આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવાની ગેરંટી આપી.
જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ
પૂર્વ સૈનિકો, ફોરેસ્ટ ગાર્ડ, નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો, એલઇડી, વીસીઇ, શિક્ષકો, ખેડૂતો બધા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું કે જેમ આદમી પાર્ટીની સરકાર બનશે, તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે, તે બધા આ દેશના નાગરિક છે, તેમનો પણ પોતાનો લોકતાંત્રિક અધિકાર છે, જો તેઓ દુઃખી છે અને તેઓને સરકારમાં પરિવર્તન ઇચ્છે છે તો પરિવર્તન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
મારો એટલો જ વાંક છે કે, અમે ગુજરાતના લોકોની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહી છેઃ અરવિંદ કેજરીવાલ
ગુજરાતની જનતા આ લોકોની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઈ છેઃ અરવિંદ કેજરીવાલ
તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે, પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ : અરવિંદ કેજરીવાલ
શહેરી વિસ્તારની 66 વિધાનસભાની સીટોમાં જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી, આ વખતે એમને ત્યાં હારનો સામનો કરવો પડશે: અરવિંદ કેજરીવાલ
આ લોકો વારંવાર આવે છે અને કહે છે કે વધુ એક તક આપો, પરંતુ અમે બીજી વાર આવીશું તો એમ જ કહીશું કે અમે સારું કામ કર્યું હોય તો જ અમને ફરી લાવો નહીંતર લાવશો નહીંઃ અરવિંદ કેજરીવાલ
જે વ્યક્તિ એમ કહે છે કે જનતાને મફતની સુવિધાઓ ન મળવી જોઈએ, તો સમજી લો કે તેમની નિયતમાં ખોટ છે: અરવિંદ કેજરીવાલ
મને રાજનીતિ કરતા નથી આવડતું, મને માત્ર જનતાનું કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ
ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દિધા છે, પંજાબના લોકો માટે વીજળી મફત કરી દીધી, 17000 નવી નોકરીઓ આપી, 8000 શિક્ષકોને કાયમી કરી દિધા: અરવિંદ કેજરીવાલ
જીવનમાં ક્યારેક કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ગુનેગારોને જેલમાં મોકલીશું, તેમની જેમ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએઃ અરવિંદ કેજરીવાલ
ચંદીગઢ હોસ્ટેલમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે, જે દોષિત છે તેમની ધરપકડ કરવામાં આવી છે, અમે તેમને કડકમાં કડક સજા અપાવીશું, આવા મુદ્દે રાજકારણ ન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તેમની એક દિવસીય મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ બપોરે 1:00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહીત સેંકડો કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુઃખી છે, ખૂબ ગુસ્સે છે અને સેક્રેટરીટનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે પહેલીવાર જોયું છે. તેમની મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. હું તે તમામ મિત્રોને આશ્વાસન આપું છું, ગેરંટી આપું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ગુજરાતની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરીશું. ગઈકાલે જ પંજાબના સીએમએ જાહેર કર્યું કે તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરવાના આદેશ આપી દીધા છે. જેમ અમે પંજાબમાં આનો અમલ કરવા જઈ રહ્યા છીએ તેવી જ રીતે ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરીશું. હું તમામ સરકારી કર્મચારીઓને વિનંતી કરું છું કે તમે તમારી લડત ચાલુ રાખો જો આ સરકાર કરી આપે તો સારું છે અને જો આ સરકાર નહીં કરે તો અમારી સરકાર બન્યા પછી અમે તેને લાગુ કરીશું.
