અમદાવાદ
આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !
આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !
કેજરીવાલના પ્રવાસ દરમિયાન 100થી વધુ ટોપ લીડર્સ રડાર પર !
આમ આદમી પાર્ટીએ(AAP) ગુજરાતમાં હવે 100 ટોપ લોકોની યાદી તૈયાર કરી લીધી છે, જેમની ફાઇલ આપના મુખ્ય રણનિતિકાર સંદિપ પાઠક(sandip pathak) પાસે મોકલી દેવાઇ છે,, જેમ જેમ સ્થાનિક નેતાઓ જોડાવવા તૈયાર થશે
તેમ તેમ વિધાનસભા ઇલેક્શન(assembly election) પહેલા તેમને જોડવાની યોજના બનાવાશે, સાથે નરેશ પટેલ માટે આપે આશા છોડી નથી,, તેમ પાર્ટીના નેતા માની રહ્યા છે,, આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં મોટો રાજકિય
ઉથલ પાથલ આમ આદમી સર્જી શકે છે,
ટોપ 100 માટે પ્લાન તૈયાર !
આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ હવે ગુજરાત ભાજપનો 27 વર્ષ જુનો ગઢ જોડવા માટે સિક્રેટ પ્લાન(socreat plan) તૈયાર કર્યો છે,,જેની અમલવારી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ (arvind plan) અને પંજાબના મુખ્ય પ્રધાન
ભગવંત માનના(bhagwant maan) પ્રવાસ સાથે શરુ થશે,, જેમાં પ્રથમ દિવસે તેઓ રોડ શો કરશે,, અને બીજા દિવસે તેઓ ભાજપ અને કોગ્રેસથી નારાજ એવા તમામ નેતાઓ, આગેવાનો, પ્રબુધ્ધ નાગરિકો, સિનિયર કાર્યકર્તાઓ
ઉદ્યોગપતિઓ, સાધુ સંતો, વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરશે તે સિવાય તેઓ ગુજરાતમાં ચૂટણી તૈયારીઓની સમિક્ષા કરશે, આ સમિક્ષામાં તેઓ વિધાનસભા પ્રમાણે ઉમેદવારોની ચનય પ્રકિયાના માપદંડોને લઇને પણ ચર્ચા
કરશે તે સિવાય 100થી વધુ ખાસ લોકોની જે યાદી આપ ગુજરાત તરફથી બનાવાઇ છે,,તેના ઉપર વિચારણા પણ કરશે,,
ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
આપનો પાવર પ્લાન !
કોગ્રેસ અને ભાજપના નારાજ નેતાઓ અથવા જેમને આ વખતે ટીકીટ મળવાની સંભાવના નથી,તેવા નેતાઓ આપના સ્થાનિક નેતાઓનો સંપર્ક સાધ્યો છે, ત્યારે આપના મુખ્ય રણનિતિકાર સંદીપ પાઠકે સ્પષ્ટ સુચના આપી છે કે
કોઇને પણ ડીટેઇલ રિપોર્ટ વગર અને હાઇકમાન્ડની મંજુરી વગર જોડવુ નહી,, ત્યારે આવા 100થી વધુ લોકોના પ્રોફાઇલ રિપોર્ટ દિલ્હી મોકલી આપવામાં આવ્યા છે, ત્યારે દિલ્હીની એક ખાસ એજન્સીને ઇન્વેસ્ટીગેશન માટે
કામ સોપાયું છે,,તેના રિપોર્ટના આધારે મહાનુભાવો અને નેતાઓને પ્રવેશ બાદ ટીકીટ કમિટમેન્ટ અપાશે,,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
આપને છે કટ્ટર રાષ્ટ્રવાદીઓની શોધ !
આપના સુત્રોની માનીએ તો કોગ્રેસ અને ભાજપ સહિત અનેક સમાજિક આગેવાનોએ આપના દરવાજા ખખડાવ્યા છે,,તો આપે પણ કેટલાક નેતાઓની યાદી તૈયાર કરી છે, જેઓ પ્રજામાં લોકપ્રિય, જનતામાં પકડ ધરાવતા,ઇમાનદાર ,
સમાજીક પ્રભાવ ધરાવતા, કટ્ટર રાષ્ટ્રવાદી નેતાનો સમાવેશ થાય છે
કેટલાક નામોની ચર્ચા કરી એ તો
કુવરજી બાવળીયા- મુળ કોગ્રેસી નેતા છે, તેમને ટીકીટ મળવાની સંભાવના નહીવત છે,ભાજપથી નારાજ છે,
પુરુષોત્તમ સોલંકી- સ્વાસ્થય સારુ રહેતુ નથી, ટીકીટ મળવાની સંભાવના નહીવત છે,, પ્રધાન પદ જતા રહેતા અકળાયા છે,
પરસોત્તમ સોલંકી
હિરા ભાઇ સોલંકી- તેમનો વ્યક્તિગત નિર્ણય નથી, તેમના મોટા ભાઇ પરસોત્તમ સોલંકી કહેશે તેમ કરશે,
હિરા સોલંકી
દેવજી ફતેપરા- કોળી નેતા પુર્વ સાસંદ, ભાજપથી નારાજ છે, સમાજિક પકડ ધરાવે છે,
દેવજી ફતેપરા
કેસરી સિહ સોલંકી- ભાજપથી નારાજ છે, સરકારમાં કામ ન થતા હોવાથી નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે,
કેસરી સિહ સોલંકી
અભેસિહ તડવી, મંત્રી પદ ન મળતા નારાજ છે,
અભેસિહ તડવી
વિજય પટેલ- ડાંગ,,તેમને જો ટીકીટ કપાય તો સ્થિતિ બદલાઇ શકેછે,
વિજય પટેલ
બલરામ થાવાણી- ટિકીટ કપાવવાની સંભાવના
બલરામ થવાણી
સુમન ચૌહાણ- ટિકીટ કપાવવાની સંભાવના
સુમનબેન ચૌહાણ
કાંતિ બલર- સુરત- ટિકીટ કપાવવાની સંભાવના
કાંતિ ભાઇ બલર
વી ડી ઝાલાવાડિયા- ટિકીટ કપાવવાની સંભાવના
વી ડી ઝાલાવાડીયા
અનંત પટેલ- આદિવાસીમા લોકપ્રિય હોવાથી આપના રડાર પર
અનંત પટેલ
ઇન્દ્ર નિલ રાજ્યગુરુ- કોગ્રેસના પુર્વ ધારાસભ્ય , સૌરાષ્ટ્રના શક્તિશાળી હોવાના કારણે આપનો પાલવ પકડી શકે છે
ઇન્દ્રનિલ રાજ્યગુરુ
વસરામ સાગઠિયા -મુળ કોગ્રેસી પણ ટીકીટ મળે તો આપ સાથે જઇ શકે છે,
વશરામ સાગઠિયા
કરસન સોલંકી, દલિત સમાજના ઈમાનદાર ચહેરા
કરસન સોલંકી
ગોવિંદ પટેલ, ઇમાનદાર ચહેરો, પણજો ટીકીટ ન મળે તો આપમાં જવાનુ વિચારી શકે છે,
ગોવિંદ પટેલ
કિશોર ચૌહાણ- ઓબીસી નેતા તરીકે મજબુત ચહેરો, આપના રડાર પર,,
કિશોર ચૌહાણ
આઇએએસ અને આઇપીએસ પણ આપના રડાર પર !
