તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા 4 વર્ષથી ‘દયાબેન’ દેખાયા નથી, ચાહકો તેમના વાપસીની રાહ જોઈને થાકી ગયા છે પરંતુ દિશા વાકાણી શોમાં આવી રહ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લોકડાઉન પછી તેઓ શોમાં પરત ફરશે પરંતુ એવું પણ થયું નહીં. માત્ર ચાહકો જ નહીં પરંતુ ‘જેઠાલાલ’ પણ ‘દયાબેન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલે પોતે જ દયાબેનના શોમાં પાછા ન આવવાનું કારણ જણાવ્યું છે. વાતો વાતોમાં તેમણે જણાવી દીધું કે, શા માટે તેમનું પરત ફરવું શક્ય નથી. 22 માર્ચના એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે અબ્દુલની દુકાન પર સોડા પીતી વખતે દરેક લોકો વાત કરી રહ્યા છે અને સુખ-દુ:ખ એકબીજા સાથે શેર કરી રહ્યા છે. આ દરમિયાન દયાબેનની વાત નીકળે છે અને જેઠાલાલ દયાબેનના પાછા ન આવવાનું કારણ જણાવે છે.
તો તમે જોયું કે શા માટે દયાબેન શોમાં આવી શકતા નથી. આ તો શોની વાત હતી. પરંતુ વાસ્તવિક જીવનમાં શું દિશા વાકાણીએ ખરેખર શોને અલવિદા કહ્યું છે, આ એક મોટો પ્રશ્ન છે. જોકે, આવું હોત તો કદાચ નિર્માતાઓએ અત્યાર સુધીમાં નવા દયાબેન શોધી લીધા હોત, પરંતુ ભલે ગમે તેટલા કલાકારો બદલાયા હોય, હજુ સુધી કોઈ કલાકારે દયાબેનનું સ્થાન લીધું નથી.
દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. તેઓ મેટરનિટી લીવ પર ગયા હતા. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી તેમની શોમાં વાપસી થઈ નથી. તેમના શોમાંથી ગયા એને 5 વર્ષ પૂર્ણ થશે, પરંતુ આ પાંચ વર્ષોમાં પણ તેમની લોકપ્રિયતા ઘટી નથી.