આ લોકો વારંવાર આવે છે અને કહે છે કે વધુ એક તક આપો, પરંતુ અમે બીજી વાર આવીશું તો એમ જ કહીશું કે અમે સારું કામ કર્યું હોય તો જ અમને ફરી લાવો નહીંતર લાવશો નહીંઃ અરવિંદ કેજરીવાલ
કોઈપણ રાજ્યમાં ચૂંટણી જીતવામાં કે હારવામાં સરકારી કર્મચારીઓની સૌથી મોટી ભૂમિકા હોય છે. હું તેમને વિનંતી કરું છું કે આ સરકાર ભ્રષ્ટ છે. આ સરકાર જન વિરોધી કામ કરી રહી છે. આ સરકારને 27 વર્ષ થઈ ગયા, હવે તેમનામાં ઘમંડ આવી ગયો છે. એકવાર તેમને દૂર કરવી ખૂબ જરૂરી છે. બધા સાથે મળીને તેમને દૂર કરવાની તૈયારી કરો અને તે દિશામાં કામ કરો. અમે તમારી પાસેથી એક તક માંગીએ છીએ. આ લોકો વારંવાર આવીને કહી રહ્યા છે કે વધુ એક તક આપો, વધુ એક તક આપો. પરંતુ અમે બીજી વાર આવીશું તો એમ જ કહીશું કે અમે સારું કામ કર્યું હોય તો જ અમને ફરી લાવો નહીંતર લાવશો નહીં. એટલા માટે હું સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા વિનંતી કરું છું. સોશિયલ મીડિયા પર પ્રચાર કરો, વધુ મા વધુ પ્રચાર કરો.
મારો એટલો જ વાંક છે કે, અમે ગુજરાતના લોકોની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહી છેઃ અરવિંદ કેજરીવાલ
વધુ એક બાબત એ જોવામાં મળી રહી છે કે આ બંને પાર્ટી અમારી વિરુદ્ધ ઉભી થઇ ગઇ છે. આ બંને પાર્ટીઓ મને ખૂબ ગાળો આપે છે કે કેજરીવાલ જૂઠો છે, કેજરીવાલ આતંકવાદી છે. બંનેની ભાષા આજે પણ એક જ છે, બંનેના શબ્દો પણ એક જ છે. મારો શું દોષ છે? હું કહું છું કે ગુજરાતની જનતાની મોંઘવારી દૂર કરીશું. આ લોકો નથી ઈચ્છતા કે ગુજરાતની જનતાની મોંઘવારી દૂર થાય. મેં કહ્યું કે અમે વીજળી ફ્રી કરીશું. પરંતુ આ બંને પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતની જનતાને મફત વીજળી મળે. મેં કહ્યું કે અમે ગુજરાતની સરકારી શાળાઓ અને હોસ્પિટલોને દિલ્હીની જેમ અદ્ભુત બનાવીશું. આ બંને પાર્ટીઓ મળીને મારા પર હુમલો કરે છે, આ લોકો નથી ઇચ્છતા કે ગુજરાતમાં શાળાઓ સારી હોય, ગુજરાતની હોસ્પિટલ સારી હોય. મારી આજ તો ભૂલ છે કે, અમે ગુજરાતની જનતાની ભલાઈની વાત કરીએ છીએ અને આ બંને પાર્ટીઓ મળીને જોરદાર રીતે અમારો વિરોધ કરી રહ્યા છે. અને હવે જો જો કે આવનારા દિવસોમાં આ લોકો તેમના રાષ્ટ્રીય સ્તરના મોટા મોટા નેતાઓને નીચે ઉતારશે અને આ બધા લોકો આવીને મને ગાળો આપશે અને મારો વાંક એટલો જ છે કે હું ગુજરાતની જનતાની ભલાઈ ઈચ્છું છું.
પૂર્વ સૈનિકો, ફોરેસ્ટ ગાર્ડ, નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો, એલઇડી, વીસીઇ, શિક્ષકો, ખેડૂતો બધા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું કે જેમ આદમી પાર્ટીની સરકાર બનશે, તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં પૂર્વ સૈનિકો વિરોધ કરી રહ્યા છે, ફોરેસ્ટ ગાર્ડ વિરોધ કરી રહ્યા છે. મેં હમણાં જ એક વિડીયો જોયો જેમાં ખાકી વર્દીવાળાઓ ખાદી વર્દીવાળાઓ સામે લડી રહ્યા છે, તે સારી વાત નથી. નેશનલ હેલ્થ મિશનના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે, એલઈડી વેટીંગવાળા પ્રદર્શન કરી રહ્યા છે, વીસીઈ પ્રદર્શન કરી રહ્યા છે, શિક્ષકો પ્રદર્શન કરી રહ્યા છે, ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, એવું લાગે છે જાણે આખું ગુજરાત રસ્તા પર ઉતરી આવ્યું છે. આ તમામ સાથીઓને હું વિનંતી કરવા માંગુ છું, તેમને આશ્વાસન આપવા માંગુ છું કે, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.
