ત્રણ દિવસની આંગણવાડી, હેલ્પર, આશાવર્કર અને ફેસીલેટર બહેનોના આંદોલનના પ્રથમ દિવસે હજારો બહેનો જોડાઈ.
અનેક તાલુકામાં રેલીયો યોજાઇ અને માસ સી એલ ભરાય
સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આખા હેલ્થ વર્કર યુનિયન ત્રણ દિવસ આંદોલનના ના પગલે પ્રથમ દિવસે જ આંદોલન જબરી સફળતા મળી છે. 29 જિલ્લામાં હજારો આંગણવાડી વર્કર હેલ્પરો, આશા વર્કરો અને ફેસીલેટર બહેનોએ માસીએલ ભરીને કામથી અળગા રહ્યા છે.
200 થી વધુ તાલુકાઓમાં સ્થાનિક ધરણા તથા રેલીના કાર્યક્રમો યોજાયા છેઃ.
અમદાવાદમાં ગીતામંદિર ખાતે આવેલ આરોગ્ય ભવન icds કચેરી ખાતે 1500 થી વધુ આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનોએ દેખાવો યોજ્યા હતા હતા. સીટુ ના મહામંત્રી અરુણ મહેતા અને પ્રમુખ સતિષભાઈ પરમાર માર્ગદર્શન આપ્યું હતું
આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા દસકોઈ બાવળા સાણંદ સહિતના તમામ તાલુકાઓમાં ધારણા તથા રેલીના કાર્યક્રમો વિશાલ સંખ્યામાં હાજરી સાથે યોજાયા હતા. મહેસાણા ના ઉનજા વિજાપુર કડી કલોલ અને
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી લખતર વાંકાનેર વઢવાણ સહિતના તાલુકાઓમાં પણ રેલી અને ધરણા ના કાર્યક્રમ યોજાયા હતા
જ્યારે આણંદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત ની આગેવાનીમાં વિશાલ ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. સુરત ખાતે દિલ્હી ગેટ ખાતે સૂત્રોચાર સાથે દેખાવો યોજાયા હતા મોડાસા, વડોદરા, મોરબી, વાંકાનેરઃ ઉપલેટા ધોરાજી જસદણ ગોંડલ, ડભોઇ સાવલી વાઘોડિયા પાદરા સહિતના તાલુકાઓમાં પણ સંખ્યામાં રેલી યોજાઇ હતી તમામ તાલુકાઓ ધરણા કાર્યક્રમ યોજાયા હતા.
ભાવનગર જિલ્લાઓમાં સાત જેટલા તાલુકાઓમાં સ્થાનિક કક્ષાએ રેલીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
જામનગર થી,વલસાડ ડાંગ, બનાસકાંઠા થી લઈ મહેસાણા, અરવલ્લી, અને દાહોદ સુધી, જામનગર દ્વારકા વેરાવળ જુનાગઢ, મોરબી સહિતના જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ધરણારેલી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
મોરબી વાંકાનેર ખાતે મંત્રી બ્રિજેશભાઈ મીરજા ને બહેનો આવેદન પત્ર આપ્યું અને સરકાર તાકીદે નિર્ણય કરવા વિશાલ સંખ્યા મા રજુઆત કરી હતી તેમ જ ઝગડીયા ભરૂચ ખાતે મનસુખભાઈ વસાવા ને લંબાણપૂર્વક રજૂઆતો કરી હતી
તારીખ 12 અને 13 દરમિયાન પણ જિલ્લા મથકો અને બાકી રહેલા તાલુકા મથકોએ રેલી દેખાવના કાર્યક્રમો યોજશે.
જિલ્લાઓની બહેનો જે આ આંદોલનમાં જોડાઈ નથી તે આવતીકાલથી જોડાઈ જશે.
સીટુ યુનિયન ની યાદીમાં જણાવાયું છે કે સરકાર તાત્કાલિક નિર્ણય ન કરે તો વધુ વ્યાપક આંદોલનના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
એમ અરુણ મહેતા મહામંત્રી અને સતીશ પરમાર પ્રમુખે વાતચીત કહ્યું હતું.