અમદાવાદ
આમ આદમી પાર્ટીના નેતાઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા
આમ આદમી પાર્ટીના નેતાઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા
ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહીતના પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ એ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા.
આમ આદમી પાર્ટીના નેતાઓએ શ્રી જગન્નાથ ભગવાન ને પ્રસાદ ચડાવીને આશીર્વાદ લીધા.
દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ સતત વધે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના: ઇસુદાન ગઢવી
કોરોના ના કારણે લોકો એ જે દુઃખ અને પીડા સહી છે તે પીડા દૂર થાય તેવી ભગવાન ને પ્રાથના: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી, અમદાવાદ જિલ્લા પ્રમુખ જે. જે. મેવાડા સહિત સંગઠનના નેતા અને કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલયથી પદયાત્રા કાઢીને જમાલપુરમાં શ્રી જગન્નાથ ભગવાનના મંદિરે દર્શન માટે ગયા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા શ્રી જગન્નાથ ભગવાન, ભગવાન બલરામ, દેવી સુભદ્રા ને ગુજરાત તથા સમગ્ર દેશના લોકોને સમૃદ્ધિ તથા દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે પ્રભુના દર્શન કર્યા. તેઓએ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ને પણ મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.આમ આદમી પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તાઓ એ શ્રી જગન્નાથ ભગવાનને પ્રસાદ ચડાવીને હાથ જોડીને ગુજરાતની અને સર્વ દેશની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આમ આદમી પાર્ટી એ પરિવર્તન ની જે પહેલ કરી છે તે સંપૂર્ણપણે ગુજરાત ના ઘર ઘર સુધી પહોંચે અને જેવી રીતે અત્યાર સુધી ગુજરાતની દરેક જનતા એ આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું છે એમ જ આગળ આપતી રહે તેવા આશીર્વાદ શ્રી જગન્નાથ ભગવાન પાસેથી લીધા.
આમ આદમી પાર્ટી ના દરેક નેતા અને કાર્યકર્તાઓ શ્રી જગન્નાથ ભગવાન ની સાક્ષીમાં પ્રણ લીધો કે જેમ અત્યાર સુધી એમને ગુજરાતમાં લોકકલ્યાણ માટે રાત દિવસ મહેનત કરી છે, તેમ આગળ પણ કરતા રહેશે. ગુજરાતની જનતા સુખ સમૃદ્ધિ થી સુશાસન માં જીવન વ્યતીત કરે અને ગુજરાત ની જનતા ના દરેક અધિકાર તેમને મળી રહે તે માટે જે કઈ પણ જરૂરી પગલાં ઉઠાવવા પડશે તે ઉઠાવશે. જેમ જનતા એ આમ આદમી પાર્ટી ને સહયોગ કરવાનું નથી છોડ્યું એમ આમ આદમી પાર્ટી પણ જનકલ્યાણ માટે કાર્યો કરવાનું નહિ છોડે.
આમ આદમી પાર્ટીએ આજે જ તેમના બીજા સંગઠન ની યાદી જાહેર કરી છે. જે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો પાયો વધારે મજબૂત કરવામાં સહાય કરશે. અને આગળ પણ એવા સંગઠનો તૈયાર કરવામાં આવશે જે જનહિત માટે કાર્ય કરે અને ગુજરાતની દરેક જનતા ને આમ આદમી પાર્ટી થી જોડે. ઈમાનદાર આમ આદમી પાર્ટી ની આ જ વિચાર ધારણા જે દિલ્હી થી શરુ થઇ છે તે ગુજરાત થી લઈને સમગ્ર દેશના ખૂણે-ખૂણે પહોંચે અને દેશ નું દરેક નાગરિક એવા સુશાસન નો લાભ લઇ શકે તેવી પ્રાર્થના સાથે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ શ્રી જગન્નાથ ભગવાન ના મંદિર થી રજા લીધી.