ગુજરાતમાં અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે, તે બધા આ દેશના નાગરિક છે, તેમનો પણ પોતાનો લોકતાંત્રિક અધિકાર છે, જો તેઓ દુઃખી છે અને તેઓને સરકારમાં પરિવર્તન ઇચ્છે છે તો પરિવર્તન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
કેટલાક સરકારી નોકરીયાતોએ આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની અપીલ કરી હતી આ વાત પર અરવિંદ કેજરીવાલજીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું તમામ સરકારી નોકરીયાતોને કહેવા માંગુ છું કે તેમણે કોઈ દિવસ જનતાનો મુદ્દો નથી ઉઠાવ્યો, તેમણે ક્યારેય પણ ગુજરાતમાં જે આટલો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેનો મુદ્દો નથી ઉઠાવ્યો. જેટલા સરકારી કર્મચારીઓ પ્રદર્શન કરીને જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહ્યા છે તેમના માટે હું તમામ સરકારી નોકરીયાતોનેલ વિનંતી કરું છું કે, એકવાર લખી દો કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. ગુજરાતમાં અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શન કરી રહ્યા છે જેમ કે પૂર્વ સૈનિકો, ફોરેસ્ટ ગાર્ડ, વીસીઈ, શિક્ષક તે બધા આ દેશના નાગરિક છે, તેઓને પણ પોતાનો લોકતાંત્રિક અધિકાર છે, જો તે દુખી છે અને તેઓ સરકારમાં પરિવર્તન ઈચ્છે છે તો પછી પરિવર્તન આવવું જોઈએ.
ચંદીગઢ હોસ્ટેલમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે, જે દોષિત છે તેમની ધરપકડ કરવામાં આવી છે, અમે તેમને કડકમાં કડક સજા અપાવીશું, આવા મુદ્દે રાજકારણ ન થવું જોઈએઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલજીએ પંજાબમાં ચંદીગઢ હોસ્ટેલમાં બનેલી દુ:ખદ ઘટના પર પોતાની ટિપ્પણી આપતા કહ્યું કે, અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. જે પણ થયું તે ખૂબ જ દુઃખદ છે, એવું ન થવું જોઈએ. અને જેઓ દોષિત છે તેમની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમને કડકમાં કડક સજા આપીશું. બધા લોકો રાજનીતિ કરે છે પરંતુ આવા મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ.
જીવનમાં ક્યારેક કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ગુનેગારોને જેલમાં મોકલીશું, તેમની જેમ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએઃ અરવિંદ કેજરીવાલ
મને ભાજપ પ્રત્યે ખૂબ દયા આવે છે. CBI, ED, ઈન્કમટેક્સ, પોલીસ ભાજપ સાથે છે. તેમ છતાં, તેઓ દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને અમે આ કર્યું, અમે તે કર્યું તેવું કહ્યા કરે છે. જીવનમાં ક્યારેક કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ગુનેગારોને જેલમાં મોકલીશું અને તેમની જેમ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએ. આનો અર્થ એ છે કે તેમનાથી કામ નથી થતું. સવારથી સાંજ સુધી બેઠાં બેઠાં ખેલ કરે છે. જો કોઈએ ખોટું કર્યું હોય તો તેને જેલમાં મોકલો. અમારા 169 કેસ કર્યા છે, જેમાંથી 134 ક્લિયર થઈ ગયા છે અને 35 હજુ સુધી પેન્ડિંગ છે.
