ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં કેરીઓ વેચાવા લાગે છે. કેરીનો રસીલો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ છે. કેરી સ્વાદમાં તો સારી હોય જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરી ઘણા પોષક તત્વો જેમ કે- ફાઇબર, વિટામિન, ખનિજ અને પોલીફેનોલિક ફ્લેવોનોઇડ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્યની સાથે જ વાળ માટે પણ ફાયદાકારક છે. એવામાં તમે કેરીનો ઉપયોગ તમારા વાળ પર પણ કરી શકો છો. ચાલો જાણીએ કેરીનું હેર પેક બનાવવાની રીત….
સામગ્રી
પાકી કેરી-1
ઈંડા- 2
દહીં- 2 ચમચી
બનાવવાની રીત
– સૌથી પહેલા કેરીની છાલ કાઢીને તેના ટુકડા કરી લો અને તેની પેસ્ટ તૈયાર કરો.
– હવે એક બાઉલમાં તે પેસ્ટને નાખો અને તેમાં ઈડા અને દહીં નાખો
– તમામ સમગ્રીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
– તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો.
– 30 મિનિટ પછી વાળને ધોઈ લો.
નોંધ- અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.