મિત્રો આજે આપણે જોઈએ છીએ કે લોકો પોતાની ભાગમભાગ ભરેલી જીંદગીમાં ફટાફટ ભોજન કરતા હોય છે. પણ તેમની પાસે શાંતિથી બેસીને જમવાનો ચોક્કસ સમય નથી હોતો. આ માટે ભલે પછી સવારનો નાસ્તો હોય, બપોરનું ભોજન હોય, કે પછી રાતનું ડીનર. બધા સમયે બસ ભાગવું જ હોય છે. જેના કારણે ભોજન પચવામાં ભારે પડે છે.

જો તમને પણ આ તકલીફ થતી હોય તો તમે પેટમાં જલ્દી સારું થાય તે માટે ભોજન પચાવવાની ગોળીઓ ખાઈ લેતા હોવ છો, પણ શું તમને ખબર છે કે આ ગોળીઓ ખાવી તે બહુ સારું નથી. તેનાથી તમે ભવિષ્યમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકો છો. આથી જો તમને લાંબા સમયથી ભોજન ન પચાવાની તકલીફ હોય તો કોઈ પણ ગોળીઓની જગ્યાએ આ થોડી વસ્તુ જે આયુર્વેદમાં પણ કહેવામા આવેલી છે તેનો ચોક્કસ ઉપયોગ કરી શકો છો.
જો તમે કાયમ માટે ગેસ, એસીડીટી, અપચો જેવી તકલીફ રહેતી હોય તો તમે આ 4 આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો. આ ઉપાયમાં તમારે ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. પણ આ ગેસ જે એસીડીટી થાવનું કારણ છે કે તમે જયારે વધારે પડતું ખાવ છો, જેના કારણે ભોજન પચવામાં તકલીફ થાય છે અને ભોજન પચતું નથી.
હા, હાલ શિયાળો હોવાથી સ્વાભાવિક છે કે લોકોને આ સીજનમાં નવું નવું ખાવાનું મન થાય છે. તથા વધારે પ્રમાણમા ભૂખ પણ લાગતી હોય છે. આથી તેઓ તીખું, તમતમતું, મસાલેદાર વગેરે ખાય છે, જેને કારણે ખાવામાં કંટ્રોલ નથી રહેતો. અને પેટમાં ભાર વધી જતા અપચો થાય છે. આવા સમયે તમે હાજમાની ગોળી ખાઈ લો છો તે સારું નથી.
આજે અમે તમને એવા સરળ અને સહેલા ઉપાયો વિશે જણાવિશુ જેન દ્રારા તમે પેટની તકલીફ જલ્દી આરામ મેળવી શકશો. ભોજન હજમ ન થવાથી પેટમાં ગેસ, કબજિયાત, ઉલટી જેવી તકલીફ થાય છે. આથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આ ખુબ જ સહેલા ઘરેલું ઉપાયો કરવાના છે.
આદુ પેટ માટે વરદાન રૂપ છે :- તમે જાણો છો તેમ આદુ ની અંદર ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેંટ રહેલા છે. જેના કારણે પેટને ખુબ ફાયદો થાય છે. કહેવાય છે કે જો તમે તમારા ખોરાકમાં આદુનો સમાવેશ કરો છો તેનાથી તમને 35 પ્રકારના એન્ટી ઓક્સીડેંટ મળે છે.
જે શરીરને લગતી નેક સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. આદુ એ ભોજન પચવા મદદ કરે છે. આથી તમારી રસોઈમાં દરેક શાકમાં આદુની પેસ્ટ તમે નાખી શકો છો. તેમજ આદુને ઉકાળીને તેનો ઉકાળો પણ પી શકો છો. તેમજ આદુને ચા માં નાખીને ચા પણ પી શકો છો. આદુ ગેસ, એસીડીટી, અપચો જેવી તકલીફ માં ખુબ જ અસરકારક છે.
અજમા અને વરીયાળીનો મુખવાસ :- તમે ભોજન કર્યા પછી વરીયાળી અને અજમાનો મુખવાસ ખાઈ શકો છો. તેનાથી તમે જે ભોજના કર્યું હોય તે ઝડપથી પચી જાય છે. તેનાથી તમને પેટ ભારે થવાની તકલીફ પણ નથી થતી. આ બંનેનું ચૂર્ણ બનાવવા માટે પહેલા તો બંને ચોક્કસ વસ્તુ લઇ લો.
તેને ગેસ પર ધીમા તાપે શેકી લો, બંનેને શેકતા લગભગ 5 મિનીટ જેટલો સમય લાગશે. તેમાં તમે સ્વાદ અનુસાર નમક પણ નાખી શકો છો. આ ચૂર્ણ તમે ભોજન કર્યા પછી ખાઈ લેવું. તેનાથી ભોજન પચવામાં કોઈ તકલીફ નથી થતી અને પાચનશક્તિ પણ પહેલા જેવી મજબૂત બની જશે. તેમજ આ એક પ્રાકૃતિક ઉપાય હોવાથી તેનાથી તમને પેટમાં જલન, ગેસ, એસીડીટી, પેટ ખરાબ થવું જેવી તકલીફ નથી રહેતી.
રસોડામાં રહેલ હિંગ છે ચોટદાર ઈલાજ :- હિંગ એક એવી વસ્તુ છે કે જેમાં એન્ટી-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફેમેમેટોરી ગુણ રહેલા હોવાથી પેટની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. જો તમારા પેટમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. હિંગ તે અપચો, ગેસ, એસીડીટી, ખરાબ પેટ અને જલન જેવી સમસ્યા દુર કરવામાં કારગત છે.
આથી તમે રસોઈ બનાવતી વખતે તમારી રસોઈમાં શાક કે દાળ વાઘરતી વખતે તેમાં ચપટી હિંગ નાખી દો. તેનાથી તમને પેટને લગતી સમસ્યા પણ તરત જ દુર થઈ જાય છે. આ સિવાય જો તમને પેટની તકલીફ વધારે હોય તો હિંગમાં થોડું પાણી નાખી, તેને ગરમ કરવા મુકો, તે ગરમ થઈને લય જેવું થઈ જાય એટલે તેને પેટ પર ડુંટી પાસે ફરતી લગાવી લો, તેથી ઝડપથી આરામ મળી જશે.
દહીં, પેટ માટે વરદાન :- દહીંની અંદર ઘણા પોષક તત્વ રહેલા છે. જે પેટમાં થતાં રોગોથી બચાવી શકે છે. આથી તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. જો તમને પેટમાં જલન હોય, તો તમે દહીંની બનેલી લસ્સી પી શકો છો. એટલું જ નહિ તમે જો તમારા ભોજન માં દહીંની છાશ ને સામેલ કરો તો તે પણ ચોક્કસ સારું છે.
દહીંમાં ઘણા પ્રકારના બેકટરીય રહેલા છે, જે પાચન તંત્રને મજબુત કરવાનું કામ કરે છે. આથી જો તમે પેટની સમસ્યાથી બચવા માંગતા હો તો દહીં અથવા તો છાશને પોતાના ખોરાકમાં સામેલ કરી શકો છો. આથી દહીંથી પેટની ખરાબી ચોક્કસ દૂર થાય છે.