અમદાવાદ
આમ આદમી પાર્ટીમાં ખજાનચી તરીકે કૈલાશ ગઢવીની થઇ નિયુક્તી
આમ આદમી પાર્ટીમાં ખચાનજી તરીકે કૈલાશ ગઢવીની થઇ નિયુક્તી
‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠનમાં પ્રદેશ ખજાનચી તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવી ની નિયુક્તી કરવામાં આવી : આપ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક, ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ગુજરાત પ્રદેશના ખજાનચી તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવીની નિમણૂક કરી છે.
કૈલાશ ગઢવી પ્રામાણિક અને સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિ છે અને તેઓ લાંબા સમયથી રાજનીતિ પાર્ટીમાં સક્રિય છે.
અત્યારે કૈલાશ ગઢવી ખેડૂત સંગઠનના વડા રાજુ કરપડા સાથે અબડાસા (કચ્છ) થી પરિવર્તન યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.
સંદીપ પાઠકજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કૈલાશ ગઢવી જેવા ઉમદા અને પ્રમાણિક વ્યક્તિ આમ આદમી પાર્ટીને મજબૂત કરશે.
આમ આદમી પાર્ટીમાં કાર્યકરોનું હંમેશા આ રીતે સન્માન કરવામાં આવે છે. પક્ષ હંમેશા પાયાના સ્તરેથી કામ કરતા કાર્યકરોને તેમની ક્ષમતા અનુસાર પ્રગતિ કરવામાં મદદ કરે છે.