આપના સુત્રો કહી રહ્યા છે ગુજરાતના કેટલાક આઇએએસ અને આઇપીએસ અધિકારીઓનો પણ આમ આદમી પાર્ટી સંપર્ક કરી કરી રહી છે, સ્થાનિક રિટાયર્ડ અધિકારીઓ જે ઇમાનદાર છે તેઓનો એક ગ્રુપ પણ
અરંવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી શકે છે, રિટાયર્ડ આર્મીમેનોનું એક સંગઠન પણ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને તેમને સમર્થન આપી શકે છે,,
ભાજપના કિલ્લાને ધ્વસ્ત કરવા તૈયાર છે આપ- ઇશુદાન ગઢવી
આપના નેતા ઇશુદાન ગઢવીએ માહિતી આપતા કહ્યુ છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંતમાન 2 અને 3 તારીખે ગુજરાતમાં આવશે,પ્રથમ દિવસે અમદાવાદ પુર્વ વિસ્તારમાં મેગા તિરંગા યાત્રા કાઢવામાં આવશે, જ્યારે
બિજા દિવસે તેઓ વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરશે, અને એક નેતાઓ, રિટાયર્ડ અધિકારીઓ,સામાજીક આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને જોડી શકે છે,, તે સિવાય ઇશુદાન ગઢવીની માનીએ તો
ખાડલધામના અધ્યક્ષ અને પાટીદાર નેતા નરેશ પટેલે સ્પષ્ટતા નથી કરી કે તેઓ કોગ્રેસમાં જોડાશે, પરિણામે આમ આદમી પાર્ટીના દરવાજા તેમના માટે ખુલ્લા છે, તે સિવાય આપના મુખ્ય રણનિતીકાર સંદીપ
પાઠકે માઇક્રો લેવલે પ્લાનિંગ શરુ કરી દેવાયુ છે, મેના અંત સુધી તમામ 52 હજાર બુથો તૈયાર કરી લેવામાં આવશે, ચૂટણી વહેલી થાય તો પણ અમે તૈયાર છીએ,,
અકિલાનો દાવો કેટલો સાચો !-વિધાનભાનુ થઇ શકે છે વિસર્જન- અટકળો તેજ
અકિલા છાપાનુ સ્ક્રીન શોટ્સઅકિલા છાપાનુ સ્ક્રીન શોટ્સ
ગુજરાત વિધાનસભાનુ વિસર્જન એપ્રિલના ત્રિજા કે ચોથા સપ્તાહમાં થઇ શકે છે, પીએમ મોદી 21 તારીખે દાહોદમાં આવશે તે કાર્યક્રમપછી ક્યારેય પણ ઇલેક્શનની જાહેરાત થઇ શકે છે, તેવા સામાચર સૌરાષ્ટ્રના દૈનિકમાં છપાયુ છે,સાથે 15
જુનની આસપાસ ચૂંટણી થઇ શકે છે, તેવા ગુજરાતના રાજકારણમાં ગમેત્યારે ભુકંપના હેડલાઇન સાથે સમાચાર છપાયા છે,
અમિત શાહનો કેજરીવાલને જવાબ
કેન્દ્રિય પ્રધાન અમિત શાહે લોકસભામાં આમ આદમી પાર્ટીને લઇને નિવેદન આપ્યુ,, કે
અમે શેના માટે ડરીએ,, પાચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં આપની ભુંડી હાર થઇ છે,
ત્યારે આપે તેની ઉપર ટિપ્પણી કરી છે,
विश्व की सबसे बड़ी पार्टी के चाणक्य @AmitShah आज संसद में बता रहें हैं वो @AamAadmiParty से नहीं डरते।
अरे मोटा भाई रात को नींद भी ठीक से आतीं हैं या रात भर @ArvindKejriwal दिखाईं देता हैं।
ये डर अच्छा लगा। pic.twitter.com/OakLJc44ct— Gulab Singh (@GulabMatiala) March 31, 2022
Pingback: ખાદ્ય તેલના ભાવો નિયંત્રણ કરવા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક - Panchat TV