્લિમ ઉમેદવાર ચૂટણી જીત્યા હતા,
મહિલા ઉમેદવાર તરીકે ગંગા બેન વાધેલા બે વખત આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે
મુળરાજ સિહ પરમાર દેવુ સિહ ચૌહાણ અને કેસરી સિહ સોલંકી એમ આ ત્રણ ધારાસભ્યોને બે વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
મુળરાજ સિહ પરમાર 1995માં કોંગ્રેસે તેમને ટિકીટ ન આપતા તેઓ બળવો કર્યો અને તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા
વર્ષ 2007માં દેવુસિહ ચૌહાણને ભાજપે ટિકીટ આપી ત્યારે કોંગ્રેસે મુળ જનતા દળના એવા નરહરી અમિનને માતર વિધાનસભા બેઠક પરથી
ટિકીટ આપી,કોગ્રેસમા આંતરિક અંસોતષ હોવાના કારણે નરહરી અમિન ચૂટણી હારી ગયા,
વર્ષ 2012માં નરહરી અમિનને ટીકીટ ન મળતા તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા,
વર્ષ 2020માં તેઓ રાજ્ય સભાના સભ્ય બન્યા,,
2014માં દેવસિહ ચૌહાણ ખેડા લોકસભા બેઠક પરથી ચુંટાયા અને બેઠક ખાલી પડતા પેટા ચૂટણીમાં ભાજપે કેસરી સિહ સોલંકીને ટીકીટ આપી અને તેઓ સફળ થયા,
વર્ષ 2020ના રાજ્યસભાની ચૂટણી દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિહ સોલંકી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂટણી લડ્યા જ્યારે ભાજપમાંથી
પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમિન ચૂંટણી લડ્યા, એ સમયે ભાજપ પાસે પણ પુરતા મતો ન હતા, ત્યારે કોંગ્રેસના ભરત સિહ માટે પણ એવી જ સ્થિતિ હતી,,
તે સમય દરમિયાન કેસરી સિહ સોલંકી ગોવિંદ પરમાર વીડી ઝાલાવાડીયા ઉપર ક્રોસ વોટિંગ કરે તેવી શંકા હતી,, જો કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી સિનિયર નેતાઓ
પાસે પ્રોક્સી વોટ કરાવીને રાજકીય નુકશાન અટકાવ્યુ હતું,, આવી સ્થિતિમા્ં આ વખતે કેસરી સિહ સોલંકીને ટિકીટ મળવી મુશ્કેલ છે,

મહાત્મા ગાંધી ઇન્ટરનેશન સ્કૂલમાં પ્રવેશમાં મોટા પાયે કરાઇ રહી છે ગેરરીતી- હાઇકોર્ટમાં કરાઇ પીઆઇએલ

માતરમાં ભાજપના દાવેદારો

કેસરીસિંહ પરમાર ધારાસભ્ય

Advertisement

ચંદ્રેશ પટેલ ઉપપ્રમુખ બીજેપી ખેડા જિલ્લો

અજિત સિંહ ગઢવી તાલુકા ઉપપ્રમુખ માતર

અર્જુનસિંહ ચૌહાણ પાણસોલી વાળા

કલ્પેશ પરમાર પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા

કમલેશ પટેલ પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત

Advertisement

જનકસિંહ ઝાલા ખરેટી વાળા – નેતા ભાજપ

અમિત અમીન વસો કારોબારી ચેરમેન તાલુકા પચાયત માતર

રાજેશ પટેલ પત્ની તાલુકા પંચાયત પ્રમુખ

જ્યારે કોંગ્રેસમાંથી સંજય પટેલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે,

આમ હાલ તો આ બેઠકને લઇને અનેક ચર્ચાઓ છે, કારણ કે ગત વખતે માત્ર બેથી અઢી હજાર વોટોનો માર્જીન હતું ત્યારે આ વખતે અહી કોંગ્રેસ હવે ભાજપ બન્ને માટે કાંટે કી ટક્કર રહેવાની છે તેમ અવશ્યલાગે છે,

Advertisement

પ્રવેશોત્સવ દરમિયાન મધ્યાહન ભોજનના કર્મચારીઓ કરશે બહિષ્કાર !

https://youtu.be/npw63gj6kDg

ફિલ્મ અભિનેત્રી પુજા ભાલેકરના ફીટનેશનુ રાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version