શહેરી વિસ્તારની 66 વિધાનસભાની સીટોમાં જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી, આ વખતે એમને ત્યાં હારનો સામનો કરવો પડશે: અરવિંદ કેજરીવાલ
આજે જ્યારે હું વડોદરા એરપોર્ટ પર ઉતર્યો ત્યારે લગભગ 30-40 લોકોએ “મોદી મોદી” ના નારા લગાવ્યા હતા. અત્યારે ગુજરાતમાં એવું વાતાવરણ બની ગયું છે કે ભાજપને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. કહેવાય છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારની 66 વિધાનસભા સીટો એવી છે જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી. આ વખતે તેમને તે 66 સીટો પર પણ મુશ્કેલી પડવાની છે કારણ કે તેઓ આ વખતે ત્યાંની બધી સીટો જીતવાનાં નથી. તો સ્વાભાવિક છે કે તે લોકો મારા વિરુદ્ધ જ નારા લગાવશે. પરંતુ બીજી વાત ખૂબ જ રસપ્રદ છે કે જ્યારે પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવે છે ત્યારે ભાજપમાંથી કોઈ પણ તેમના વિરુદ્ધ નારેબાજી કરતું નથી. આજે ભાજપ અને કોંગ્રેસ બેઉ પાર્ટીના લોકો મારા વિરુદ્ધ નારેબાજી કરે છે, બંને ભેગા થઇ ગયા છે, બંને મારી પાછળ પડી ગયા છે.
જે વ્યક્તિ એમ કહે છે કે જનતાને મફતની સુવિધાઓ ન મળવી જોઈએ, તો સમજી લો કે તેમની નિયતમાં ખોટ છે: અરવિંદ કેજરીવાલ
ભાજપના લોકો કહે છે કે, ગુજરાતની જનતાને મફતમાં સુવિધાઓ ન મળવી જોઈએ. આવું એ લોકો કેમ બોલી રહ્યા છે કારણ કે હવે એ લોકો જે પૈસા લૂંટીને સ્વિસ બેંકમાં લઈ જાય છે અને પોતાના ઘરોમાં ભરે છે, આવું બધું કરવા માટે તેમની પાસે પૈસા બચશે નહીં જો ગુજરાતનું રાજકારણ ઈમાનદાર બની જશે, અને મફતની સુવિધાઓ મળવા લાગશે. અત્યાર સુધી આ દેશમાં લૂંટની રાજનીતિ ચાલતી હતી. અત્યાર સુધી દેશના મોટાભાગના નેતાઓ જનતાના પૈસા લૂંટીને સ્વિસ બેંકમાં લઈને જતા હતા, પરંતુ આ દેશમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ ઈમાનદાર રાજનીતિની શરૂઆત કરી છે. અમે ઈમાનદારીથી કામ કરીએ છીએ, પૈસા બચાવીએ છીએ, લાંચ લેતા નથી, આનાથી સરકારના ઘણા પૈસા બચે છે અને તે પૈસાથી અમે જનતાને મફત વીજળી, મફત શિક્ષણ, મફત આરોગ્યની સુવિધાઓ આપીએ છીએ. અને હવે અન્ય પાર્ટીઓને લાગે છે કે જનતાને મફતમાં સુવિધાઓ આપવાની શરુ કરીશું તો લૂંટવા માટે પૈસા બચશે નહીં. એક વાતની ગાંઠ બાંધી લો કે જે વ્યક્તિ કહે છે કે, જનતાને મફતની સુવિધાઓ ન મળવી જોઈએ, તેની નિયત ખરાબ છે.
ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દિધા છે, પંજાબના લોકો માટે વીજળી મફત કરી દીધી, 17000 નવી નોકરીઓ આપી, 8000 શિક્ષકોને કાયમી કરી દિધા: અરવિંદ કેજરીવાલ
છેલ્લા 6 મહિનામાં ભગવંત માન સાહેબે જે કામ પંજાબમાં કર્યા છે, એવા કામ છેલ્લા 75 વર્ષમાં કોઈ સરકારે કર્યા નથી. આજે 75 વર્ષ પછી પંજાબને કટ્ટર ઈમાનદાર અને મહેનતું મુખ્યમંત્રી મળ્યા છે. ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દિધા છે, પંજાબના લોકો માટે વીજળી મફત કરી દીધી, 17000 નવી નોકરીઓ આપી, 8000 શિક્ષકોને કાયમી કરી દિધા. આટલા બધાં સારા કામો ભગવાનજીએ કર્યા છે કે તેમના વિરોધીઓને તેમના કામોમાં કોઈ ભૂલ દેખાતી નથી, માટે તેઓ ભગવંત માન સાહેબ પર કીચડ ઉછાળે છે અને તેઓ જે વાત કરી રહ્યા છે તે બધી જુઠ્ઠી છે. ભગવંત માન સાહેબ પંજાબના વિકાસ કાર્યમાં વ્યસ્ત છે પરંતુ તેમના વિરોધીઓ તેમને રોકવા માંગે છે. હું તે વિરોધીઓને પૂછવા માગું છું કે, જો ભગવંત માન 6 મહિનામાં વીજળી મફત કરી શકતા હોય તો બીજી પાર્ટીઓએ છેલ્લા 75 વર્ષમાં વીજળી મફત કેમ નથી કરી? બધા પૈસા લઈને ક્યાં જતા રહે છે? પંજાબના પૈસા કોણે ખાધા?
મને રાજનીતિ કરતા નથી આવડતું, મને માત્ર જનતાનું કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ
મને રાજનીતિ કરવાનું નથી આવડતું, એ મારી ખામી છે. મને માત્ર જનતાનું કામ કરતા આવડે છે. મારી પાસેથી તમારી વીજળી મફત કરાવી દો, મારી પાસેથી શાળા-હોસ્પિટલ બનાવડાવી દો. છેલ્લા 6-12 મહિનાથી હું ગુજરાતમાં આવીને એ જ કહી રહ્યા છું કે, હું તમને 24 કલાક વીજળી આપીશ, હું તમારા પાકના સારા ભાવ આપીશ, હું તમારી મોંઘવારી દૂર કરી દઇશ, હું તમારા બાળકોને રોજગાર આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળા બનાવીશ
તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે, પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ : અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં જે દારૂબંધીની સિસ્ટમ છે એનો અમલ ચાલુ રહેશે અને જમીન પર અમલમાં મૂકવામાં આવશે. અત્યારે બધો ધંધો આ લોકોનો છે એ સૌ જાણે છે. 10-15 હજાર કરોડનો બિઝનેસ આ લોકોનો જ છે. તેમના જ લોકો આ ધંધો કરે છે અને બધો નફો કમાય છે. અમે આ બધું નહીં કરીએ, અમે દારૂ વેચીને અમારી પાર્ટી નથી ચલાવતા. તે લોકો દારૂ વેચીને પાર્ટી ચલાવે છે પરંતુ અમે ઈમાનદારીથી અમારી પાર્ટી ચલાવીએ છીએ.
ગુજરાતની જનતા આ લોકોની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઇ છેઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના કાર્યક્રમોનું સ્થળ વારંવાર બદલવું પડે છે, આ વિશે અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે, આ બિલકુલ યોગ્ય નથી, કારણ કે અમારે વડોદરામાં જે કાર્યક્રમ કરવાનો હતો તેના માટે અમારે 13 જગ્યાઓ બદલવી પડી. અમે જ્યાં પણ અમારો કાર્યક્રમ ફિક્સ કરતા હતા ત્યાં લોકોને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી કે, “કેજરીવાલનો કાર્યક્રમ ના થવો જોઈએ, આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ ન થવા દેતા.” આ બધું લોકશાહી માટે સારું નથી. આપણે સૌ પક્ષ અને વિપક્ષ છીએ, આપણે એકબીજાના દુશ્મન નથી. આ લોકો જે કરાઈ રહ્યા છે તે ગુંડાગીરી છે અને ગુજરાતની જનતા આ ગુંડાગીરીથી પરેશાન છે. હું નાનો માણસ છું, હું તો આ બધું ભોગવી લઇશ, પરંતુ ગુજરાતની જનતા તેમની ગુંડાગીરીથી ખૂબ જ હેરાન થઈ ગઈ છે, કારણ કે આ લોકો ગુજરાતની જનતા સાથે રોજ ગુંડાગીરી કરે છે.
એ દરમ્યાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.